Connect with us

ભયના ઓથાર હેઠળ જામનગરમાં ફરી અધકચરા લોકડાઉનનો સિલસિલો શરૂ

જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી બેકાબુ બનેલા કોરોનાના ભયના ઓથાર હેઠળ શહેરમાં ફરી એક વખત અધકચરા આંશિક લોકડાઉનનો સિલસિલો શરૂ થયો છે. ગ્રેઇનમાર્કેટના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કર્યા બાદ શહેરની ચાંદીબજારના સોની વેપારીઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. પરિણામે આજે સવારથી ચાંદીબજારમાં આવેલી સોની વેપારીઓની દુકાનો બંધ રહી હતી. સ્વૈચ્છિક રીતે કરવામાં આવતા આંશિક લોકડાઉનની અસરકારકતા અને સફળતા પર અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે કોરોના વાયરસ 48 કલાક કરતાં પણ વધુ સમય જીવિત રહી શકતો હોય કલાકોનું આંશિક લોકડાઉન કેટલું સફળ રહે છે. તેને લઇને તજજ્ઞોમાં મતમતાંતર પ્રવરતી રહ્યા છે. એઇમ્સના ડિરેકટર ગુલેરીયા પણ લોકડાઉનને લઇને અગાઉ કહી ચૂકયા છે કે કોરોનાની ચેઇન તોડવા માટે ઓછામાં ઓછા 14 દિવસનું સંપુર્ણ લોકડાઉન અનિવાર્ય છે. આંશિક લોકડાઉનથી કોઇ મોટો ફાયદો થવાનો નથી. માત્ર સાવચેતી અને નિયમોનું ચુસ્ત પાલન જ કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શકે છે. ત્યારે જુદા જુદા સ્થળોએ અને શહેરોમાં કરવામાં આવતાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન પાછળ વૈજ્ઞાનિક આધાર અને સમજણ ઓછી જ્યારે ભયનું પ્રમાણ વધારે હોવાનું પ્રતિપાદિત થઇ રહ્યું છે.

વિડિઓ

LAC પર માઇનસ 40 ડિગ્રીમાં પણ ઓપરેટ થશે ભારતીય ટેન્ક

જુઓ ભારતીય સેનાની તૈયારીનો વિડિયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

રણજીત સાગર ડેમ પર 15 ફૂટ લાંબો અજગર દેખાયો

ફાયર – વનવિભાગ દ્વારા પકડવા કાર્યવાહી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 26-9-2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 26-9-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

ટ્રેન્ડીંગ