દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અમદાવાદનો અટલ ફુટ ઓવરબ્રિજ

છેલ્લાં ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી

એપ્રિલ 2025 થી ઓકટોબર 2025 દરમિયાન ફકત 7 મહિનામાં જ 8.50 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

અત્યાર સુધીમાં રૂપિયા  27 કરોડથી વધુની આવક

આ પુલની ડિઝાઈન એક અનોખી ડિઝાઈન છે જેમાં એન્જિનિયરીંગની અજાયબી પ્રસ્તુત થાય છે

આ બ્રિજ દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ અમદાવાદ અને ગુજરાત ટુરીઝમને વેગ મળ્યો છે