Connect with us

શહેર

લાખાબાવળ નજીક નદીમાં બે યુવાનો ડૂબ્યા : એકનો મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં બે યુવાનો મંગળવારે સાંજના સમયે દરેડમાં કારખાને મજૂરી કામ કરી પરત તેના ગામ જતા હતાં તે દરમિયાન રસ્તામાં આવતી નદીમાં ડૂબી જતાં ફાયરના જવાનોએ શોધખોળ આરંભી હતી. આજે બુધવારે સવારથી આ બન્ને યુવાનોની ફાયરના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ અબ્બાસભાઇ નામના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતા અને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરતા અબ્બાસ વલીમામદ અને તેનો ભાઈ ઓસમાણ વલીમામદ લાખાબાવળ જતા હતા ત્યારે પૂલ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા સમયે અકસ્માતે બન્ને ભાઈ પાણીના પ્રવાહમાં તણાયા હતાં તે સમયે હાજી હુશેન નામના યુવાને આ બન્ને ભાઈઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. તેમજ અનેક સ્થાનિક લોકો પણ દોડી આવ્યાં હતાં દરમિયાન આ અંગેની જાણના આધારે ફાયર ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

દરમિયાન ઓસમાણ સલામત રીતે બચી ગયો હતો. પરંતુ હાજી હુશેન (ઉ.વ.35) અને અબ્બાસ વલીમામદ (ઉ.વ.25) નામના બે યુવાનોનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ રાત્રિના બચાવ કામગીરી બંધ કરી હતી અને આજે સવારે ફરીથી જામનગર ફાયર ટીમના જવાનો દ્વારા બન્ને યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સતત ત્રીજા દિવસે પાણીમાં ડૂબી જવાની વધુ એક ઘટના બની હતી. રવિવારે કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં જુદાં-જુદાં બે બનાવોમાં પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતાં. જ્યારે સોમવારે નિકાવા નજીક વધુ બે બાળકો પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યાં હતાં અને મંગળવારે સાંજે લાખાબાવળ નજીક બે યુવાનો પાણીમાં તણાયાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. દરમિયાન જામ્યુકોના વિપક્ષીનેતા અલ્તાફ ખફી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ