જયપુરની SMS  હોસ્પિટલ અગ્નિકાંડમાં સાતના ભોગ: જાણો સમગ્ર ઘટના

જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે 11 કલાકે ભીષણ આગ લાગતા અંધાધુંધી

ટ્રોમાં સેન્ટરના બીજા માળે ICU  માં આગ ફેલાતા તાત્કાલિક દર્દીઓને પલંગ સહિત બહાર કાઢયા હતાં.

ઘટનામાં સાત દર્દીઓના ગુંગણામણથી મૃત્યુ જ્યારે કેટલાંક ગંભીર

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

ICU  સાધનો, બ્લડ સેમ્પલ ટયુબ અને અસંખ્ય દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતાં.

ફાયર ફાઈટરોએ તાત્કાલિક પહોંચી લગભગ બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

મૃતકોના પરિવારજનો દ્વારા તપાસની માંગ કરી છે.

જયપુરની આ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સૌથી જૂની અને અગ્રણી સરકારી તબીબી સંસ્થામાંની એક જ 6,250 બેડની વ્યવસ્થા ધરાવતી હતી.