ડો. કલામનો જન્મ 15 ઓકટોબર 1931 ના તમિલનાડુનાં રામેશ્વરમ સાધારણ પરિવારના આંગણે થયો હતો

સામાન્ય પ્રારંભિક શિક્ષણ બાદ તેમણે સેન્ટ જોસેફ કોલેજમાં ભૌતિક શાસ્ત્ર અને મદ્રાસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં એરોનોટિકસ એન્જિનિયરિંગનો અભ્યાસ પુર્ણ કર્યો

DRDOમાં કારકિર્દીની શરૂઆત કરી, 1969માં  ISROમાં જોડાયા અને  SLV- IIIમાં પ્રોજેક્ટ ડિરેક્ટર બન્યા, 1980માં ભારતે રોહિણી નામનો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો 

1980 માં IGMDP શરૂ કર્યો અને 1998 ના પોખરણ પરમાણુ પરીક્ષણમાં મુખ્ય ભુમિકા ભજવી

2002 માં ડો. કલામ ભારતના 11 માં રાષ્ટ્રપતિ બન્યા તેમનો કાર્યકાળ યુવાનો માટે પ્રેરણાદાયક રહ્યો

‘વિંગ્સ ઓફ ફાયર’ અને ‘ઈન્ડિયા 2020’ જેવા પુસ્તકો લખ્યા જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

1981 માં પદ્મભૂષણ  1990 માં પદ્મવિભુષણ 1997 માં ભારતરત્નથી સન્માનિત કરાયા

આર્થિક મુશ્કેલીઓ છતાં અભ્યાસ ન છોડયો તેમનું આખુ જીવન પ્રેરણાદાયક છે અખબાર વેચવાથી લઇને રાષ્ટ્રપતિ સુધીની તેમની યાત્રા રહી

27 જુલાઈ 2015 ના રોજ IIM શિલોંગ ખાતે ભાષણ આપતી વખતે તેમનું અવસાન થયું હતું અને સમગ્ર રાષ્ટ્ર એ તેમને શ્રધ્ધાંજલિ આપી હતી