Connect with us

રાષ્ટ્રીય

સત્યનારાયણ ભગવાનની વર્ચ્યુઅલ કથા!

સુરતમાં શ્લોક બોલાયા અને કેનેડામાં થઇ પુજા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લોકોના જીવનની પરિભાષા બદલાઇ ગઇ છે. સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે અકલ્પનીય પરિવર્તન નોંધાયું છે. લોકડાઉનના કપરા દિવસો દરમિયાન રેગ્યુલર ધોરણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઇન, બિઝનેસની મિટિંગ ઓનલાઇન તો મંદિરમાં પ્રભુના દર્શન પણ ઓનલાઇન કરવાનો નવો શિરસ્તો શરૂ થયો છે.

એકાએક બદલાયેલી દશા અને દિશા વચ્ચે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન સત્યનારાયણ ભગવાનની કથા પણ હવે સાત સમંદર પાર ઓનલાઇન કરાવવાનું શરૂ છે. સુરતના ગોર બ્રાહ્મણે ઘર બેસી કેનેડામાં સ્થાયી થયેલા NRI ગુજરાતી પરિવારમાં સત્યનારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવી છે.

ભારતની જેમ કેનેડામાં પણ કોરોનાની મહામારી અને લોકડાઉનના ગ્રહણ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘરમાં આધ્યાત્મિક માહોલ જળવાય રહે. હિન્દુ દેવી-દેવતાઓની દિવ્યતાનો પ્રકાશ ફેલાયેલો રહે તે માટે મૂળ સુરતી હિરેન અનાજવાલાએ કેનેડા સ્થિત તેમના નવા ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ઓનલાઇન આયોજન કર્યું હતું.

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં કાલે થશે ફિલ્મ ‘નાયક’વાળી, વિદ્યાર્થીની બનશે એક દિવસની સીએમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નં. 120માં બેઠક આયોજીત કરવામાં આવશે. આ સ્વીકૃતિ અને નિર્દેશ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત તરફથી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ બુધવારે મુખ્ય સચિવ ઓમપ્રકાશને એક પત્ર મોકલ્યો. તેમણે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ બાલિકાઓના સશક્તિકરણ માટે એક હોશિયાર વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સૌંપવામાં આવી છે. સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનશે. એક દિવસના કાર્યકાળ દરમિયાન સૃષ્ટિ રાજ્યના વિકાસ કામોની સમિક્ષા કરશે. તે માટે નિયુક્ત વિભાગના અધિકારી વિધાનસભામાં પાંચ-પાંચ મીનિટ પોતાનું પ્રેઝેન્ટેશન આપશે. વિધાનસભા બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આયોજીત થશે.ક્ષ સૃષ્ટિના માતા-પિતાનું કહેવું છે કે, આજે અમને ઘણો ગર્વ છે. દરેક દિકરી એક મુકામ હાંસલ કરી શકે છે બસ તેમનો સાથ આપવાની જરૂર છે. જ્યારે સૃષ્ટિ ગોસ્વામીનું કહેવું છે કે તે માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હરિદ્વારના બહાદરાબાદમાં દૌલતપુર ગામમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી BSM PG કોલેજ, રૂડકીથી BSc એગ્રિકલ્ચરનો અભ્યાસ કરી રહી છે. મે 2018માં બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્ય તરફથી તેમની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષમાં એક બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

એપ્રિલથી બંધ થશે રૂપિયા 5,10 અને 100ની જૂની ચલણી નોટ

RBIના આસી. જનરલ મેનેજરનું એલાન : માર્ચ સુધીમાં જૂની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાશે : માત્ર નવી નોટો જ ચાલશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય રિઝર્વ બેંક તરફથી જુની નોટોને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના આસી. જનરલ મેનેજર બી. મહેશે એલાન કર્યું હતું કે અમે માર્ચ કે એપ્રિલ સુધીમાં 100, 10 અને પ રૂપિયાની નોટોની જુની સીરીઝ પાછી ખેંચી રહ્યા છીએ. રિઝર્વ બેંકના આ એલાન બાદ આ જુની નોટોનું ચલણ આમ લોકો માટે ચલણમાંથી બહાર થઇ જશે.

દેશમાં એકવાર ફરી 2016 નું પુનરાવર્તન થવા જઇ રહ્યુ હોય તેવા સંકેત મળી રહ્યા છે. દેશમાં ફરી પાછી નોટબંધી આવી શકે છે. આ નોટબંધીમાં 100 રૂપિયાની જૂની નોટો બંધ થઇ શકે છે. માર્ચ-એપ્રિલમાં રૂપિયા 100 ની નોટ પરત લેવાનાં 1081 નાં સંકેત છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવાની છે બાકી છે.

પરંતુ સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એપ્રિલથી રૂપિયા 100 ની જુની નોટ ચલણમાં નહીં રહે. આ સાથે 10 અને પ રૂપિયાની જૂની નોટ પણ પરત લેવાઈ શકે છે. એપ્રિલ મહિનાથી 5,10 અને 100ની જૂની નોટો ધીમે ધીમે બંધ થઈ શકે છે. આ જૂની નોટો પાછલા 6 વર્ષથી પ્રિન્ટ કરાઈ છે. જો કે 231નો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આરબીઆઇ 100 રૂપિયા, 10 રૂપિયા અને પ રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે પરત લેવાની યોજના બનાવી રહી છે.

આ માહિતી ભારતીય રિઝર્વ બેન્કનાં સહાયક મહાપ્રબંધક (એજીએમ) મહેશે તા. 22 જાન્યુઆરીનાં રોજ આપી હતી. ભારતીય રિઝર્વ બેન્કનાં સહ્યયક મહાપ્રબંધક (5031) મહેશે બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વકતવ્ય દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, 100 રૂપિયા, 10 રૂપિયા અને પ રૂપિયાની જૂની ચલણી નોટની જૂની સિરીઝ ચલણમાંથી બહાર કરવામાં આવશે. જૂની સિરીઝની નોટ હજુ માન્ય જ છે. પરંતુ માર્ચ અથવા એપ્રિલમાં આ નોટોની કેટલીક સિરીઝને ચલણમાંથી બફાર કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યુ કે, સિક્કાની માન્યતા અંગે જે અફવાઓ ફેલાઈ રહી છે તે અંગે બેંકોએ લોકોને જાગૃત કરવા જોઈએ. બેંકે લોકોને રૂ.10 નાં સિક્કા સ્વીકારતા કરવાની રીત શોધી કાઢવી જોઈએ. આરબીઆઈના સહાથક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને પ રૂપિયાની જૂની સિરીઝ પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ જાફેરાત બાદ આ જૂની નોટોનું ચલણ સામાન્ય લોકોની બહાર રહેશે.

લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (01.318)અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (01.318એ)ની બેઠકમાં સહાયક જનરલ મેનેજર બી.મહેશે આ વાત કહી હતી. બી. મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉધ્રોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્થા બની છે. તેમણે કહ્યું કે, ’બેકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.’ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019 માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી, જેના પર ગુજરાત રાજયના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલ રાણકી વાવની તસવીર આવેલી છે. તે જ સમયે, આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200ની નોટો શામેલ છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણીપંચે ખોંખારો ખાધો

ચૂંટણીમાં મની-મસલ પાવરનો કયાંય પણ દુરૂપયોગ થવા દેવામાં નહિં આવે: સુનિલ અરોરા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓ ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા તથા ચૂંટણી કમિશનરો સુશિલ ચંદ્રા અને રાજીવકુમાર દ્વારા ગઇકાલે શુક્રવારે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે ખોંખારો ખાઇને જણાવ્યું છે કે, ચુંટણીમાં કયાંય પણ મની-મસલનો દૂરૂપયોગ થવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત રાજય સરકારની મશીનરીમાં ગેર ઉપયોગ પર પણ ધ્યાન આપવામાં આવશે. સમગ્ર ચૂંટણી દરમ્યાન કયાંય પણ સીવીક પોલીસ સ્વયંસેવકોની નિયુકતી કરવામાં આવશે નહી.

ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કયાંય પણ નાણાંનો દુરૂપયોગ ન થાય તે જોવા માટે ખર્ચ નિરિક્ષકો યોગ્ય પગલાં લેશે. અત્રે નોંધનીય છે કે,આગામી એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણીની શકયતા છે. આ ઉપરાંત પત્રકારોએ રાજયમાં હિંસાના બનાવો અંગે પૂછતા ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, હિંસાના બનાવોની કેસવાઇઝ સમિક્ષા કરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી દરમ્યાન રાજયમાં કયાંય પણ વાહન રેલીને મંજૂરી આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, રાજય સરકાર દ્વારા બીએસએફ વિરૂધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેને ચૂંટણી પંચે કમનસીબ લેખાવ્યા છે. આ ઉપરાંત ચૂંટણીપંચે રાજયના મુખ્ય સચિવ અને ગૃહસચિવને જણાવ્યું છે કે, રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મિડીયામાં કોઇ પણ પ્રકારની ફેક માહિતી મુકવામાં આવે તે અંગે જરૂરી પગલાં લેવાના રહેશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે, રાજયના મુખ્ય સચિવ તથા ગૃહ સચિવ દ્વારા પંચને ચૂંટણી સંબંધી સુચનાઓના યોગ્ય અમલની ખાતરી આપી છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ