પ્રકાશ અને ભક્તિનું શહેર અયોધ્યા દિપોત્સવ 2025..જાણો...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ અયોધ્યા દિપોત્સવ 2025 ની તૈયારી કરી રહ્યું છે
આખા શહેરને દિવા આકારની સુશોભન લાઈટોથી શણગારવામાં આવ્યું છે
આ વર્ષે દિપોત્સવને વિશ્વકક્ષાનો કાર્યક્રમ બનાવવાના સંકલ્પ સાથે અયોધ્યાના રસ્તાઓને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે
રામપથથી ધર્મપથ સુધી દિવાઓની સજાવટના મનમોહક દ્રશ્ય
આ અનોખા દિવાઓની હરોળ દૂરથી મનમોહક લાગે છે, જે દિવસ દરમિયાન સુંદરતા ફેલાવે છે જ્યારે સાંજે દિવાઓની માળા જેવા ઝળકે છે
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મ્યુનિસીપલ કોર્પોરેશન, પર્યટન વિભાગ અને સંસ્કૃતિ વિભાગ સંયુકત રીતે દિપોત્સવની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે
શહેરના દરેક ખુણાને પ્રકાશ અને ભક્તિનું શહેરની થીમથી શણગારવામાં આવ્યું છે
દર વર્ષની જેમ સરકારનું લક્ષ્ય ‘વૈશ્વિક રેકોર્ડ’ સ્થાપિત કરવાનું અને અયોધ્યાની પરંપરાઓ અને ગૌરવને વૈશ્વિક સ્તરે માન્યતા આપવાનું છે