મનોરંજન
અનુષ્કાને લઇ હોસ્પિટલ પહોંચ્યો વિરાટ

પ્રકાશિત
2 weeks agoon
By
ખબર ગુજરાત

અનુષ્કા શર્મા છેલ્લાં કેટલાંક સમયથી પોતાની પ્રસૂતિને લઇને સમાચારોમાં ચમકી રહી છે. કરિના કપૂરની માફક અનુષ્કા પણ એકટિવ દેખાઇ રહી છે. પતિ વિરાટ સાથે તે વધુ સમય વિતાવી રહી છે. અને વિરાટ સ્વાભાવિક રીતે જ અનુષ્કાનું હાલમાં વધુ ધ્યાન રાખી રહ્યો છે.
આ દંપતિ હાલમાં મુંબઇના ખાર પરાંની એક હોસ્પિટલમાં જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેઓની તસ્વીરો વાયરલ થઇ રહી છે. અનુષ્કાની ફેશન સેન્સ અને વિરાટના કેરિંગ નેચરને દર્શાવતી આ તસ્વીરો ચાહકોમાં ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે, અનુષ્કાની પ્રેગનન્સીને લઇને વિરાટ દ્વારા હાલની ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક લેવામાં આવ્યો છે. અનુષ્કાના હાલના ફોટો શુટ પણ ચાહકોમાં ખુબ જ વાયરલ છે. આ ઉપરાંત વિરાટ અનુષ્કાને પ્રસૂતિના સંદર્ભમાં યોગાસનો કરાવી રહ્યો હોય એ પ્રકારની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયું છે.
તમને વાંચવા ગમશે
-
જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ
-
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
-
દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
-
મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ
-
જામનગરના ગુરૂદ્વારા વ્યસ્ત જંકશન પર ધણીધોરી વિના ચાલતો ટ્રાફિક : વાહનચાલકો પરેશાન
-
કે.ડી.જવેલર્સ દ્વારા ‘THE TRUNK SHOW’ એકિઝબીશનનું આયોજન
મનોરંજન
મિર્ઝાપુર ગેરકાયદે શસ્ત્રોનું હબ છે ?!
ઉતરપ્રદેશના કૌશંબીના ભાજપાના સાંસદ ના પાડે છે





પ્રકાશિત
2 days agoon
January 21, 2021By
ખબર ગુજરાત

થોડા મહિનાઓ પહેલાં દેશના મોટાંભાગના યુવાનો અને ફિલમરસિયાઓએ વેબસિરિઝ મિર્ઝાપુરને જોરદાર વેલકમ આપ્યું હતું. કરોડો લોકોને આ વેબસિરિઝ ખૂબ જ ગમી હતી. આ સિરિઝમાં મિર્ઝાપુરને ગેરકાયદે શસ્ત્રોનું હબ દેખાડવામાં આવ્યું હતું. આ સિરિઝનો વિવાદ ઘણો આગળ વધ્યો છે. સુપ્રિમ કોર્ટે આ સિરિઝના વિવાદ સંદર્ભે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન તથા કેન્દ્ર સરકારને નોટીસ આપી છે.
ઉતરપ્રદેશના કૌશંબીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભાજપાના સેક્રેટરી વિનોદ સોનકરે મિર્ઝાપુરના નિર્માતાઓ પર કામ ચલાવવા માંગણી કરી હતી. સોનકરે વેબસિરિઝ તાંડવ સંદર્ભે રાજય સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંને આવકાર્યા છે અને સાથે જણાવ્યું છે કે, મિર્ઝાપુરના નિર્માતાઓ વિરૂધ્ધ પણ પગલાંઓ લેવાં જોઇએ.
સોનકરે પત્રકારોને જણાવ્યું છે કે, મિર્ઝાપુર વેબસિરિઝના નિર્માતા એમેઝોન પ્રાઇમ વિડીયો વિરૂધ્ધ પગલાં લેવા જોઇએ. કારણ કે, આ સિરિઝે મિર્ઝાપુરની પ્રતિષ્ઠાને નુકશાન કર્યુ છે અને લોકોની ભાવનાને દુભાવી છે. સોનકરે એમ પણ કહ્યું છે કે, મિર્ઝાપુર પોતાના કાર્પેટ બિઝનેસ માટે ફેમશ છે. માં વિંધ્યાવાસીની શકિતપીઠનું મથક છે. સિરિઝે આ સમગ્ર જિલ્લાની છબીને બગાડી છે.


ટીવી અને ફિલ્મી પરદાની અભિનેત્રી કરિશ્મા તન્ના ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ ઇમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મિડીયા પર પણ તે ખુબ સક્રિય રહે છે. કરિશ્મા સમયાંતરે અહિ પોતાની ખુબસુરત અને હોટ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેના ફોટોશુટની વધુ કેટલીક હોટ-હોટ તસ્વીરો સામે આવી હતી. સોશિયલ મિડીયા પર તે ખુબ વાયરલ થઇ હતી. તસ્વીરમાં તે માત્ર મરૂન રંગનો શર્ટ પહેરેલી દેખાય છે. ખુલ્લા વાળ તેના અંદાજને વધુ આકર્ષક બનાવે છે. કરિશ્માનું નામ અગાઉ અભિનેતા ઉપેન પટેલ સાથે જોડાયું હતું. પણ બે વર્ષ પછી બ્રેકઅપ થઇ ગયું હતું. કરિશ્મા તાજેતરમાં મ્યુઝિક વિડીયો, ફિલ્મ સૂરજ પર મંગલ ભારીમાં જોવા મળી હતી. ડિજીટલ પ્લેટફોર્મ પર તેની એકશન-થ્રિલર વેબ સિરીઝ બૂલેટ રિલીઝ થઇ છે. જેમાં સની લિયોન પણ તેની સાથે છે. બંનેએ આ સિરીઝમાં શાનદાર કામ કર્યું છે.


નેવુંના દસકમાં અજય દેવગણ, આમિરખાન, અક્ષય કુમાર સહિતના સ્ટાર સાથે સુપરહિટ ફિલ્મો આપનારી અભિનેત્રી આયેશા ઝુલ્કા હવે ફરીથી અભિનય શરૂ કરવા તૈયાર છે. જો જીતા વહી સિકંદર, વકત હમારા હૈ, ખિલાડી, રંગ, સંગ્રામ સહિતની ફિલ્મો થકી ઓળખ ઉભી કરનાર આયેશાએ જો કે એક દસકો પુરો થતાં જ ફિલ્મી પરદે દેખાતી ઓછી થઇ ગઇ હતી. આયેશા કહે છે 2003માં સમીર વાશી સાથે લગ્ન કર્યા પછી બોલીવૂડને અલવીદા કહી દેવું જ યોગ્ય હતું. હવે હું ફરીથી ટીવી પરદે, ઓટીટી અને ફિલ્મોમાં કામ કરવા તૈયાર છું. કેટલીક સ્ક્રિપ્ટ પણ વાંચી રહી છું. મેં નાની ઉમરે જ કામ શરૂ કરી દીધું હતું. મેરેજ પછી નોર્મલ લાઇફ જીવવા ઇચ્છતી હતી. બાળકો હું ઇચ્છતી જ નથી. બીજા કામ અને સામાજીક કાર્યો હું સતત કરતી રહુ છું. એંસીના દસકમાં મેં બ્યુટી કોન્ટેસ્ટ જીતી હતી. એ પછી તસ્વીરો ગૌતમે ઇન્ડસ્ટ્રીમાં મોકલી હતી. મને સલમાન સાથે પહેલી જ ફિલ્મ કુરબાન ઓફર થઇ હતી. પણ ત્યારે ખબર ન હોતી કે આ સફર લાંબી ચાલશે. તારીખોને કારણે રોઝા જેવી ફિલ્મ છોડી દેવાનો આજે પણ અફસોસ છે. પ્રેમ કૈદીમાં બિકીની ન પહેરવી હોવાથી મેં એ ફિલ્મ કરી નહોતી.



જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ


છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ


દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય6 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત