Connect with us

મનોરંજન

રાજદ્રોહ કેસ : અભિનેત્રી કંગનાની ધરપકડમાં વચગાળાની રાહત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અભિનેત્રી કંગના રાણાવત ઘણાં સમયથી ચર્ચામાં છે. તેણી વિરૂધ્ધ મુંબઇની વડી અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. રાજદ્રોહના આ કેસમાં વડી અદાલતે તેણીને ધરપકડ વિરૂધ્ધ હાલ પૂરતું રક્ષણ આપ્યું છે. કંગના રાણાવત ઉપરાંત તેણીની બહેન રંગોલી ચંડેલ પણ આ કેસમાં આરોપી છે. બન્ને બહેનો વિરૂધ્ધ રાજદ્રોહ સહિતના ગુનાઓની કલમો અંગે એફઆઇઆર નોંધાઇ હતી. વડી અદાલતે મંગળવારે આ કેસની સુનાવણી દરમ્યાન કહયું છે કે, આઠમી જાન્યુઆરી સુધી આ બન્ને બહેનોની ધરપકડ થઇ શકશે નહીં. અદાલતમાં વધુ સુનાવણી આઠમી જાન્યુઆરીએ રાખવામાં આવી છે અને બન્ને બહેનોને વડી અદાલત સમક્ષ 8મીએ હાજર થવા કહેવામાં આવ્યું છે.

અત્રે નોંધનિય છે કે, આઇપીસીની કલમ 124-એ (રાજદ્રોહ) હેઠળ પોતાની વિરૂધ્ધ નોંધવામાં આવેલી આ ફરિયાદને કંગના દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવી છે. અદાલતે આ કેસની સુનાવણી દરમ્યાન પોલીસને એવો પ્રશ્ન પણ પૂછયો હતો કે, કોઇપણ વ્યકિત સરકારની સાથે અથવા સરકારની નીતિ સાથે સહમત ન હોય અને વિરોધ કરે તો રાજદ્રોહનો ગુનો નોંધી શકાય ?

વડી અદાલતે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, આ અગાઉ પોલીસ દ્વારા આ બન્ને બહેનોને ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા છે. આ બન્ને મહિલાઓનું પોલીસે માન જાળવવું જોઇએ.

આ અગાઉ મુંબઇના બાંદ્રાની અદાલતે પોલીસની આ એફઆઇઆરના અનુસંધાને તપાસનો આદેશ આપ્યો હતો. પોલીસે આ બન્ને બહેનો પર સમાજમાં નફરત અને કોમી તણાવ ફેલાવવાનો આક્ષેપ મૂકયો હતો. પોલીસેે એમ જણાવ્યું હતું કે, આ બહેનોએ સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ મારફત આવો પ્રયત્ન કર્યો હતો.

મંગળવારે કંગના રાણાવત અને તેની બહેન રંગોલીએ પોલીસે નોંધેલી આ ફરિયાદ તથા નીચલી અદાલતે ફરિયાદના અનુસંધાને તપાસનો જે આદેશ આપ્યો હતો તે બન્ને રદ કરવા હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. આ પીટિશનની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ દ્વારા ઉપરોકત અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી.

મનોરંજન

‘તાંડવ’ વેબસિરીઝ મુદ્દે આજે મુંબઇમાં તાંડવ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂતા મારો આંદોલન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સૈફ અલી ખાન  અને ડિમ્પલને ચમકાવતી વેબસિરીઝ તાંડવના વિરોધમાં આજે દેશના આર્થિક પાટનગર મુંબઇમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાંડવ મચાવવામાં આવશે. મુંબઇમાં જુતા મારો આંદોલન શરૂ કરવામાં આવશે.
આ વેબસિરીઝ શુક્રવારે રિલીઝ થઇ છે.  માત્ર 3 દિવસમાં આ સિરીઝ મુદ્દે વિવાદ આગળ વધ્યો છે. મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામકદમે રવિવારે કહ્યું કે સૈફ અલી ખાન વધુ એક વખત એવી વેબસિરીઝનો હિસ્સો બન્યો છે જે સિરીઝ કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
ભારતીય જનતા પાર્ટીના મુંબઇ યુનિટે આજે સોમવારે મુંબઇ ખાતેની એમેઝોનની ઓફિસની બહાર ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યુ છે. મુંબઇ ભાજપાએ સિરીઝના નિર્માતાઓને ચેતવણી આપી છે કે, હિંદુ દેવી-દેવતાઓના અપમાનના દ્રશ્યો દેખાડવાની સિરીઝના નિર્માતાઓ હિંમત ન કરે. આ કાર્યક્રમ પછી મુંબઇના બિકેસી પોલીસ સ્ટેશનમાં નિર્માતાઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. ધારાસભ્યએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમ દરમ્યાન જૂતા મારો આંદોલન ચલાવવામાં આવશે. હવે પછીની ગણતરીની મિનીટોમાં મુંબઇ ખાતે આ આંદોલન શરૂ થઇ રહ્યું છે.

વધુ વાંચો

મનોરંજન

તાંડવ નિહાળવા ધીરજ રાખવી જરૂરી

આ વેબસીરીઝ અંગે જોરદાર ટવીટ્ છતાં સ્લો દેખાય છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સૈફ અલી ખાનની વેબસીરીઝ તાંડવનો ઘણાં ચાહકો લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યાં છે. આ વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ પર અપલોડ થઇ ચૂકી છે. પરંતુ આ સીરીઝ જોવી કે કેમ? તે અંગે લોકો હજૂ વિચારી રહ્યાં છે.

સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા અને સુનિલ ગ્રોવર તેમજ ગૌહરખાન જેવાં અભિનેતા અને અભિનેત્રીઓને લઇને બનાવવામાં આવેલી તાંડવ વેબસીરીઝ જોરદાર પોલીટીકલ ડ્રામા છે. ખુબ મોટો વિષય છે. મિરઝાપૂર, પાતાલલોક અને ઇન્સાઇડ એજ તથા અન્ય વેબસીરીઝ પછી હવે તાંડવ પણ રિલિઝ થઇ ચૂકી છે.

તાંડવમાં પ્રધાનમંત્રીના પુત્રની વાર્તા છે જેનું નામ સમરપ્રતાપસિંહ છે. આ પાત્ર સૈફ અલી ખાન ભજવે છે. આ પાત્ર કોઇપણ ભોગે સતા ઇચ્છે છે. તે ચાલાક, ભ્રષ્ટ અને ખતરનાક પાત્ર ભજવે છે. તેની સાથે સુનિલ ગ્રોવર ગુરપાલના પાત્રમાં છે. જે પોતાના માલિક માટે કાંઇ પણ કરવા તૈયાર છે. તે અતિશય નિર્દય છે.

મુખ્ય પાત્ર સમરપ્રતાપસિંહના પિતા ત્રણ ટર્મથી પ્રધાનમંત્રી છે અને વધુ એક વખત ચૂંટણીમાં વિજય તરફ જઇ રહ્યા છે. પરંતુ પુત્ર સમર ખુદ પીએમ બનવા જાળ બિછાવે છે. પરંતુ એક તબકકે તેની બાજી પલટે છે. તે પોતાની જાળમાં ફસાતો હોય એવું સીરીઝમાં દેખાડવામાં આવે છે પરંતુ પછી તે આ જાળમાંથી નિકળવા ભરપૂર પ્રયાસો કરે છે.

તાંડવની વાર્તા ગૌરવ સોંલકી એ લખી છે. અલી અબ્બાસ ઝફર સીરીઝના ડાયરેકટર છે. સમગ્ર વાર્તા સીરીઝમાં ખુબ જ ધીમે ધીમે આગળ વધે છે.દર્શકની ધીરજની કસોટી થાય છે. સૈફ ખુબ જ અસરકારક રીતે ભુમિકા ભજવે છે. સુનિલનો રોલ અને અભિનય પણ દાદુ છે. આ સીરીઝમાં ડિમ્પલે પણ પોતાની સ્ટાઇલ મુજબ જબરદસ્ત કામ કર્યુ છે. સીરીઝમાં કેટલાંક સાથી કલાકારો પણ સુંદર અભિનય આપી રહ્યા છે.

ડાયરેકટરે બોલીવૂડની સ્ટાઇલથી સીરીઝ બનાવી છે. પુષ્કળ ટવીસ્ટ છે. જો કે, દર્શકે સીરીઝ જોતી વખતે ખુબ જ ધીરજ રાખવી પડશે.

વધુ વાંચો

મનોરંજન

અનુષ્કાની દીકરી જોઈ ?, વિરાટ કોહલીના ભાઈ-બહેને  શેર કરી તસ્વીર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગઈકાલે જ માતાપિતા બન્યા છે. અનુષ્કાએ સોમવારના રોજ દીકરીને જન્મ આપ્યો છે. આ સાથે જ ફેન્સ બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પરંતુ વિરાટ-અનુષ્કાએ હજુ સુધી તેની દીકરીની તસ્વીર શેર કરી નથી.

વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની એક પોસ્ટ શેર કરી છે. જેમાં બાળકીના પગ છે. તેણે કેપ્શનમાં લખ્યું કે એન્જલનું ઘરે દિલથી સ્વાગત છે. પરિવારમાં આપનું સ્વાગત છે. વિકાસ કોહલીએ જે પોસ્ટ અપલોડ કરી છે તેમાં માત્ર બાળકીની એક ઝલક દેખાઈ રહી છે. વિરાટ કોહલીની બહેન ભાવના કોહલીએ પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે,’અમને સ્વર્ગથી એક શાનદાર ભેટ મળી છે. પ્રેમ કરવા માટે એક નાની વહાલી પરી. એક સુંદર નાની પરીની ફઈ બનવા પર ઘણો આનંદ થઈ રહ્યો છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ