Connect with us

સ્પોર્ટ્સ

વિરાટ હાલમાં વનડે નો શ્રેષ્ઠ બેટ્સમેન : સ્ટીવ સ્મિથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વર્તમાન વર્લ્ડ ક્રિકેટમાં કોણ સૌથી શાનદાર ક્રિકેટર છે તેના પર અનેકવાર ચર્ચાઓ થતી રહે છે. જે બેટ્સમેનોની વાત થાય છે તેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડના કેપ્ટ જોઇ રૂટ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનનું નામ સામેલ હોય છે. જોકે આમાં સૌથી વધારે ચર્ચા સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીની થાય છે. સ્મિથે જોકે વનડેમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકેની ચર્ચા ખત્મ કરવાનો પ્રયત્ન કર્યો છે.

ઑસ્ટ્રેલિયન રન મશીન સ્ટીવ સ્મિથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ સમયે વિશ્વ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ એકદિવસીય બેટ્સમેન ગણાવ્યો છે. આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પછી ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયન પ્રવાસમાં બંને ક્રિકેટરો સામ-સામે હશે. મેદાન પર જબરદસ્ત પ્રતિદ્વંદ્ધીઓ એવા કોહલી અને સ્મિથની વચ્ચે મેદાન બહાર સારા સંબંધો છે. અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમની સાથે ગયેલા સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથેની વાતચીતમાં આ વાત કહી છે.

તેને એક પ્રશંસકે સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેનનું નામ લેવા કહ્યું તો તેણે કોહલીનું નામ લીધું. કોહલીના નામે વનડે ક્રિકેટમાં 59.34ની સરેરાશથી 11867 રન છે. તેના નામે 43 સદી થઈ ચુકી છે અને તે સચિન તેંડુલકરના સર્વાધિક વનડે સદીના રેકોર્ડથી ફક્ત 7 સદી પાછળ છે.

સ્પોર્ટ્સ

IPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગુરુવારે જ્યારે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેના મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો લક્ષ્યાંક આઇપીએલ ટી૨૦ લીગની ૧૩મી સિઝનમાં વિજયનું ખાતું ખોલાવાનો રહેશે. પંજાબની ટીમ પોતાના પ્રારંભિક મુકાબલામાં શોર્ટ રનના વિવાદને ભૂલી જઇને શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ બેંગ્લોરની ટીમે પ્રથમ મેચમાં હૈદરાબાદને ૧૦ રનથી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. બેંગ્લોર પાસે લાંબી બેટિંગ લાઇન-અપ હોવાના કારણે તે રનચેઝ કરવાનો પ્રયાસ કરી શકે છે. બોલિંગમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. સ્નાયુ ખેંચાઇ જવાના કારણે બેંગ્લોરની ટીમને ક્રિસ મોરિસની ખોટ પડશે. પ્રથમ મેચમાં ખર્ચાળ સાબિત થયેલા ઉમેશ યાદવના સ્થાને મોહમ્મદ સિરાઝને રમાડવામાં આવી શકે છે. બેંગ્લોરની ટીમ ઓલરાઉન્ડર મોઇન અલીને રમાડશે તો ડેલ સ્ટેઇનને બહાર બેસવું પડે તેવી સ્થિતિ છે. જોસ ફિલિપને નિષ્ણાત વિકેટકીપર તરીકે રમાડવામાં આવી રહ્યો છે.

પંજાબની ટીમ માટે મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. સુકાની લોકેશ રાહુલ, ગ્લેન મેક્સવેલ તથા નિકોલન પૂરન પાસેથી ઉપયોગી યોગદાનની આશા રાખવામાં આવશે. બિગ હિટર ક્રિસ ગેઇલને બેંગ્લોર સામે રમાડવામાં આવી શકે છે. બોલિંગમાં પંજાબની ટીમ બેંગ્લોર કરતાં વધારે મજબૂત જણાય છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો ?

કરોડોનું ટર્નઓવર ધરાવતી આ ટુર્નામેન્ટથી યુએઇના અર્થતંત્રને જબરો ફાયદો : ભારતને નુકશાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શનિવારથી યુએઇમાં ઇન્ડિયન પ્રિમિયર લિગ (IPL) નો પ્રારંભ થયો છે. દર્શકો ટીવી પર આઇપીએલના મેચની મજા માણી રહ્યા છે. જ્યારે જ્યાં આ મેચ રમાય રહ્યા છે તે સ્ટેડિયમો સાવ ખાલીખમ્મ ભાસી રહ્યા છે. સ્ટેડિયમમાં જતાં બોલને લેવા જવા માટે કોઇ વોલિન્ટિયર પણ નઝર આવતા નથી. ત્યારે ભારતીય દર્શકો અને ભારતીય બુધ્ધિજીવીઓમાં એ પ્રશ્ર્ન ઉઠ્યો છે કે જો તમામ મેચ ખાલી સ્ટેડિયમે જ રમાડવાતા તો ભારતમાં શું વાંઘો હતો ? સૌ કોઇ જાણે છે કે, બીસીસીઆઇ આઇપીએલ પાછળ કરોડોનું ખર્ચ કરે છે. ત્યારે એક રીતે આ ટુર્નામેન્ટને ભારતમાં નહી રમાડીને ભારતીય ઇકોનોમીને જબ્બરુ નુકશાન થયુ છે. બીજી તરફ આ ટુર્નામેન્ટથી યુએઇના અર્થ તંત્રને ખુબજ ફાયદો થયો છે. અને તે પણ આપણા પૈસે !

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આઇપીએલને ભારતમાં રમાડવાની મંજૂરી આપવામાં નહી આવતા બીસીસીઆઇ દ્વારા ટુર્નામેન્ટ યુએઇમાં સીફ્ટ કરવામાં આવી છે. કરોડો અબજોનું આર્થિક ટર્નઓવર ધરાવતી ભારતની આ ટુર્નામેન્ટ ભારત બહાર સીફ્ટ થતાં ભારતીય અર્થતંત્ર અને વ્યવસાયકારોને મોટું નુકશાન થયાનું આર્થિક તજજ્ઞો જણાવી રહ્યા છે. કેમ કે ભારતમાં પણ હવે કોઇ સ્થળે લોકડાઉન અમલી નથી. ત્યારે હાલ યુએઇમાં જે રીતે ખાલી સ્ટેડિયમો સાથે ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે તે રીતે આ ટુર્નામેન્ટ ભારતમાં પણ રમાડી શકાય હોત. જે નિયમો અને પરિસ્થિતિ વચ્ચે યુએઇમાં ટુર્નામેન્ટ રમાય છે. તેનું ભારતમાં પણ ખુબ સરળતાથી પાલન કરાવી શકાયું હોત.
હાલ યુએઇમાં રમાતી આઇપીએલને કારણે ત્યાંના અર્થતત્ર અને જુદા જુદા વ્યવસાયીક ક્ષેત્રને ખુબ જ ફાયદો થયો છે. ખાસ કરીને યુએઇના હોટલ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આ મંદીના સમયમાં કરોડોનો બિઝનેસ મળ્યો છે. આ ઉપરાંત આટલા મોટા પ્રમાણમાં વિશ્ર્વભરના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ યુએઇમાં બે મહિના જેટલું રોકાણ કરનાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આ લોકો ત્યાં શોપિંગ મોલમાં ખરીદી, પ્રવાસન સ્થાનોની મુલાકાત, રેસ્ટોરન્ટની મુલાકાત લેનારા હોય આ ઉદ્યોગોને પણ ખુબ લાભ થશે. આ ઉપરાંત બીસીસીઆઇ યુએઇના જે ત્રણ સ્ટેડિયમોમાં મેચ રમાડી રહી છે. તેનું તોતિંગ ભાડુ પણ યુએઇ સરકારને ચુકવશે. ઉપરોકત તમામ બાબતોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય રહ્યું છે કે ભારત સરકારે આ ટુર્નામેન્ટને ભારતમાં યોજવાની મંજુરી નહી આપીને પોતાના પગ ઉપર જ કુહાડો માર્યો છે. કેમકે કરોડોનો બિઝનેસ જે ભારતીય ઉદ્યોગો અને વ્યવસાયકારોને મળવો જોઇતો હતો તે હવે યુએઇને મળી રહ્યો છે. હા, ભારતમાં લોકડાઉનની સ્થિતિ હોત તો વાત અલગ હતી. પરંતુ દેશમાં અત્યારે લગભગ તમામ સેવાઓ કાર્યરત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ તેમાં ઢીલ આપવામાં આવી રહી છે. ત્યારે હાલ યુએઇમાં જે રીતે ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે તે રીતે તો ભારતમાં પણ એ જ નિયમો સાથે ખુબ સરળતાથી ટુર્નામેન્ટ રમાડી શકાય હોત કેમ કે સ્ટેડિયમમાં પ્રેક્ષકો લાવવાના નથી અને ખેલાડીઓ કોઇને મળવાના નથી. તો આ ટુર્નામેન્ટ ભારતમાં યોજવામાં વાંધો શું હતો ??

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે આજે દુબઈમાં રમાશે. RCBના કેપ્ટન વિરાટ કોહલીની પાસે સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 2016ની ફાઈનલમાં આપેલી હારનો બદલો લેવાની તક છે. ત્યારે વોર્નરે કોહલીને 8 રનથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી. ગત સિઝનમાં RCB સૌથી નીચા 8માં નંબરે રહી હતી. જ્યારે હૈદરાબાદ અલિમિનેટર સુધી પહોંચી હતી.

વિરાટ RCBના સફળ કેપ્ટન છે. તેમણે 110 મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી અને તેમાંથી 49માં જીત અપાવી છે. હૈદરાબાદ સામેની મેચ જીત્યા પછી વિરાટ IPLમાં એક ટીમને 50થી વધુ મેચ જીતાડનાર ચોથા કેપ્ટન બનશે.

આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જીતાડી છે. ધોની એક માત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જીતાડી છે.

હૈદરાબાદમાં વોર્નર સૌથી મોંઘા ખેલાડી છે. ટીમ તેમને એક સિઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. તે પછી ટીમમાં મનીષ પાંડેનું નામ છે, જેમને આ સિઝનમાં 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે RCBમાં કોહલી 17 કરોડ અને એબી ડિવિલિયર્સ 114 કરોડ રૂપિયાની કિંમતની સાથે સૌથી મોંઘો પ્લેયર છે.

હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલુરુમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.

બંનેની વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે. તેમાંથી હૈદરાબાદે 8 અને બેંગલુરુએ 6 મેચ જીતી છે. 1 મેચ કોઈ પણ પરિણામ વગરની રહી છે. ગત બંને સિઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.

હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.

RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડિવિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ