Connect with us

રાજ્ય

કલ્યાણપુરના લાંબા ગામે બે જૂથ વચ્ચે બઘડાટી: બંને પક્ષે સાત શખ્સો સામે ફરિયાદ

છરી તથા કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ થયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામની સીમમાં આવેલી એક કંપનીમાં કામ કરતા બે આસામીના પરિવારજનો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામ- સામા પક્ષે કુલ સાત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમ આવેલા એક વિસ્તારમાં નારણભાઈ રાવલીયા નામના એક આહીર વૃદ્ધ આ વિસ્તારની એક વીન્ડ ફાર્મ કંપનીમાં નોકરી કરતા હોય, જેઠાભાઈ મેરામણભાઈ વરુ નામના આસામી પવન ચક્કીની જગ્યામાં જે.સી.બી. વડે ખોદકામ કરતા હોવાથી ફરિયાદી હમીરભાઈ એ વિન્ડ ફાર્મની જગ્યાએ ખોદકામ કરવાની ના પાડતા આનાથી લાંબા ગામના રહેવાસી જેઠાભાઈ મેરામણભાઈ વરુ તથા તેમની સાથે આવેલા રમેશભાઈ જેઠાભાઈ વરુ અને દીપકભાઈ જેઠાભાઈ તથા દેવાભાઈ મેરામણભાઈ વરુ નામના ચાર શખસો ઉશ્કેરાઇ ગયા હતા અને બિભત્સ ગાળો કાઢી, કુહાડી તથા લાકડી વડે બેફામ માર મારી, ફરિયાદી હમીરભાઈને ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હમીરભાઈ નારણભાઈ રાવલિયા (ઉ. વ. 35, રહે. લાંબા)ની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 324, 504, 506 (2), 114 તથા જી. પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સામા પક્ષે દેશુરભાઈ મેરામણભાઈ વરુ (ઉ. વ. 42, રહે. લાંબા) એ આ જ ગામના હમીરભાઈ નારણભાઈ રાવલીયા, અશોક નારણભાઈ રાવલીયા, રામભાઈ ધનાભાઇ રાવલીયા નામના ત્રણ શખ્સો ફરિયાદીના ભાઈ- ભત્રીજાને પથ્થરના છુટ્ટા ઘા મારી, છરી વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આરોપી હમીરભાઈ અને અશોકભાઈના પિતા ભેલ કંપનીની પવનચક્કીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હોય અને આ કંપનીની પવનચક્કી પાસેની જમીન ફરિયાદી દેસુરભાઈના ભાઈ ઉપયોગ કરવા માટે જે. સી. બી. બંધ કરવા જણાવ્યું હતું. તે બાબતે મનદુખ રાખી ત્રણેય આરોપીઓ ફરિયાદી દેસુરભાઈના ભાઈના ઘર પર પથ્થર વડે ઉપર હુમલો કરી, ભાઈ જેઠાભાઈ મેરામણભાઈ તથા ભત્રીજા દીપક જેઠાભાઈ વરુને બિભત્સ ગાળો કાઢી, ઈજાઓ કર્યાની તથા મારી નાખવાના ઈરાદે છરી વડે ઘા માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 307, 337, 323, 504, 114 તથા જી. પી. એક્ટ. મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી. જી. રોહડિયાએ હાથ ધરી છે.

રાજ્ય

દ્વારકાધીશ-નાગેશ્વર જ્યોતિર્લિંર્ગ નું સાંસદ દ્વારા નિરીક્ષણ

સોમવારથી દર્શનાર્થ માટે મંદિરો ખુલશે: શારદાપીઠના નારાયણસ્વામી સાથે પરામર્શ: ભક્તોને રક્ષણાત્મક દર્શન થાય તે માટે વિચાર વિમર્શ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

poonamben dwarka visit

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સંસદસભ્ય પૂનમબેન માડમએ દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્રોની મુલાકાત લઇ જરૂરી પરામર્શ કરી માહિતી મેળવી હતી

આગામી સોમવારથી સુપ્રસિદ્ધ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલવાના હોય સંસદસભ્ય પૂનમબેન માડમએ દ્વારકા નગરપાલિકા પ્રમુખ, દ્વારકા શહેર ભાજપ અધ્યક્ષ, દ્વારકા પ્રાંત-અધીકારી સાથે દ્વારકા જગતમંદિરની મુલાકાત લઇ શારદાપીઠના  નારાયણસ્વામી સાથે જરૂરી પરામર્શ કર્યો હતો તેમજ સાંસદ પૂનમબેન એનાગેશ્વર જ્યોતિર્લિંગની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતુ આ તકે દર્શને આવનાર સૌ ભક્તજનો ‘કોવિડ-૧૯’ સામેના રક્ષણની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરે તેવો તેમને નમ્ર અનુરોધ કરી સમગ્ર તૈયારીઓનુ અવલોકન કર્યુ હતુ.

વધુ વાંચો

રાજ્ય

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા સફાઇ કર્મચારીઓનું સન્માન

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા સફાઇ કર્મચારીઓનું સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

Covid-19 વૈશ્ર્વિક મહામારીના સમયમાં સમગ્ર વિશ્ર્વમાં વાયરસથી રોગચાળો ફેલાઇ રહેલ છે. સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ જે લોકડાઉનના અને કોરોના વાયરસ ઈઘટઈંઉ-19 ના કપરા સમયમાં ડોકટર્સ, પોલીસ, પેરામેડીકલ સ્ટાફ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવેલ છે. સફાઇ કર્મચારીઓ દ્વારા પોતાને સોંપેલ વિસ્તારમાં ગંદકી તેમજ રોજ-બરોજની સફાઇ ની કામગીરી કરવામાં આવેલ છે. કોરોના વાયરસનું સંક્રમણ ગંદકી તેમજ અસ્વચ્છતાથી ફેલાતું હોય આ સફાઇ કર્મીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવેલ છે.

આ કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ: તેમજ પોલીસ સ્ટાફનું સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ‘કોરોના વોરીયર્સ’ તરીકે બિરદાવીને સારી કારગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષકએ આ કપરા કાળમાં ‘કોરોના વોરીયર્સ’ તરીકે પોતાનું કર્તવ્ય બજાવનાર સફાઇ કર્મચારીઓનું સન્માન કરવાનું નકકી કર્યુ હતું. ડી.વાય.એસ.પી. સમીર શારદા દ્વારા સફાઇ કર્મચારીઓને સન્માન પત્ર આપી તેમને બિરદાવ્યા હતા.

 

રાજેન્દ્ર અસારી પોલીસ અધ્યક્ષ અમદાવાદ ગ્રામ્યએ આખા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, પોલીસ અધિક્ષકની કચેરી અને પોલીસ હેડકવાર્ટર્સમાં કામ કરતાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ કર્મી તરીકે ખુબજ હિંમત, ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવનાર કર્મચારીઓનું તા. 05 ના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ની કચેરી અને તમામ 19 પોલીસ સ્ટેશનમાં અને ટ્રાફીક શાખા ખાતે એક સાથે સન્માન કાર્યક્રમ યોજવાનું નકકી કર્યુ હતું. જેથી કોરોના વાયરસ Covid-19 ની વૈશ્ર્વિક મહામારીનું સંક્રમણ ફેલાતું રોકવા ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન ના સમયમાં પણ સફાઇ કર્મચારીઓએ પોતાના સ્વાચ્છયની ચિંતા કર્યા વગર નિર્ભિક રીતે તેઓને સોંપવામાં આવેલ વિસ્તારને ખંત મહેનતથી સ્વચ્છ રાખીને લોકોને વધુ સુરક્ષા પ્રદાન કરેલ છે. સમાજમાં આ સફાઇ કર્મચારીઓએ કર્તવ્ય નિષ્ઠાથી જે અપ્રિતમ અને કલ્યાણકારી કામગીરી કરી છે. તે કામગીરીને તેમજ તેઓની અવિરત સેવાને બિરદાવવા સારૂ પ્રતિષ્ઠત અને સમાજસેવી નાગરીકોની ઉપસ્થિતીમાં ‘સફાઇ કોરોના વોરિયર્સ’ નું સન્માન કરવાનો અને તેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી તેમજ અમદાવાદ ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલીકા/ મહાનગરપાલીકા/ગ્રામપંચાયતના તેમજ કચેરીના તમામ સફાઇ કર્મચારીઓ જેઓએ આ વૈશ્ર્વિક મહામારીમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર જે ફરજ નિભાવેલ છે તે બદલ તેઓને સન્માનીત કરવા સોશ્યલ ડીસ્ટન્સ સાથે તેઓને ‘સન્માનપત્ર’ અર્પણ કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં કુલ 495 ‘સફાઇ કોરોના વોરિયર્સ’ ને સન્માનપત્ર અર્પણ કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં ડીવીઝન વડાઓ, નાયબ પોલીસ અધિક્ષકો તેમજ પોલીસ સ્ટેશના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યુ તેમજ જરૂરી તકેદારી જાળવવામાં આવી હતી.

આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેલ તમામને કોરોના મહામારી થી લડવા શુભેચ્છા પાઠવીને મુખ્યમંત્રી દ્વારા અપાયેલ ત્રણ મંત્ર 1-હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળું 2-હું સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરથી વાત ભુલીશ નહીં 3- હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઇશ અને સેનેટાઇઝ કરીશ નું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વધુ વાંચો

રાજ્ય

આવકના દાખલાની મુદ્દત 1 વર્ષ લંબાવાઇ

આવકના દાખલાની મુદ્દત 1 વર્ષ લંબાવાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કરતા SEBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર- આવકના દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવાની જાહેરાત કરી છે. જે યુવાનોના આ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રની મુદ્દત 31 માર્ચે પૂરી થઇ ગઇ છે તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી 17 લાખી વધુ લાભાર્થીઓને લાભ મળશે.

SEBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ, આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા 31 માર્ચ 2020ના પૂર્ણ થતી હોય તે આપોઆપ  31-3-2021 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે. આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહીં. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે આવકના દાખલા માટે રાજ્યના 13 લાખ 92 હજાર અને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ માટે 2 લાખ 98 હજાર લાભાર્થીઓ મળી 17 લાખ જેટલા લોકોને લાભ થશે.

લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહીં પડે અને  31 માર્ચ 2020એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે 31-3-2021 સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે. રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે અને તેની કોઇ સમયમર્યાદા નથી તે બાબત પણ યથાવત રાખવામાં આવી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ