Connect with us

સ્પોર્ટ્સ

આઇપીએલ માટે યુએઇ તૈયાર : દુબઇનું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યુએઈ આઈપીએલની યજમાની માટે તૈયાર છે. અહીં ત્રણ મેદાનો પર ક્રિકેટ રમાશે. દુબઈમાં 24, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. મંગળવારે દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને રોશનીથી સજાવાયું હતું. મુંબઈ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ અબુ ધાબીના શેખ જાએદ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2004માં લગભગ રૂ.100 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું હતું.

બીસીસીઆઈ આઈપીએલ 2020માં સટ્ટેબાજી અને ફિક્સિંગ રોકવા માટે ફ્રોડ ડિટેક્શન સર્વિસ (એફડીએસ)નો ઉપયોગ કરશે. તેના માટે બોર્ડે યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે. એન્ટી કરપ્શન યુનિટ પહેલાથી જ યુએઈમાંછે. સ્પોર્ટ રડાર ફિફા અને યુએફા જેવી મોટી ફૂટબોલ સંસ્થાઓ સાથે પણ કામ કરે છે. કંપની એફડીએસની મદદથી મેચમાં ફિક્સિંગ ઉઘાડું પાડે છે. તેમાં સોફેસ્ટિકેટેડ અલ્ગોરિધમની મદદ લેવાય છે.

સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ

ધોનીનો એવો કયો રેકોર્ડ જે આ મહિલા વિકેટ કિપરએ તોડ્યો જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હીલીએ ટી-20 ઇન્ટર નેશનલમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર ઝડપવાનો એમ.એસ.ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની ટી-20 મેચમાં એલીસાએ આજે વિકેટ પાછળ 92મો શિકાર ઝડપ્યો હતો.જ્યારે ભારતના વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 ઇન્ટરનેશનલમાં 91 શિકાર ઝડપ્યા છે. ધોનીએ આ સિધ્ધિ 98 મેચ રમીને મેળવી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ 114 મેચમાં 92 શિકાર ઝડપીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોની હવે ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિ લઇ ચુક્યો છે. જ્યારે હિલી હજુ ન્યુઝિલેન્ડ સામે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટરો અને અભિનેત્રીઓની વચ્ચે અફેરની ખબર કોઇ નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બન્નેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે.

આઇપીએલ 2020માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નગીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોના શક વિશ્વાસમાં બદલાઇ રહ્યો છે કે શો અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.

આ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શો પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.

અભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાનમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શો 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. તેની સાથે 2 મેચનની સીરીજમાં 237 રન તેના નામે કર્યા.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગુરુવારે જ્યારે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેના મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે તેનો લક્ષ્યાંક આઇપીએલ ટી૨૦ લીગની ૧૩મી સિઝનમાં વિજયનું ખાતું ખોલાવાનો રહેશે. પંજાબની ટીમ પોતાના પ્રારંભિક મુકાબલામાં શોર્ટ રનના વિવાદને ભૂલી જઇને શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ બેંગ્લોરની ટીમે પ્રથમ મેચમાં હૈદરાબાદને ૧૦ રનથી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. બેંગ્લોર પાસે લાંબી બેટિંગ લાઇન-અપ હોવાના કારણે તે રનચેઝ કરવાનો પ્રયાસ કરી શકે છે. બોલિંગમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. સ્નાયુ ખેંચાઇ જવાના કારણે બેંગ્લોરની ટીમને ક્રિસ મોરિસની ખોટ પડશે. પ્રથમ મેચમાં ખર્ચાળ સાબિત થયેલા ઉમેશ યાદવના સ્થાને મોહમ્મદ સિરાઝને રમાડવામાં આવી શકે છે. બેંગ્લોરની ટીમ ઓલરાઉન્ડર મોઇન અલીને રમાડશે તો ડેલ સ્ટેઇનને બહાર બેસવું પડે તેવી સ્થિતિ છે. જોસ ફિલિપને નિષ્ણાત વિકેટકીપર તરીકે રમાડવામાં આવી રહ્યો છે.

પંજાબની ટીમ માટે મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. સુકાની લોકેશ રાહુલ, ગ્લેન મેક્સવેલ તથા નિકોલન પૂરન પાસેથી ઉપયોગી યોગદાનની આશા રાખવામાં આવશે. બિગ હિટર ક્રિસ ગેઇલને બેંગ્લોર સામે રમાડવામાં આવી શકે છે. બોલિંગમાં પંજાબની ટીમ બેંગ્લોર કરતાં વધારે મજબૂત જણાય છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ