ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ શું છે..? તેનાથી બચવા શું કરવુ..? જાણો..

ઓનલાઇન લોન માટે સર્ચ કરતા કેટલીક બોગસ ઈન્સ્ટનટ લોન એપ્લિકેશન મળી આવે છે જે ઓછા દસ્તાવેજો પર નાની રકમની લોન આપવાનું વચન આપે છે.

ડાઉનલોડ સમયે બીનજરૂરી ઍક્સેસ આપતાજ તમારો ડેટા કબજામાં કરે છે.

જાણો તેનાથી બચવાની ટિપ્સ

માત્ર RBI દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી જ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવી

એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે કોન્ટેક્ટ અને ફોટો ગેલેરી જેવા પ્રાઈવસીના ડેટાનો ઍક્સેસ આપતી પરમિશન અનેબલ ન કરવી

અજાણ્યા સ્ત્રોત માંથી લિંક અથવા એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી

એપ્લિકેશનની રેટિંગ્સ અને રિવ્યુઝ વાંચીને તેનો ઉપયોગ કરવો

કયારેય તમારી વ્યકિતગત અથવા આર્થિક માહિતી શેર ન કરવી