Connect with us

રાજ્ય

વિશ્વનું બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનશે વડનગર

વતનનું ઋણ ચૂકવશે વડાપ્રધાન મોદી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત દાયકાની સફર પૂરી કરીને 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભારતને ખ્યાતિ અપાવનારા નરેન્દ્ર મોદી આજે પણ પોતાના વતન વડનગરનું ઋણ ચૂકવવા સતત પ્રયત્નશીલ છે. વડનગરના વિકાસ થકી કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર નરેન્દ્ર મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. આના પરિણામે આગામી દિવસોમાં વડનગર જ નહીં, સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટેના મેગા પ્રોજેક્ટ હવે અમલવારીના આરે છે.વિશેષ ટીમે વડનગર જઈને આ પ્રસંગે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં આવી ઘણી યોજનાઓ પર ચાલતાં કામની વિગતો પ્રાપ્ત કરી છે. હવે એ સમય દૂર નથી કે વડનગરમાં જમીનની અંદર 200 કરોડના ખર્ચે 7 માળ (લેવલ)નું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનશે. વિશ્વમાં ગ્રીસના એથેન્સ બાદ વડનગરમાં બનનારૂં આ બીજું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ હશે. આ ઉપરાંત વડનગરની દંતકથા સમાન ગાયિકાઓ તાના-રીરીની યાદમાં એક સંગીત અકાદમી, યોગની એક અનોખી સ્કૂલ શરૂ કરાશે.એટલું જ નહીં, વડનગરને ઉદયપુરની જેમ ગુજરાતની સૌપ્રથમ લેકસિટી પણ બનાવવામાં આવશે.

નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈએ હેરિટેજ મ્યુઝિયમના પ્રોજેક્ટને સમર્થન આપતાં વાતચીતમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્રભાઈ પોતાના વતનને ભૂલ્યા નથી. માત્ર ભારત જ નહીં, પરંતુ દેશ-વિદેશથી પ્રવાસીઓ વડનગર આવે એ માટે અહીં વિશ્વકક્ષાનું એક હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. આ માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એ માટે રૂ.200 કરોડની ફાળવણી કરાઈ રહી છે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ ‘બિનેથ ધ સર્ફેસ’ એટલે કે જમીનથી અંદરની થીમ પર બનશે, એટલે જ તો એથેન્સ પછીનું આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ બને એ માટેના પ્રયાસો ચાલુ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખીને આ માટે કામ કરી રહી છે. હેરિટેજ મ્યુઝિયમ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ રહી છે અને એનું કામ 2021ની શરૂઆતમાં શરૂ થશે.

વડનગરની બીજી ઓળખ દંતકથા સમાન ગાયિકા બહેનો તાના-રીરીની છે. કહેવાય છે કે અકબરના સમયમાં તાનસેને દીપક રાગ ગાયો હતો. આથી તેના આખા શરીરમાં દાહ ઊપડ્યો. તાનસેનનાં આ શરીર દાહને શાંત કરવા તાના અને રીરીએ મેઘ-મલ્હાર રાગ ગાયો અને વરસાદ પડ્યો. તેનાથી તાનસેનનો શરીર દાહ શાંત થયો. આ વાત અકબર સુધી પહોંચતાં અકબરે બન્ને બહેનોને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું, પણ બન્ને બહેનો એ આમંત્રણ સ્વીકાર્યું નહીં. જેથી અકબરે બહેનોને લેવા લશ્કર મોકલ્યું. જેથી તાના-રીરીએ લશ્કરથી બચવા અગ્નિસ્નાન કરી લીધું હતું. તેમની યાદમાં વડનગરમાં વાર્ષિક તાના-રીરી મહોત્સવ યોજાય છે. આ બંને બહેનાના ગૌરવ સાથે જોડાયેલી વડનગરની ખુમારીને દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ કરવા અહીં એક સંગીત અકાદમી પણ શરૂ કરવામાં આવી રહી છે. આ માટે રૂ.10 કરોડનું ભંડોળ ફાળવાય એવી પણ યોજના છે. આ સંગીત અકાદમીની સાથે આગામી દિવસોમાં એક ફુલ-ફ્લેજડ સંગીત યુનિવર્સિટી પણ શરૂ કરવાનું આયોજન છે. આ માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ યુનિવર્સિટીમાં માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીત જ નહીં, પરંતુ વિદેશી ક્લાસિકલ મ્યુઝિક પણ શીખવવામાં આવશે, જેથી એ દિવસો દૂર નથી કે જ્યારે દેશ-વિદેશથી સંગીત શીખવા ઉત્સુક વિદ્યાર્થીઓ અહીં આવશે.

રાજ્ય

દ્વારકા પોલીસે આંતર જિલ્લા તસ્કર ટોળકીને દબોચી લીધી

ટોળકીના 6 સભ્યની અટકાયત : રાજ્યભરની 20 ચોરીનો ભેદ ઉકેલાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસની એલસીબી શાખાએ 6 સભ્યની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો માલસામાન કબ્જે કર્યો છે. જ્યારે તેમની પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકી સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના એસપી સુનિલ જોશીની સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.એન.ચાવડા તેમજ પીએસઆઇ વી.એમ.ઝાલા તથા તેમની ટીમ ગુનેગારોને પકડી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરાવ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી આગવી ઢબ્બે પુછપરછ હાથ ધરી હતી.

આ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ માત્ર ખંભાળિયામાં જ નહી પરંતુ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા. તાજેતરમાં જ આ ટોળકીએ ખંભાળિયામાં દરબારગઢ પાસે ઘાંચી શેરીમાં આવેલ ફ્રુટના ગોળાઉનમાં વેપારીની નજર ચૂકવી રૂા. 50 હજારની ચોરી કરી હતી. પોલીસે તમામને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી તેમની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરના ગઢકડા ગામના સરપંચના ભાઇ પર ફાયરીંગ

ગઇ મોડીરાત્રે બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરીંગ કરી નાશી ગયા : જુની અદાવત કારણભૂત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઇરાત્રે બાઇક પર આવેલા બે અજ્ઞાત શખ્સો સરપંચના ભાઇ પર ફાયરીંગ કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરપંચના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીન ઓશમાણ સફિયાના ભાઇ ફિરોઝ સફિયા ગઇરાત્રે ગ્રામપંચાયતની ઓફિસમાં પાક નુકશાની અંગેના ઓનલાઇન ફોર્મ ભરતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમણે ગ્રામપંચાયત ઓફિસની સામે પોતાનું બાઇક ઉભુ રાખી બાર બોરની રાયફલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળી ફિરોઝ સફિયા નીચે પડી ગયો હતો. પરિણામે તેને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કામ કરી રહેલા ગામના ઇસ્માલ જુસબ સફિયાને સાથળમાં ગોળીનો છરો વાગતા ઇજા પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંન્ને શખ્સો આંબરડી ગામ તરફ નાસી ગયા હતા. આ ઘટના અંગે ફિરોઝ સફિયાએ પોતાની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલો જુની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના પહેલા ફિરોઝના ભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ આરોપીઓએ તેમના મળતીયા મારફત ફાયરીંગ કરાવ્યું હોવાની આશંકા ફિરોઝે પોલીસ સમક્ષ વ્યકત કરી છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયાના નાયબ મામલતદાર કોરોના સામેનો જંગ હારી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા અને જોડિયા ની મામલતદાર કચેરીમાં ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ પરષોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.57)કે જેઓ 12 દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા, છેલ્લા એક સપ્તાહથી તેની જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લાના સરકારી વર્તુળમાં ભારે ગમગીની છવાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જોડિયાની મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ સંક્રમિત બન્યા હતા. જોડિયાના મામલતદાર પુનિતભાઈ સરપદડીયા, ઉપરાંત નાયબ મામલતદાર અમરીશભાઈ દવે અને નાયબ મામલતદાર રસિકભાઈ પાડલીયા કે જેઓ ત્રણેય કોરોના સંક્રમિત બન્યા હતા અને જોડીયા ની મામલતદાર કચેરી ને બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મામલતદાર પુનિતભાઈ તેમજ નાયબ મામલતદાર અમરીશભાઈ દવે હાલ હોમ કોરોન્ટાઈન થયેલા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ