Connect with us

રાજ્ય

આજે વિશ્વ પ્રવાસન દિવસ : કોરોનાથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને રૂા.1000 કરોડનું નૂકશાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને રૂ.1000 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે, સામાન્ય રીતે ગુજરાતમાં દર વર્ષે પાંચ કરોડ જેટલા પ્રવાસીઓ આવે છે, જ્યારે 20 લાખ જેટલા ગુજરાતીઓ અન્ય રાજ્ય અને વિદેશમાં ફરવા માટે જાય છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કચ્છ રણોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ સહિત અનેક ધાર્મિક સ્થાનોમાં દર વર્ષે 4.50થી 5 કરોડ પ્રવાસીઓ આવે છે. કોરોનાની મહામારીને પગલે લોકડાઉન બાદ ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં મૂકાયેલાં ટુરિઝમ ઉદ્યોગને આશરે રૂા.1000 કરોડનું નુકશાન થયા હોવાનો અંદાજ છે. એટલું જ નહીં, ટુરિઝમ ઉદ્યોગની એવી દશા થઇ છે કે, ટ્રાવેલ્સ એજન્સી, હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મળીને આશરે 2 લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

એક અંદાજ મુજબ ગુજરાતમાંથી વર્ષે દહાડે 20 લાખ જેટલા ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે. ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ વિવિધ ટુરપેકેજ થકી પ્રવાસે જાય છે. ગુજરાતમાં આજે 10 હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટો છે. કોરોનાને લીધે લોકોમાં એવો તો ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, પ્રવાસ તો ઠીક લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યાં છે.લોકડાઉન બાદ આ પરિસ્થિતિ પગલે ગુજરાતમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓની એવી તો માઠી દશા બેઠી છે કે, કર્મચારીઓને પગાર આપવાના ફાંફાં છે. કેટલીય ટુર ટ્રાવેલ્સ એજન્સીઓએ તો કર્મચારીઓને છુટા પણ કરી દીધા છે.

કોરોનાના કારણે ટ્રાવેલ્સ એજન્સીઓને તો તાળા વાગ્યાં છે. 30 ટકા ટુર ઓપરેટરોએ તો ધંધો જ બદલી નાંખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. લોકડાઉન પછી અત્યાર સુધી ઘરમાં પુરાયેલાં ગુજરાતીઓ હવે કંટાળ્યાં છે,જેથી કોરોનાની સતર્કતા સાથે પરિવાર સાથે વન ડે ટ્રીપ કરતાં થયાં છે. સાપુતારા, પોળો અને નળ સરોવર જેવા સ્થળો પરિવાર સાથે સવારે જઇને સાંજે પિકનિક કરવાનો ટ્રેન્ડ વધ્યો છે જેના કારણે આવા પ્રવાસન સ્થળોએ લોકોની અવર જવર વધી છે.

રાજ્ય

જામનગરમાં વિજયપુર ગામેથી ઘોડા ડોકટર ઝડપાયો

માત્ર 10 પાસ આ શખ્સ લોકોનાં જીવન સાથે કરતો હતો ચેડાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાનાં વિજયપુર ગામેથી પોલીસની એસ.ઓ.જીની ટૂકડીએ બોગસ ડોકટરને ઝડપી લીધો છે. માત્ર ધો-10 પાસ આ ઘોડા ડોકટર જનરલ સ્ટોરની દુકાનની આડમાં દરદીઓની સારવાર કરી તેના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતો હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,જામનગર તાલુકાના વિજયપુર ગામે શ્રી નાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઇ બચુભાઇ રાણપરીયા મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી તેના કબ્જામાથી સ્ટેથો સ્કોપ મશીન, બી.પી.માપવાનુ મશીન, તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂ.3,458/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ ઇસમની પુછપરછ કરતા પોતે ધોરણ-10 સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકિકત જણાવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નીનામા તથા પોલીસ સબ ઈન્સ.આર.વી.વીછી તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી, તથા જ્ઞાનદેવસિંહ જાડેજા,તથા હિતેષભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. બશીરભાઇ મલેક, ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા દોલતસિહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા મયુદીનભાઈ સૈયદ તથા અનિરૂધ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા, રમેશભાઈ ચાવડા તથા સોયબભાઈ મકવા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા ડ્રા.પો. કોન્સ. દયારામભાઈ ત્રીવેદી વગેરેએ કરી હતી.

વધુ વાંચો

રાજ્ય

તહેવારો પર પ્રજાને લૂંટતાં તેલિયારાજાઓ

ખાદ્યતેલોના બેફામ ભાવવધારા મુદ્દે સરકારનું મૌન અને વિરોધપક્ષ ચૂપ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં હવે તહેવારોની સીઝન ચાલું થનાર છે. ત્યારે તેલિયા કંપનીઓએ સિંગતેલના ભાવમાં વધારો કરીને ગૃહિણીઓને સૌથી મોટો ઝાટકો આપ્યો છે. ગૃહિણીઓ માટે આજે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2260એ પહોંચ્યો છે. આ વિશે જ્યારે તેલિયા કંપનીઓને પુછવામાં આવ્યું ત્યારે તેમને મોટું કારણ આપ્યું છે.
સિંગતેલના ભાવમાં સતત વધારા ઉપર વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયાનો વધારો થયો છે. હવે સિંગતેલના ડબ્બાની કિંમત 2260 રૂપિયાને પાર પહોંચી છે, સંગ્રહખોરી કે કાચા માલની અછત કારણભૂત ગણાવીને ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તહેવાર શરૂ થતા જ ગૃહિણી માટે ચિંતાજનક સમાચાર સામે આવતા તેઓ આકરી બાકરી થઈ ગઈ છે, કોરોના મહામારીના કારણે પહેલાથી જ લોકોને આર્થિક રીતે માર પડી રહ્યો છે, ત્યારે તહેવારો ટાણે સીંગતેલના ભાવમાં વધારો થતો હવે શું ખાવું અને શું નહીં તે મોટો પ્રશ્ર્ન ઉદ્દભવી રહ્યો છે. સીંગતેલ એક્સપોર્ટ માંગ અને અને મગફળી પીલાણ લાયક ન આવતા સીંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ થોડાક દિવસ પહેલા સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો હતો. તેના બે દિવસ પહેલાં રૂપિયા 70 ડબ્બે વધ્યા હતા. જ્યારે ફરી એક વખત રૂપિયા 30નો ભાવ વધારો થયો છે ત્યારે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અગાઉ સિંગતેલનો પહેવાનો ભાવ રૂપિયા 2090 હતો જે વધીને હવે રૂપિયા 2185 થયો હતો અને હવે લેટેસ્ટ ભાવ 2260 રૂપિયા થયો છે. તેલિયા કંપનીઓ જણાવી રહી છે કે સીઝનમાં પીલાણ લાયક મગફળી ન આવતા ભાવમાં ઉછાળો આવ્યો છે.

વધુ વાંચો

રાજ્ય

કોરોનાથી સાજા થયેલાં લોકો નાં શરીર બિમારીના ઘર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓને અન્ય બીમારી થઈ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. અનિયંત્રિત ડાયાબિટીસ, સ્ટ્રોકની બીમારી તેમજ ફેફસાં, હૃદયની તકલીફો વધી હોવાનું જાણવા મળ્યું છે. એપોલો હોસ્પિટલમાં સ્વસ્થ થયેલા એક હજાર દર્દીમાંથી 450 દર્દી, એટલે કે 45 ટકા લોકોમાં બીમારીઓ વધી છે. આવા દર્દીઓને સ્પેશિયલાઇઝ સારવાર આપવા એપોલો હોસ્પિટલે અમદાવાદ સહિત દેશનાં વિવિધ શહેરોમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કર્યાં છે. એપોલોના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. કરન ઠાકુરે કહ્યું હતું કે કોવિડ પહેલાં બિનચેપી રોગથી 70 ટકાથી વધુનાં મૃત્યુ થતાં હતાં, પરંતુ હવે કોવિડથી સ્વસ્થ થયેલા લોકોમાં આ પ્રમાણ વધતાં લાંબા ગાળે મૃત્યુદર વધી શકે છે.
એક 55 વર્ષીય મહિલા દર્દીને હિંમતનગરથી એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, પણ 17 દિવસમાં કોરોનાથી સ્વસ્થ થયાના 1 મહિના બાદ છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ સાથે આઇસીયુમાં દાખલ કરાયાં હતાં, જયાં તપાસમાં હૃદયના સ્નાયુ નબળા પડી જતાં હૃદય 20 ટકા કામ કરતું હોવાનું નિદાન થયું હતું.

એક 35 વર્ષીય પુરુષ દર્દી 14 દિવસ બાદ કોરોનામાંથી રિકવર થયા હતા, પરંતુ 15 દિવસમાં પેટમાં દુખતાં સોનોગ્રાફી કરાવી. એ પણ નોર્મલ આવી, પરંતુ દુખાવો વધતો ગયો, તેથી પેટનો સીટી એન્જિયોગ્રામ કરાવ્યો, જેમાં કિડની આર્ટરીમાં લોહી જામ્યાનું નિદાન થયું. છેવટે કેથેટર ગાઇડેડ થ્રોમ્બોસીસથી જામેલું લોહી દૂર કરાયું.

38 વર્ષીય પુરુષ દર્દીને કોવિડનાં સામાન્ય લક્ષણોમાં ઓક્સિજનની જરૂર ઊભી થઈ અને 14 દિવસની સારવાર પછી સ્વસ્થ થયા. જોકે ઘરે આવ્યાનાં બે અઠવાડિયાંમાં ફરી શ્વાસની તકલીફ થઈ અને આઈસીયુમાં દાખલ કરાયા. તેમને ફેફસાંમાં ગંભીર ફાયબ્રોસિસ થતાં ઓક્સિજન, ફેફસાંની કસરત કરાવાતાં સાજા થયા હતા. એક 45 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ વોર્ડમાંથી રજા આપ્યાના 6 જ દિવસમાં ડાબી બાજુના શરીરમાં નબળાઇ આવી, જેથી આઇસીયુમાં દાખલ કરીને એમઆરઆઇ કરતાં જમણા મગજમાં બ્લોકેજને લીધે સ્ટ્રોક નિદાન થયો. છેવટે ન્યુરોફિઝિશિયને તેમના મગજની નસમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો અને 14 દિવસ પછી તેઓ સાજા થયા. આધેડ વયનાં એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં લવાયાં હતાં, તેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી કો-મોર્બિડ સ્થિતિને લીધે સારવારથી સ્વસ્થ થતાં તેમને રૂમમાં ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તેમનો ડાયાબિટીસ અનિયંત્રિત થતાં લાંબો સમય સુધી ઓપીડીમાં સારવાર અને ફેફસાંની ક્ષમતા વધારવા લંગ રિહેબ ટ્રીટમેન્ટ અપાઇ હતી.

કોરોનાનાં ગંભીર લક્ષણો ધરાવતા 10થી વધુ દર્દી કે જેમને આઇસીયુ અને વેન્ટિલેટરની જરૂર પડી હોય, તે રિકવર થયા બાદ લાંબા ગાળે ડિપ્રેશન, ચિંતા અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમનો ભોગ બને છે, જેથી દર્દીને ન્યુરોફિઝિશિયન અને સાઈકિયાટ્રિસ્ટની સારવારની જરૂર પડે છે. કોવિડ ટીમના સભ્ય ડો. તેજસ પટેલે કહ્યું- કોરોના થયા બાદ રિકવર થઇને ઘરે આવ્યા બાદ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું ન જોઇએ. આ બિલકુલ નવો રોગ છે, જેથી રિકવર થયેલા લોકોએ માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે, કારણ કે કોરોનામાંથી સાજા થયેલા કેટલાક દર્દીમાં કોરોના થયા પછીના કોમ્પિલેકેશનથી ફેફસાંમાં ફાયબ્રોસિસ, હૃદયની તકલીફ વગેરે જોવા મળે છે, જેમાં કેટલાકને કાયમી શારીરિક નુકસાન થાય છે. તેથી કોરોનામાંથી રિકવર થવા છતાં નિયમિત મેડિકલ તપાસ કરાવવી જોઇએ. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારી અને ડો. પંકજ દુબેના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી સ્વસ્થ 45 ટકા દર્દીમાં શ્વાસ, હૃદય-ફેફસાંની તકલીફ સાથે છાતી-સાંધાનો દુખાવો, હાયપરટેન્શન જેવી તકલીફો શરૂ થઈ છે. આવા લોકો માટે એપોલો હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ રિકવરી ક્લિનિક શરૂ કરાયાં છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ