Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home રાજ્ય ગુજરાત વેપારીની જાણ બહાર તેના જ મિત્રએ તેની કાર વહેચી નાખી !

વેપારીની જાણ બહાર તેના જ મિત્રએ તેની કાર વહેચી નાખી !

મોડાસા શહેરમાંથી મિત્રતા પર કલંક લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક મિત્રએ પોતાના પિતાની સારવાર અર્થે પોતના વેપારી મિત્રની કાર માંગી હતી અને વેપારીએ કાર આપ્યા બાદ તેની જાણ બહાર તેના મિત્રએ કાર વહેચી નાખી તારાથી થાય તે કરી લે તેવી ધમકીઓ આપી વિશ્વાસઘાત કર્યો હતો. વેપારીએ આ અંગે પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોડાસા શહેરમાં ક્લોથ સ્ટોર્સ ધરાવતા વેપારી યુવક નિલેશ ધનવાણી પાસે તેના મિત્ર અને શહેરની સાબલીયા એસ્ટેટ સોસાયટીમાં રહેતા મિત્ર સિદ્દીક જાકીર હુસૈન એ ૨૦ માર્ચ ૨૦૨૦ના દિવસે તેના પિતા બીમાર હોવાથી અમદાવાદ દવાખાને ડોક્ટરને બતાવવા જવાનું હોવાથી કાર માંગતા નિલેશ ધનવાણીએ તેની વર્ના કાર તેના મિત્રને આપી હતી. સિદ્દીકે રાત્રે કાર પરત કરી દઈશ તેવું જણાવ્યું હતું. પરંતુ બાદમાં રાત્રે નીલેશ ધનવાણીને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પિતાની તબિયત ખરાબ હોવાથી હજી બે-ત્રણ દિવસ અમદાવાદ રોકાવાનું થશે તેમ જાણ કર્યા બાદ કોરોનાની મહામારીને કાબુમાં લેવા લાગુ કરાયેલ લોકડાઉનનો ફાયદો ઉઠાવી લોકડાઉન ખુલે ત્યારે કાર આપું તેવા વાયદા કર્યા રાખતો હતો. અને બાદમાં કાર પરત ન આપતા નીલેશ ધનવાણીએ તપાસ કરતા સામે આવ્યું હતું કે તેના મિત્રએ તેની કાર બારોબાર વહેચી નાખી છે. બાદમાં સિદ્દીકે એવું જણાવ્યું હતું કે મે તારી કાર વહેચી નાખી છે તારાથી થાય તે કરી લે. ગાડીના હપ્તાં ચઢેલ હોઇ અને ઘસારો થયો હોઇ ફરીયાદીએ ખર્ચો માંગતાં આરોપીને ના પાડી દીધી હતી. આ સમગ્ર મામલો પોલીસ દફતરે પહોચ્યો હતો. અને પોલીસે સિદ્દીક વિરુધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

Most Popular