Connect with us

ખંભાળિયાના પોલીસ મથકમાં કથિત જુગાર અંગેનો વીડિયો વાયરલ

એલસીબી દ્વારા તપાસ : 25 દિવસ પૂર્વેના વીડિયોથી પોલીસબેડામાં ચકચાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પોલીસ મથકમાં જુગાર અંગેની કાર્યવાહી તથા પોલીસ મથકમાં જ રમતા જુગાર અંગેના વાયરલ થયેલા કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોકે આ વિડિયો પોલીસ દ્વારા જુગારનો અંગે નહીં પણ જુગાર અંગેની કાર્યવાહીનો હોવાની સ્પષ્ટતા સ્થાનિક અધિકારી દ્વારા કરી, આ અંગે એલસીબી પોલીસને આગળની તપાસ સોંપવામાં આવી છે.
ખંભાળિયા પંથકમાં બેફામ થયેલા જુગારી તત્વો સામે અહીંની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રવિવારે એક જુગાર દરોડા બાદ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથકમાં જ જુગાર રમાતો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આના અનુસંધાને અહીંના પી.આઈ. જી.આર. ગઢવીએ જણાવ્યું હતું કે આ વીડિયો આશરે પચીસેક દિવસ પહેલાનો શ્રાવણ માસ દરમિયાન રમાતા જુગાર દરમિયાનનો છે. વીડિયોમાં દર્શાવાતી પત્તાની કામગીરી જુગાર દરોડા પછીની અને ધોરણસર કરવામાં આવેલી કામગીરીનો છે. તેનો વિડીયો કોઈએ ઉતારી અને ટ્વિસ્ટ કરી અને હવે છેક સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
આમ, આશરે 25 દિવસ પહેલાના આ કથિત વિડીયોએ સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. આ વિડિયો અંગેની તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
આ વચ્ચે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા આ વિડીયો બાદ વાયરલ થયેલી અન્ય એક ઓડિયો ક્લિપે પણ ભારે ચર્ચા જગાવી છે.

વિડિઓ

જામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો

જામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

પગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ