Connect with us

શહેર

આજે પ્રથમ નોરતું ર્માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ : શૈલપુત્રી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃતશેખરામ્ !
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ !!

મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં ‘શેલપુત્રી’નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થવાને કારણે તેમનું નામ ‘શૈલપુત્રી’ પડયું હતું. વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે.

પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની ક્ધયાના રૂપે અવતર્યાં હતાં. ત્યારે તેમનું નામ ‘સતી હતું. તેમનો વિવાહ ભગવાન શંકરજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા. પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા. સતીએ જયારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઇ ઉઠયું. તેમણે પોતાની આ ઇચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોને વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ‘પ્રજાપતિ દક્ષ કોઇ કારણવશ આપણા પર રૂષ્ઠ છે. પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞભાગ પણ તેમને સમર્પિત કર્યા છે. પણ આપણને જાણીજોઇને બોલાવ્યા નથી. કોઇ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતમાં તમારૂ ત્યાં જવું કોઇ પણ રીતે શ્રેયસ્કર નહીં ગણાય.’ શિવજીના આ ઉપદેશથી સતીને કઇ પ્રબોધ ન થયો પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઇને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઇ પણ રીતે ઓછી થઇ નહિ. તેમનો પ્રબળ આગ્રહ જોઇ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.

પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઇ પણ તેમની સાથે આદરક અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોનાં મોં ચઢેલાં છે. કેવળ તેમની માતાએ સ્નહેથી તેમને હૃદય સરસા ચાંપ્યાં. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો કલેશ પહોંચ્યો. તેમણે એ પણ જોયું કે ત્યાં ચતુર્દિક ભગવાન સદાશિજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઇક અપમાનજનક વચનો પણ કહ્યાં. આ બધું જોઇને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તથી ઉઠયું. તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.

તેઓ પોતાના પતિ ભગવાન શંકરનાઆ અપમાનને સહી ન શકતાં. યોગાગ્નિ દ્વારા પોતાના તે રૂપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાંખ્યું. વજ્રપાત જેવી આ દારુણ-દુ:ખદ બીના સાંભળી શંકરજીએ ક્રોધિત થઇ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો.

સતીએ યોગાાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે ‘શૈલપુત્રી’નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદ્ની એક કથાનુસાર તેમણે હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.

‘શૈલપુત્રી’ દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીનાં અર્ધાંગના બન્યાં. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શકિતઓ અનંત છે. નવરાત્રિપૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવેછે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂળધાર’ચક્રમાં સ્થિત કરેછે. અહીંથી જ એમની યોગસાધનનાનો પ્રારંભ થાય છે.

શહેર

જામનગર શહેરમાં તરૂણની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા તરૂણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અરેરાટીજનક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9/1 માં રહેતા નિલેશભાઈ પરમાર નામના યુવાનનો પુત્ર નિહાર (ઉ.વ.14) નામના તરૂણે મંગળવારે સવારના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર અગાસીની સીડી સાથે લોખંડની સાકળ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. પી.એફ.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

યુવાન વેપારી સાથે સંબંધ રાખવા મહિલા દ્વારા પત્ની અને માતાને ધમકી

વેપારીના ઘરે અને દુકાને જઈ અવાર-નવાર હેરાન પરેશાન કરતી મહિલા : લગ્ન કર્યાનો ખોટો આરોપ નાખી ફસાવવાનો પ્રયાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારી યુવાન સાથે એક મહિલાએ ધરાર સંબંધ રાખવા વેપારી સાથે લગ્ન થયાનો ખોટો આરોપી નાખી ફસાવી અને વેપારીની પત્ની તથા માતાને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 22 મા રહેતા વેપારી ધર્મેન્દ્રભાઈ નામના યુવાનની દુકાને તેમજ ઘર પાસે જઇ ચેતનાબેન ઈલસાણિયા નામની મહિલા અવાર-નવાર હેરાન પરેશાન કરતી હતી અને વેપારી યુવાનને ધરાર સંબંધ રાખવાનું કહેતી હતી તેમજ મહિલા યુવાનના ઘરે જઈ તેની માતા અને પત્નીને અપશબ્દો બોલી યુવાન સાથે લગ્ન થયાનો ખોટો આરોપ નાખી ફસાવવાનો પ્રયાસ કરતી હતી તેમજ માતા અને પત્નીને યુવાન સાથે નહીં રહેવા માટે ધમકી પણ આપતી હતી. મહિલા દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને વેપારી યુવાને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે રણજીતનગર વિસ્તારમાં રહેતી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરમાં મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કરતા બે નરાધમો

એપાર્ટમેન્ટમાં અસભ્ય વર્તન કરવાની ના પાડતા મહિલાને ફડાકા ઝીંકયા : મહિલાના સાસુ અને દિયરને પણ માર માર્યો : એક વ્યક્તિ સાથે ઝઘડો કરતા બન્ને શખ્સોને અટકાવવા જતા મામલો બીચકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં અપશબ્દો બોલી ઝઘડો કરતા બે શખ્સોને અટકાવવા જતા મહિલા ઉપર બન્ને શખ્સોએ નિર્લજ્જ હુમલો કરી મહિલાના દિયર અને સાસુને પણ માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં પાર્કીંગમાં રહેતા મહિલા બહારથી ખરીદી કરીને તેના એપાર્ટમેન્ટમાં પહોંચ્યા ત્યારે બે શખ્સો આકાશભાઈ નામની વ્યકિતને અપશબ્દો બોલી ઝઘડો કરતા હતાં તેથી મહિલાએ આ બન્ને શખ્સોને અસભ્ય વર્તન ન કરવા જણાવતા માતંગ અને યોગરાજસિંહ ચુડાસમા નામના બે શખ્સોએ મહિલાનો અંબોડો પકડી બે ફડાકા મારી નિર્લજજ હુમલો કરતા મહિલાએ બુમાબુમ કરી તેણીના દિયર અને સાસુને બોલવતા આ બન્ને શખ્સોએ તેમને પણ માર મારી ઈજા પહોંચાડી હતી.

હુમલાના બનાવ બાદ મહિલાએ બન્ને શખ્સો વિરૂધ્ધની જાણ કરતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ