ઓનલાઈન ટાસ્ક ફ્રોડ એટલે શું..? તેનાથી બચવાની ટિપ્સ જાણો....

ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ, SMS, વોટસએપ દ્વારા ઘરે બેઠા કમાવવાના મેસેજ આવે છે? તો જો જો

ઓનલાઈન ટાસ્ક પુરા કરવાથી વળતર મળશે તેમ જણાવવામાં આવે છે. શરૂઆતમાં ઓછી રકમના પ્લાન અને ત્યારબાદ વીઆઈપી પ્લાનમાં જોડાવા જણાવાય છે

બચવાની કેટલીક ટિપ્સ જાણીએ

અજાણ્યા વ્યક્તિ અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરવા કહે તો ના કરો

SMS / ઈમેઇલમાં આવેલી શંકાસ્પદ લીંક પર કયારેય ક્લિક ન કરો.

ઓનલાઈન ટાસ્ક માટે ઉંચા વળતરના વચન આપતી ભ્રામક  જાહેરાતોથી  સાવચેત રહો

લોભામણી ઓફરો વિશે સોશિયલ મીડિયા પર સાવધાની રાખવી