Connect with us

રાષ્ટ્રીય

આજે સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લુ સ્કાય મનાવાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનામાં દુનિયાના તમામ દેશોએ વર્ષો પછી તદ્દન સ્વચ્છ અને વાદળી આકાશ જોયું હતું. લૉકડાઉનના પ્રારંભિક દિવસોમાં પંજાબ અને ઉત્તર પ્રદેશનાં મકાનોના ધાબા પરથી હિમાલયના શિખરો દેખાવા લાગ્યા હતા. સડકો પર વાહનોનું પરિવહન અને ઔદ્યોગિક ગતિવિધિઓ ઘટવાને કારણે આમ થયું હતું. દુનિયાના તમામ દેશોમં કારોના બદલે લોકોએ સાઈકલ ચલાવાનું શરૂ કર્યું છે. તેના અંગે યુનાઈટેડ નેશન્સ(યુએન)એ પ્રથમ વખત 7 સપ્ટેમ્બરને ‘ઈન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લ્યૂ સ્કાય’ તરીકે મનાવવાની જાહેરાત કરી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ આ વિસેષ દિવસે સોમવારે એક વીડિયો સંદેશો આપશે. જેમાં તેઓ વાયુ પ્રદુષણ રોકવા માટે પર્યાવરણ ધોરણો, નીતિઓ અને કાયદાઓ લાગુ કરવા, અશ્મિભૂત ઈંધણ પર સબસિડી સમાપ્ત કરવા, ક્લીન એનર્જી માટે ઈન્ટરનેશનલ સહયોગ અને વિકાસશીલ દેશોને અશ્મિભૂત ઈંધણ આધારિત પ્રોજેક્ટોને ક્લીન એનર્જીમાં બદલવા પર ભાર મુકવાનો આગ્રહ કરશે. ઈન્ટરનેશનલ ફોરમ ફોર એન્વાયર્નમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ટેક્નોલોજી (આઈ-ફોરેસ્ટ)ના મુખ્ય કાર્યકારી અધિકારી ચંદ્રભૂષણે કહ્યું કે, ‘ક્લીન એર ડેનું મહત્ત્વ ભારત માટે સૌથી વધુ છે. ભારત વાયુ પ્રદૂષણથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આંકડા મુજબ દેશમાં આજે 90 કરોડ ટન કોલસો, 40 કરોડ ટન બાયોમાસ, 20 કરોડ ટન તેલ અને 5 કરોડ ટન ગેસની ઊર્જાનો વપરાશ છે. એટલે કે, આજે 80-85% ઊર્જા કોલસા અને બાયોમાસથી મળે છે. આ જ વાયુપ્રદૂષણનાં મોટા કારક છે. ભારતે ઈ-વ્હીકલ તરફ ઝડપથી આગળ વધવું જોઈએ’.

રાષ્ટ્રીય

ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેનની વિજ્ઞાપનકારોને અપીલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એનબીએના ચેરમેન રજત શર્માએ કહ્યું છે કે, અમે પત્રકારોના એ વિડીયો જોયા છે. જેઓ સાક્ષીઓને પરેશાન કરે છે, એજન્સીઓએ જેઓને પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓની પાછળ દોડતાં પત્રકારોના વિડીયો પણ જોયા છે. અમે પત્રકારોને ઓનએર અયોગ્ય શબ્દોનું પ્રયોગ કરતાં પણ જોયા છે. કોઇથી એ છૂપું નથી કે કોણ શું કરી રહ્યું છે ?

સમાચારના નામે મર્યાદાઓ ઓળંગી રહેલી સમાચાર ચેનલો પર સતત વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. દેશની કેટલીક ટોચની જાહેરાત કંપનીઓએ ચેનલોએ આ પ્રકારના વાતાવરણ બનાવવાથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. એનબીએના ચેરમેન રજત શર્માએ આ મુદા પર કહયું છે કે, સમાચારના નામ પર કેટલીક ચેનલો ડ્રામા દેખાડી રહી છે. આ બાબત માત્ર સમાચાર ચેનલોના હિતની વિરૂધ્ધ નથી. પરંતુ સમાજ માટે પણ આ બાબત અયોગ્ય છે.

એક ઈન્ટરવ્યુમાં શર્માએ જણાવ્યું છે કે, અમે જાહેરાત આપતી એજન્સીઓ અને પ્રતિષ્ઠિત બ્રાન્ડોને આવી નફરત ફેલાવતી ચેનલોથી દુર જતી પણ જોઇ છે. શર્માએ કહયું કે, અમે સુપ્રિમકોર્ટમાં એનબીએ માટે વધુ સત્તાની માંગણી કરી નથી. પરંતુ તમામ સમાચાર ચેનલો નકકી કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરે એવું અમે ઇચ્છીએ છીએ. ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડ એસોસિએશન ધારે તો ઝેરી કન્ટેન્ટને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. પરંતુ સમસ્યા એ છે કે, જે ચેનલો સ્કેનર હેઠળ છે તે ચેનલો એનબીએની સભ્ય નથી. આ ચેનલો એનબીએસએના દાયરામાં પણ નથી આવતી. અમે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે, તમામ ચેનલોએ એનબીએસએની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઇએ. કેટલીક ચેનલો લોકોનું ધ્યાન ખેંચવા માટે હાઇવોલ્ટેજ ડ્રામા કરે છે અને પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે. દુનિયાભરમાં આપણે જોયું છે કે, આ પ્રકારની ચેનલોથી પ્રતિષ્ઠિત વિજ્ઞાપનદાતાઓ દુર રહે છે. તોજતરમાં સમાચારોનુ જે રીતે કવરેજ થઇ રહયું છે તે માત્ર ટીવી ઇન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. સમાચાર ચેનલો અને વિજ્ઞાપનદાતાઓની દેશ પ્રત્યે જવાબદારીઓ છે. આપણે અમુક લોકોને એ અનુમતિ ન આપી શકીએ કે, તેઓ લોકોને ટાર્ગેટ કરે, દરરોજ ઝેર ઓકે અને પછી બચી પણ જાય.

લોકતંત્રની ચોથી જાગીર હોવાના કારણે મીડિયા દેશના બંધારણ સાથે જોડાયેલું છે. દેશના વાતાવરણને કલુષિત કરવાની કે, બે સમુદાયો વચ્ચે અંતર ઉભું કરવાની અનુમતી કોઇને નથી. પત્રકારોએ આચારસંહિતાનું પાલન કરવું જોઇએ અને મીડિયા ટ્રાયલથી દૂર રહેવું જોઇએ. પત્રકારોને કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો પરવાનો નથી. એમ રજત શર્માએ ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

અનલોક-5 ની ગાઇડલાઇન જાહેર: શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્યસરકાર પર છોડાયો

અન્ય કઇ-કઇ છૂટછાટો આપવામાં આવી એ જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ 15 ઓકટોબરથી દેશભરમાં 50 ટકા ક્ષમતા સાથે સિનમા, થિએટર અને મલ્ટીપ્લેક્સ ખોલી શકાશે. જ્યારે શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય જે-તે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.

15 ઓક્ટોબર પછી આ રીતે અમલ થશે

  • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
  • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
  • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
  • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
  • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
  • હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
  • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
  • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
  • હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
  • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
  • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

109 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય શરૂ : શિયાળો રહેશે સામાન્ય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં હવે ચોમાસું વિદાઈ લઈ રહ્યું છે. આ વર્ષે ગત વર્ષની જેમ સામાન્યથી વધારે વરસાદ પડ્યો. છેલ્લા 120 વર્ષોમાં આ 19મું વર્ષ છે જ્યારે 109% કે તેનાથી વધારે વરસાદ દેશના જુદાં-જુદાં ભાગમાં પડ્યો છે. 61 વર્ષ બાદ એવું થયું છે કે સતત બે વર્ષો સુધી ચોમાસામાં વરસાદ સામાન્યથી વધારે નોંધાયો હોય.

ગત વર્ષે 2019માં 110%થી વધારે વરસાદ નોંધાયો જ્યારે 2020માં વરસાદનો આંકડો 109% રહ્યો. આ પહેલા વર્ષ 1958માં 109.8% અને 1959માં 114.3% વરસાદ નોંધયો હતો. આ સિવાય 1916માં 110% અને 1917માં 120%થી વધારે વરસાદ નોંધાયો હતો.

આ વખતે દેશના 36માંથી 31 સબ ડિવિઝનમાં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો. ચાર મહિના રહેલા ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં 27% વરસાદ નોંધાયો. આ વખતે ચોમાસાની વિદાય 11 દિવસ મોડી થઈ છે. સામાન્યપણે 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થઈ. આ વર્ષે ચોમાસાની વિદાય પ્રક્રિયા 28 સપ્ટેમ્બરના રાજસ્થાન અને પંજાબમાંથી શરૂ થઈ. સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ 15 ઓક્ટોબર છે.

જુલાઈમાં બંગાળની ખાડીમાં મોનસૂન ડિસ્ટર્બન્સ પેદા નહી થવાના કારણે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગે જાણકારી આપી કે ઓગસ્ટના અંતમાં પેસિફિક મહાસાગરમાં નબળું લા-નીના અને જુલાઈથી હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ IOD બનેલું છે. વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર સધી આ સ્થિતિ બની રહેવાની સંભાવના છે. તેથી આ વર્ષે ઠંડી સામાન્ય રહેશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ