Connect with us

શહેર

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અંતર્ગત ‘સેવા સપ્તાહ’નો વૃક્ષારોપણથી શુભારંભ કરાવતા સાંસદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વભરમા લોકપ્રિયતા મેળવનાર ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 17 સપ્ટેબરના જન્મદિવસ છે. ત્યારે રાષ્ટ્રભરના આદર્શ સમાન વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા તા. 14 સપ્ટેબર થી 20 સપ્ટેબર સુધી “સેવા સપ્તાહ” દેશભરમા ઉજવણી કરવાનુ નક્કી કરી તે અંતર્ગત અનેક વિધ જનસેવા-પ્રકૃતિ સંરક્ષણ-જનઉત્કર્ષ પ્રકલ્પોના આયોજન નિયત કરાયા છે જેના ભાગરૂપે 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમને સંસદના ચોમાસુ સત્રમા તા. 14 થી નવીદિલ્હી ખાતે ઉપસ્થિત રહેવાનુ હોવાથી તારીખ 13 થી જ જામનગર જિલ્લામા ‘સેવા સપ્તાહ’ઉજવણીના શુભારંભ કરાવવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવી સરાહનીય પહેલ કરી છે. જે માટે વૃક્ષારોપણની તાતી જરૂરિયાતવાળો વિસ્તાર ખાસ પસંદ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાનના રાષ્ટ્રસેવાના સંકલ્પને સાકાર કરવા ‘સેવા સપ્તાહ’ની ઉજવણીના માધ્યમથી ખુબ ઉપયોગી સેવાકાર્યો અને મહત્વના પ્રકલ્પો તબક્કાવાર જન જન ની વચ્ચે જઇ શ્રેષ્ઠ રીતે સાકાર કરવા માટે પ્રોત્સાહન અને ઉત્સાહ પુરા પાડ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 70માં જન્મદિવસની ઉજવણી માટેના ‘સેવા સપ્તાહ’ અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં વૃક્ષારોપણ કરી સંસદસભ્ય પુનમબેન માડમએ ‘ગ્રીન ઇન્ડીયા’ સાર્થક કરવા સૌને આહવાન કરી, સૌને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા આગ્રહ કર્યો હતો અને સેવા સપ્તાહનો ઉત્સાહભર્યા અને ગૌરવભર્યા માહોલમા શુભારંભ કરાવતા જનસેવા-પ્રકૃતિ સેવા-જન ઉત્કર્ષ માટેના પ્રેરણારૂપ પ્રકલ્પ સાકાર થયો હતો તેમ ઉપસ્થિત સૌનો પ્રતિભાવ જાણવા મળ્યો હતો.

આ તકે ‘સેવા સપ્તાહ’ શુભારંભમાં જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનોદ ભંડેરી-જાડાના પુર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા-પુર્વ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી-તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઇ સભાયા-પ્રવિણભાઇ કટેશીયા-મહેન્દ્રસિંહ જાડેજા- પ્રવિણભાઇ ચૌહાણ- અજીતસિંહ જાડેજા- કે.કે.નંદા- કેશુભાઇ તાળા-તાલુકા પંચાયત પ્રમુખ જયુભા જાડેજા- ભનુભાઇ ચૌહાણ-રાજેશભાઇ પરમાર-જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશભાઇ વસરા-જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા હસમુખભાઇ કણઝારીયા- રામજીભાઇ પરમાર-એ.પી.એમ.સી.ડાયરેક્ટર જમનભાઇ ભંડેરી- બેચરભાઇ લખીયર- પંકજભાઇ જાની-મોખાણાના સરપંચ પ્રભાતભાઇ સહિત જિલ્લા ભાજપના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચો વગેરે એ હાજર રહી સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ‘સેવા સપ્તાહ’ ના થયેલા પ્રેરક શુભારંભમાંથી પ્રેરણા માર્ગદર્શન મેળવી ઉત્સાહ સાથે વિવિધ પ્રકલ્પો માટે સજ્જ થયા હતા.

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ