ગુજરાત
દ્વારકા નજીક પૂરપાટ જતા ડમ્પરની અડફેટે યુવાનનું કરૂણ મોત
અર્ટિગા મોટરકાર ચાલકે ઠોકરે લેતા અન્ય બે પદયાત્રીઓ પણ ઘવાયા

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

દ્વારકા- ઓખા ધોરીમાર્ગ પર સોમવારે સવારે એક વિચિત્ર અકસ્માતમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે તથા સાથે ચાલીને જઇ રહેલા અન્ય બે યુવાનોને પણ પાછળ આવતી મોટરકારના ચાલકે ઠોકર મારતાં તેઓને ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવ પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામે ખારવા પાડા વિસ્તારમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ રૂપડિયા નામના 22 વર્ષના યુવાન તેમના ભાઈ નિખિલભાઇ ગોવિંદભાઈ રૂપડિયા તથા સુરેશભાઈ રામજીભાઈ વિગેરે સાથે ચાલીને હાઈવે રોડ પરથી વરવાળા જતા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ડમ્પરના ચાલકે રોંગ સાઇડમાં આવી અને પોતાના ડમ્પરથી જયેશભાઈ ગોવિંદભાઈને ઠોકર મારી હતી. આ ટક્કરના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં જયેશભાઈનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માત સર્જી અને આરોપી ડમ્પર ચાલક ડમ્પર સાથે નાસી છૂટ્યો હતો.
દ્વારકા તરફથી આવી રહેલી અન્ય એક જી.જે.3 જેસી 2204 નંબરની અર્ટિગા મોટરકારના ચાલકે પણ તેની મોટરકાર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી અને આ સ્થળે જઇ રહેલા નિખિલભાઇ ગોવિંદભાઈ તથા સુરેશભાઈ રામજીભાઈ નામના ચાલીને જઈ રહેલા અન્ય બે વ્યક્તિઓને પણ પાછળથી અડફેટે લીધા હતા. જેના કારણે તેઓને પણ નાની- મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે નિખિલભાઇ રૂપડીયાની ફરિયાદ પરથી અજાણ્યા ડમ્પર ચાલક તથા અર્ટિગા મોટરકારના ચાલક સામે આઇ.પી.સી. કલમ 304 (અ), 279, 337, 338, તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઇ. જી.જે. ઝાલાએ હાથ ધરી છે.
તમને વાંચવા ગમશે
-
IPL 2021: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની બજાર ડાઉન
-
મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે
-
અમેરિકાના શેરબજારમાં લાલચોળ તેજી
-
મહેસૂલ કર્મચારી સંગઠનના પૂર્વ પ્રમુખની બિનહસાબી સંપતિ કેટલી?!
-
હડતાળ પર ઉતરેલાં આરોગ્ય કર્મચારીઓ કહે છે, સરકારની ધમકીથી ડરતાં નથી!
-
કેન્દ્ર સરકાર બે વર્ષ માટે નવા કૃષિ કાયદાઓ ‘ભુલી’ જવા તૈયાર
ગુજરાત
મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે
ગાંધીનગર કોંગ્રેસ દ્વારા શહેરી વિકાસ મંત્રાલયને રજૂઆત થઇ





પ્રકાશિત
11 hours agoon
January 20, 2021By
ખબર ગુજરાત

મેયર અને કમિશનર ભેગા મળીને ગાંધીનગર મનપામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપોને વધુ ધારદાર બનાવતાં કોંગ્રેસે કોર્પોરેશનનું વિસર્જન કરવા માગણી કરી છે. વર્તમાન મેયર રીટાબેન પટેલની વરણીને બહાલી આપતી સામાન્ય સભાની બેઠક, સ્થાયી સમિતીના વિરોધ વચ્ચે બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ અને મેયરની ભાગીદારીવાળા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે આક્રમક વલણ યથાવત રાખતાં કોંગ્રેસે શહેરી વિકાસ વિભાગને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી કોર્પોરેશનનું વિસર્જન કરવું જોઈએ.
કોંગ્રેસના કાઉન્સિલર પિન્કીબેન પટેલે શહેરી વિકાસ વિભાગના સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં મેયર અને કમિશનર બંને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જીપીએમસી એક્ટનો ભંગ કરીને તેઓ કોઈપણ જાતના ડર વગર ભ્રષ્ટાચાર આચરે છે અને સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મંજૂરી આપે છે. 5-11-2018ના રોજ સામાન્ય સભાનું રીઝલ્ટ ડીકલેર કર્યા વગર જ કમિશનરે હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરવાના નામે મેયરને ઘોષિત કર્યા હતા, જે ગેરકાયદે છે.
પિન્કીબેને બીજા મુદ્દા અંગે લખ્યું છે કે, મેયરનું પોતાનું બિલ્ડિંગ સે-11માં આવેલું છે, વારંવાર રજૂઆત કરવા છતાં તેની કોઈપણ પ્રકારની માહિતી અપાતી નથી. જો કે વિકાસ પરવાનગી રદ થવા છતાં કમિશનરની રહેમ નજર હેઠળ બિલ્ડિંગનું કામ પૂરું થયું છે. જી+7ની જગ્યાએ જી+11નું બાંધકમ ગેરકાયદે છે, પરંતુ તેને રોકવા કોઈપણ નોટિસ અપાઈ નથી. આ બાબત પણ જીપીએમસી એક્ટનો ભંગ કરે છે. સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સ્થાયી સમિતીએ રદ કરી છે. એટલું જ નહીં, ચેરમેન તથા 9 સભ્યોએ ત્રણથી વધુ વખત આ બાબતે લેખિતમાં જાણ કરી હોવા છતાં જીપીએમસી એક્ટનું મનસ્વી અર્થઘટન થાય છે. સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મેયર મંજૂરી આપે છે અ કમિશનર તેનું ટેન્ડર કરી મંજૂરી આપે છે.આમ, કરવાના તેમના પાવર નથી. જેથી જીપીએમસી એક્ટની કલમ 452 મુજબ રાજ્ય સરકારે તેનું વિસર્જન કરવું જોઈએ. આ બાબતે ઝડપથી તપાસ કરી નિર્ણય લેવા બાબતે શહેરી વિકાસ વિભાગના સચિવને પુરાવા સાથે રજૂઆત કરાઈ છે.
ગુજરાત
હાઇ-વે પરના ઢાબાનો મેનેજર પેટ્રોલ ચોરીમાં ઝડપાયો!
વલસાડ હાઇ-વે પરના પ્રખ્યાત રાજપૂરોહિત ઢાબામાં કાવતરું ઘડાતું





પ્રકાશિત
13 hours agoon
January 20, 2021By
ખબર ગુજરાત

સુરતના હજીરાથી દમણ પંપ ઉપર પેટ્રોલની ડિલિવરી આપવા જતાં એક ટેન્કરને વલસાડ સરોણ હાઇવે પર ઉભું રાખી આચરાતું પેટ્રોલ ચોરીનું કૌભાંડ રૂરલ પોલિસે ઝડપી પાડ્યું હતું.આ ટેન્કરને હાઇવે પર આવેલા રાજપુરોહિત ઢાબાના કમ્પાઉન્ડમાં ઉભું રાખી પેટ્રોલ ચોરી કરતાં 4 જણાને દબોચી લેવાયા હતા.પોલિસે ટેન્કરના ડ્રાઇવર,ક્લીનર,ઢાબાના મેનેજર અને એક અન્ય ઇસમને ઝડપી ચોરીના 20 લિટર પેટ્રોલ,મોબાઇલ સહિત કુલ રૂ.13,300નો મુ્દ્દામાલ કબજે કર્યો હતો.આ સાથે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.
વલસાડ તાલુકાના સરોણગામની સીમમાં હાઇવે ઉપર રાજપૂરોહિત ઢાબાના કમ્પાઉન્ડમાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ ચોરીની માહિતી મળતાં સાંજે 6.30 વાગ્યાના સુમારે રૂરલ પોલિસ મથકના એએસઆઇ નરેશ ભગુભાઇ,હેડ કોન્સ્ટેબલ વિપુલ કરસનભાઇ સાથે જીપ લઇ સરોણ પાસે સુરતથી મુંબઇ જતા રોડની બાજૂમાં આવેલા રાજપુરોહિત ઢાબા પર પહોંચતા ભૂરા અને સફેદ કલરનું એક ટેન્કર ઢાબાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું જોવા મળ્યું હતું. ટેન્કરના આગળના ભાગે 4 ઇસમ નજરે પડ્યા હતા.ટેન્કરના ઉપરના ભાગે ઢાંકણ ઉંચું કરી અંદર પાઇપ લગાવી પેટ્રોલ કાઢી રહ્યા હતા.પોલિસે તાત્કાલિક દોડીને આ ઇસમોને ઝબ્બે કરી પંચના માણસો રૂબરૂ પૂછપરછ શરૂ કરી હતી.
જેમાં ડુંગરી નવીનગરી હિરાલાલ પટેલના મકાનમાં રહેતા મૂળ ભીલવાડા, ઘેલેવા પોસ્ટ, રાજસ્થાનના રહીશ અને ઢાબામા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાય શર્મા, રાજપુરોહિત હોટલના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત,ઉધનામાં રહેતા અને મૂળ જોનપુર, યુપીના રાકેશ શ્યામરાવ યાદવ, ક્લીનરઅને સંતોષ દેવનારાયણ પાલ ડ્રાઇવરને પોલિસ તાબામાં લેવામાં આવ્યા છે.કોવિડ-19ના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.ો
તેમની અટક બાદ રૂરલ પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જિલ્લાના છેવાડાની ભીલાડ-મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પણ ઘણા સમયથી ઓઇલ ચોરીનું રેકેટ ચાલતુ હોવાની વાત નવી નથી. અહીં પણ પોલીસે વોચ ગોઠવવી જોઇએ.આરોપીઓ પાસેથી 4 મોબાઇલ, પાઇપ, ગરણી, ટોમી કબજે : રૂરલ પોલિસે ચારે આરોપીઓ પાસેથી 4 મોબાઇલ, પ્લાસ્ટિકનો પાઇપ, ગરણી, કેરબા, 20 લિટર પેટ્રોલ અને લોખંડની ટોમી કબજે લીધી હતી.
આ કૌભાંડમાં પકડાયેલા ઉધનાના રહીશ સંતોષ પાલની પૂછપરછમાં પોલિસને જણાવ્યા મુજબ સુરત હજીરાના ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.થી પેટ્રોલ અને ડીઝલ ટેન્કરમાં ભરી ઓર્ડર મુજબ પેટ્રોલ પંપ સુધી ડિલિવરી કરે છે.ટેન્કર ડ્રાઇવર અને ક્લીનર રાજરપુરોહિત રાજસ્થાની ઢાબાના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત તથા તેમા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાયના સંપર્કમાં હતા.
આરોપી સંતોષ પાલે પોલિસ પુછપરછમાં જણાવ્યું કે, ઢાબાના મેનેજર પુખરાજ રાજપુરોહિત અને કર્મચારી નારાયણ ઉપાધ્યાય પાસેથી ટેન્કરમાંથી પેટ્રોલ કાઢવા લોખંડની ટોમી લીધી હતી.આ ટોમી વડે ટેન્કરના ઉપલા ઢાંકણને બળથી ઉંચું કરી તેમાં પ્લાસ્ટિકનો પાઇપ નાંખી પેટ્રોલ કાઢી કેરબામાં ભરી ઢાબા મેનેજર પુખરાજને એક કેરબામાં 20 લિટર કાઢી આપતા જેના રૂ.1 હજાર આપતા હતા.
ગુજરાત
ગુજરાતના કયા જિલ્લામાં 18 કરોડની ડાંગર અને 3 કરોડની બાજરીની ખરીદી થઇ?
ગુજરાતના કયા જિલ્લામાં 18 કરોડની ડાંગર અને 3 કરોડની બાજરીની ખરીદી થઇ?





પ્રકાશિત
13 hours agoon
January 20, 2021By
ખબર ગુજરાત

આણંદ જિલ્લામાં 16 ઓક્ટોબર 2020થી ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ડાંગરની ખરીદી કુલ 7 કેન્દ્રો આણંદ ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, ખંભાત અને તારાપુર થાય તથા બાજરી ખરીદી કુલ પાંચ કેન્દ્ર આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત અને તારાપુર ખાતે થાય છે. અત્યાર સુધી કુલ 2893 ખેડૂતો પાસેથી 10471 મેટ્રિક ટન ડાંગર તથા 640 ખેડૂતો પાસેથી 1432 મેટ્રિક ટન બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. ડાંગરની ખરીદીમાં રૂા. 18.11 કરોડનું તથા બાજરીની ખરીદીમાં રૂા. 2.94 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
ડાંગર માટે પ્રતિ મેટ્રિક ટન રૂ.1868 તથા બાજરી માટે પ્રતિ મેટ્રિક રૂ. 2150 ભાવ નક્કી થયેલ છે. ડાંગર માટે હેકટર દીઠ 2380 કિ.ગ્રા. તથા બાજરી માટે 1781 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ની મર્યાદામાં ખેડૂતો પાસે જથ્થો ખરીદી કરવાનું નક્કી થયેલ છે જે અંતર્ગત ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને મેસેજથી જાણ કરી ક્રમ અનુસાર ખરીદી કરવામાં આવે છે આણંદ જિલ્લામાં ડાંગરની ખરીદી માટે કુલ 4183 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તથા બાજરીની ખરીદી માટે 905 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા મેનેજર (ગ્રેડ-1) ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નક્કીથયા મુજબ આણંદ જિલ્લાના કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે તથા ખેડૂતોને ડિજિટલ પેમેન્ટ ના માધ્યમથી તેઓના બેંક ખાતામાં સીધું જ પેમેન્ટ કરવા આવે છે જે અંતર્ગત ડાંગરની ખરીદીમાં રૂા. 18.11 કરોડનું તથા બાજરીની ખરીદીમાં રૂા. 2.94 કરોડ મળી કુલ રૂા. 21 કરોડનું ચુકવણું ખેડૂતોના ખાતામાં ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પોષણ ક્ષમ ભાવો નક્કી થતાં ચાલુ વર્ષે કોરોના કાળ માં ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ડાંગર અને બાજરીનું સરકારી કેન્દ્ર પર વેચાણ કરવામાં આવેલ છેવર્ષ 2019-20માં 1371 મેટ્રીક ટન ડાંગરની ખરીદી થઇ હતી જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 10471 મેટ્રીક ટન ડાંગરની ખરીદી થઇ ચુકી છે. જે ગત વર્ષની સરખામણીમાં આઠ ગણી વધુ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદીની મુદત તા.31-12-2020 સુધી હતી જે ખેડૂતોની સંખ્યા અને ખરીદીને ધ્યાનમાં રાખી તા.31-01-2021 સુધી લંબાવવામાં આવેલ છે.


IPL 2021: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની બજાર ડાઉન


મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે


અમેરિકાના શેરબજારમાં લાલચોળ તેજી


જામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા


જામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની


12 મા માળેથી મોતની છલાંગ લગાવી યુવકે પડતુ મૂક્યું


રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા યોજના અંગે માહિતી આપતાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી હકુભા જાડેજા


શિવરાજપુર બીચ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રવાસી સુવિધાઓનું ખાતમૂહુર્ત


શીખ સમુદાય દ્વારા શ્રી ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગોવિંદસિંઘ જન્મજયંતિની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
જામનગર4 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
રાજ્ય6 days ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
વિડિઓ4 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર2 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી