શું તમે ભારતીય ચલણી નોટો પર શેનું ચિત્ર છે તે જાણો છો...??

ભારતીય ચલણી નોટો  પાંચ જુદા જુદા ચિત્રો છે,  શું કયારેય તમે દરેક મૂલ્યની  નોટોને ધ્યાનથી જોઇ છે...?

10 રૂ ની મૂલ્યની નોટમાં પાછળના ભાગે ઓડિશા રાજ્યના કોર્ણાકનું સુર્ય મંદિરનું ચિત્ર મુકેલુ છે. જે 13 મી. સદીનું હિન્દુ સુર્ય મંદિર છે.

20 રૂ ના મુલ્યની નોટ પર મહારાષ્ટ્રમાં આવેલી ઈલોરાની ગુફાઓનું ચિત્ર છે. જે યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.

50 રૂ ના મૂલ્યની નોટ પર કર્ણાટકનું હમ્પીનું રથ મંદિરનું ચિત્ર દર્શાવેલું છે. તુંગભદ્રા નદીના તટ પર સ્થિત એક સમયની સમૃધ્ધ સંસ્કૃતિનો વારસો દર્શાવે છે.

100 રૂ ના મૂલ્યની નોટ પર ગુજરાત પાટણની રાણકી વાવ દર્શાવાઈ છે. આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી, 27 મીટર ઉંડી છે

200 રૂ ના મૂલ્યની નોટ પર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત સાંચીનો  સ્તુપ દર્શાવાયો છે. જે સમ્રાટ અશોકે ત્રીજી સદીમાં બનાવડાવ્યો હતો.

500 રૂ ના મુલ્યની નોટો પર દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો દર્શાવાયો છે. 1639 માં બંધાયેલા આ કિલ્લો યમુના નદીના કિનારે સ્થિત છે.

શું તમારું કયારેય આપણી ચલણી નોટો પર ગાંધીજી સિવાયના આ ચિત્રો પર ધ્યાન ગયું હતું...?? કોમેન્ટમાં જણાવશો.