નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓને શું મળે છે...??

વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને લોકશાહી અને માનવ અધિકારો માટેના સતત પ્રયાસો બદલ 2025 માટે પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

આ વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. આ વર્ષે સમિતિને કુલ 338 નામાંકન મળ્યા હતા જેમાં 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓનો સમાવેશ થાય છે.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓને ડીપ્લોમાં અને સુવર્ણ ચંદ્રક તેમજ નાણાકીય પુરસ્કાર જે 2025માં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર (₹10.36 કરોડ) થવાનો છે.

આ પુરસ્કારો 1901માં પ્રખ્યાત સ્વીડિશ વૈજ્ઞાનિક, રસાયણશાસ્ત્રી અને ડાઈનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી.

1901માં સૌપ્રથમ 5 ક્ષેત્રોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન આથવા દવા, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રોમાં આપવામાં આવ્યા હતા.

દર વર્ષે નોબેલ પુરસ્કારો સ્ટોકહોમ, સ્વીડનમાં એક ભવ્ય સમારોહમાં રજૂ કરવામાં આવે છે.

જોકે નોબેલશાંતિ પુરસ્કાર ઓસ્લો, નોર્વેમાં આપવામાં આવે છે.

આ સમારોહમાં શાહી પરિવારના સભ્યો, અગ્રણી નેતાઓ, વૈજ્ઞાનિકો અને અન્ય ઘણી અગ્રણી વ્યક્તિઓ હાજરી આપે છે.