કેનબેરામાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચર્ડ માર્લ્સે ત્રણ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા
* ગોપનીય સુચનાઓનું આદાન પ્રદાન * પરસ્પર સબમરીન શોધ અને બચાવ સહયોગ * સંયુકત સ્ટાફ વાર્તા તંત્રની સ્થાપના
ઉપરાંત સંયુકત દરિયાઈ સુરક્ષા સહયોગ રોડમેપને અંતિમ સ્વરૂપ આપવા અને 2009 ના સુરક્ષા કરારની જગ્યા લેનારા દિર્ઘકાલિન સંરક્ષણ માળખા પર કામ કરી રહ્યા છે
કવાડ (QUAD) દેશો વચ્ચે દરિયાઈ દેખરેખ વધારવા અને આગામી મહિને યોજાનારા મલબાર નૌસૈનિક અભ્યાસની તૈયારીઓ પર ચર્ચા કરી હતી
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં, આતંક અને વેપાર એક સાથે ચાલી શકે નહીં અને પાણી અને લોહી એક સાથે વહી ન શકે’ આમ, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તમામ પ્રકારના આતંકવાદ સામે એક થવા વિનંતી કરી હતી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે ભારતની નોંધપાત્ર આર્થિક પ્રગતિની પ્રશંસા કરી અને આગામી સમયમાં દ્વિપક્ષીય સહયોગને મજબુત બનાવવા માટે ઉત્સાહ વ્યકત કર્યો
બેઠક બાદ સંયુકત નિવેદન બહાર પાડયું જેમાં બન્ને દેશોના સંરક્ષણ ભાગીદારીને વ્યાખ્યાપિત કરતી વધતી ઉંડાણ અને પરસ્પર વિશ્વાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો
રાજનાથસિંહને KC-30 A મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ અને ટેન્કર વિમાનમાંથી ઉડાન દરમિયાન F-35 લડાકુ વિમાનને હવામાં ઈંધણ ભરવાનું નિદર્શન પણ કરાયું હતું