Connect with us

રાજ્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ: મુંબઈથી આવેલા માસી ભાણેજ કોરોનાગ્રસ્ત

સપ્તાહ પૂર્વે કાર તથા બાઈક મારફતે આવેલા 17 પરિવારજનો પૈકી બે ને કોરોના 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ ગઈકાલે રવિવારે મુંબઈથી આવેલા એક પરિવારના 17 સભ્યો પૈકી માસી ભાણીને કોરોના હોવાના ગઈકાલે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા સતવારા પરિવારજનો હાલ મુંબઈમાં કોરોનાથી સર્જાયેલી કફોડી હાલતના કારણે વતન પરત ફર્યા હતા.

મુંબઈના થાણા વિસ્તારમાં સ્થાયી થયેલા ચાલીસ વર્ષના એક મહિલા તેમના પરિવારના અન્ય નવ સભ્યો સાથે ગત્ તારીખ 23ના રોજ મોટરકાર મારફતે ખંભાળિયા આવ્યા હતા. તેમની સાથે મુંબઈથી જ ત્રણ મોટર સાયકલમાં અન્ય છ સભ્યો પણ આવ્યા હતા.

મુંબઈના થાણા વિસ્તારમાંથી આવેલા કુલ 17 સભ્યો ખંભાળિયાના ધોરીવાવ વિસ્તારમાં આવેલી એક શાળામાં કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા. આ સભ્યો પૈકી 40 વર્ષીય મહિલા તથા તેમની 9 વર્ષની ભાણીને ગઈકાલે રવિવારે કોરોનાના પ્રાથમિક લક્ષણો એવા તાવ, માથાનો દુખાવો, વિગેરે હોવાથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આ બંનેનું કોરોના અંગેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ ગત્ રાત્રે પોઝિટિવ આવતા આ બન્ને માસી ભાણેજને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારના અન્ય 15 સભ્યોને ધોરિવાવ શાળામાં રાખવામાં કવોરોન્ટાઈન આવ્યા છે.

રાજ્ય

ઓનલાઇન યોજાશે BAPS સંસ્થાનો ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ઘરે બેઠા મળશે પૂ.મહંતસ્વામીના આશીર્વચન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં પાંચમી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઓનલાઈન યોજાશે. ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં નીચે મુજબ મળશે. જે અંતર્ગત ભારતમાં ગુરુપૂર્ણિમા ઉત્સવનો સમય આ મુજબ રહેશે. જે અંતર્ગત : રવિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૩૦, પ્રસારણ માધ્યમ: બી.એ.પી.એસ. વેબસાઈટ https://live.baps.org  દ્વારા વેબ-કાસ્ટિંગ તથા જીટીપીએલ કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫ પરથી થશે.

આ અંગે વિગતો આપતાં BAPSના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે આગામી રવિવારે ગુરુપૂર્ણિમાનાં દિવસે લાઇવ વેબકાસ્ટિંગ અને ટીવી ચેનલ ઉપરથી  ગુરુપૂર્ણિમા મહોત્સવનું જીવંત પ્રસારણ થશે. જે અંતર્ગત ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય તથા સદ્‌ગુરુ સંતો અને વિદ્વાન સંતો દ્વારા પ્રવચનનો લાભ મળશે. સાથોસાથ વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને પગલે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનનાં ઓનલાઇન આશીર્વચનનો લાભ પણ સૌને મળવાનો છે.

તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ દિવ્યતા-ભવ્યતા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશથી ૬૦,૦૦૦ કરતાં વધુ હરિભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. જોકે, આ વર્ષે વર્તમાન વૈશ્વિક કોરોના સંકટને પગલે ઓનલાઇન ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ વિશ્વભરનાં ૧૧૦૦થી વધુ BAPS સ્વામિનારાયણ મંદિરો દ્વારા મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને રાહત સહાય અને સ્વાસ્થ્ય સંબંધી મદદ પણ થઈ રહી છે.

વધુ વાંચો

રાજ્ય

જખૌ નજીક કોસ્ટગાર્ડના ચરસના વધુ 24 પેકેટ મળ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય કોસ્ટગાર્ડ કચ્છના જખૌ નજીક કદીયારી ટાપુ પાસેથી ચરસનાં વધુ 24 પેકેટ શોધી કાઢ્યા છે. ગઇકાલે પેટ્રોલીંગ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનોની ટાપુના વિસ્તારમાંથી ચરસના 24 પેકેટ મળી આવ્યા હતા.

જેની કિંમત 36 લાખ રૂપિયા માનવામાં આવે છે. છેલ્લા એક મહિના દરમિયાન કોસ્ટગાર્ડ તથા અન્ય એજન્સીઓના શોધ અભિયાન દરમિયાન 1200 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયા પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદ

ખંભાળિયા પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા તાલુકામાં આજરોજ શુક્રવારે પુનઃ મેઘરાજાના મંડાણ થયા હતા અને ધોધમાર એક ઈંચ પાણી વરસી ગયું હતું.

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં ભારે ગરમી અને બફારા બાદ આજે બપોરે ઘટાટોપ મેઘાવી માહોલ છવાયો હતો અને ત્રણેક વાગ્યે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે સતત એકાદ કલાક સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે ચાલુ રહેતા એક ઈંચ (26 મી. મી.) પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ 281 મીટર નોંધાયો છે.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટા વરસતાં માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ