ભારતીય ટીમે 339 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો જે ઓસ્ટ્રેલિયાએ આ જ વર્લ્ડ કપમાં ભારત સામે લીગ મેચમાં 330 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.
7 વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા આ વિશ્વકપમાં પણ તમામ મેચ જીતી અને સેમીફાઈનલમાં પહોંચી હતી પરંતુ એલીસ હિલીની ઓસ્ટ્રેલીયન ટીમનો વિજયરથ ભારતીય ટીમે રોક્યો હતો
જીત બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ભાવુક થયેલ હરમનપ્રીતે પણ 89 રનની મજબુત પારી રમી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું