સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અને રાજકિય પક્ષોના નેતાઓ, કાર્યકર્તાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. બધા મતદારો સુધી પહોંચવા લાગ્યા છે. જોકે, આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ છે. કારણકે, તેઓ ઉમેદવારોની કામગિરીનું જાતેજ ઓડિટ કરશે. બાદમાં પસંદગીના ઉમેદવારને મત આપશે. આ વખતે કોઈ જ ભલામણ કે સંબંધ ખાતર મત મેળવવો ઉમેદવારો માટે અઘરો બની જનાર છે. સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણી નજીક આવતાંની સાથેજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાજકિય માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકિય પક્ષ દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ગુપ્ત બેઠકોનો દોર શરૂ થયો છે. મતદારોમાં પણ હવે જાગૃતિ આવી છે. કોઈપણ ચૂંટણીમાં પક્ષ જોઈને નહીં પરંતુ ઉમેદવારનું વ્યક્તિત્વ, લોકપ્રશ્નો ઉકેલવાની ક્ષમતાની ચકાસણી બાદ જ મત આપશે. આથી જે તે પક્ષના નેતાઓ પણ મુંઝવણમાં મૂકાયા છે. કારણકે, ક્યા ઉમેદવારની પસંદગી કરવી, જો યોગ્ય પસંદગી નહીં થાય તો ઉમેદવારનો પરાજય થશે. અને પક્ષની સીટ પણ તૂટશે.
લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપનાર અને પ્રામાણિક, નિષ્ઠાવાન ઉમેદવારને જ મત આપવો જોઈએ. કોઈપણ પક્ષનો ઉમેદવાર હોય જે લોકોના કામ કરવામાં સક્ષમ છે તેમને જ મત આપી વિજયી બનાવવા જોઈએ.ચર્ચાતી વિગતો મુજબ, મતદારો ઉમેદવારોની કુંડળી કાઢશે. જેમાં નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલી વખત લોકોના પ્રશ્નો સાંભળવા ગયા. એ બાબતને ધ્યાને લેવાશે. ઉમેદવારનું નામ નહીં કામગીરી જોઈનેજ મતદાન કરવું જોઈએ. પક્ષ કોઈ પણ હોય પણ ઉમેદવાર અમારા પ્રશ્નો સાંભળી હલ કરી શકે તેનીજ પસંદગી કરીને મત આપીશું. આ પ્રકારના અભિપ્રયો માણેકવાડાના મતદારોએ ઉચ્ચાર્યા હોલવાનો રિપોર્ટ છે.