Connect with us

જામનગર

નવમું નોરતું ર્માં દુર્ગાનું નવમું સ્વરૂપ : સિદ્ધિદાત્રી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સિદ્ધગ-ધર્વયક્ષાધૈર
સુરૈરમરૈરપિ !
સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની !!

મા દુર્ગાજીની નવમી શકિતનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓને આપનારા છે. માર્કન્ડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ-આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્ત્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે. તેમનાં નામ આ પ્રમાણે છે.

1. અણિમા 2. લઘિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા 6. ઇશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ 9. દૂરશ્રવણ 10. પરકાયપ્રવેશન 11. વાક્સિદ્ધિ 12. કલ્પવૃક્ષત્વ 13. સૃષ્ટિ 14. સંહરાકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ 17. ભાવના 18. સિદ્ધિ

મા સિદ્ધિદાત્રી ભકતો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે. દેવપુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેમની અનુકમ્પાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું. આ જ કારણે તેઓ આ લોકમાં ‘અર્ધનારીશ્ર્વર નામે પ્રસિદ્ધ થયા. મા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓવાળા છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળ પર પણ બિરાજમાન થાય છે. એમના જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર, ઉપરવાળા હાથમાં ગદા તેમજ ડાબી બાજુના નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે. નવરાત્રિ-પૂજનના નવામા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનારા સાધને સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થઇ જાય છે. સૃષ્ટિમાં કંઈ પણ તેના માટે અગમ્ય રહેતું નથી. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સમાર્થ્ય તેનામાં આવી જાય છે.

પ્રત્યેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર કરે. તેમની આરાધના કરવા આગળ વધે. તેમની કૃપાથી અનંત દુ:ખરૂપ સંસારમાં નિર્લિપ્ત રહીને સમસ્ત સુખોનો ભોગ કરતાં કરતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.

નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લાં છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા-ઉપાસના શાસ્ત્રીય વિધિવિધાન અનુસાર કરતાં કરતાં ભકત દુર્ગાપૂજાના નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. આ સિદ્ધિદાત્રી માની ઉપાસનાં પૂર્ણ કરી લીધા બાદ ભકતો અને સાધકોની લૌકિક-પારલૌકિક સર્વે પ્રકારની કામનાઓની પૂર્તિ થઇ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપત્ર ભકતના હૃદયમાં એવી કોઇ કામના શેષ રહેતી જ નથી. જે તે પૂર્ણ કરવા માગે તેની બધી સાંસારિક ઇચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતાં અને તમેના કૃપા-રસ-પીયૂષનું નિરંતર પાન કરતાં કરતાં વિષય-ભોગ-શૂન્ય થઇ જાય છે. મા ભગવતીનું પરમ સાન્ધ્યિ જ તેનું સર્વસ્વ બની જાય છે. આ પરમપદને પામ્યા બાદ તેને અન્ય કોઇ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી. માના ચરણોનું આ સાન્નિધ્ય પ્રાપ્ત કરતા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઇએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદ તરફ લઇ જનાર છે.

જામનગર

જામનગર શહેરમાંથી દારૂની 75 બોટલ સાથે શખ્સ ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં આયુર્વેદિક સ્ટાફ કોલોનીમાં પોલીસે રેઈડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 75 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં આવેલા આયુર્વેદ સ્ટાફ કોલોનીમાં બ્લોક નં.સી-8 મા ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હે.કો. શોભરાજસિંહ જાડેજા અને પો.કો. યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે તથા હે.કો. શોભરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ તથા પો.કો. કિશોરભાઈ પરમાર, ફૈજલભાઇ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ સહિતના સ્ટાફ રેઇડ દરમિયાન અનિરૂધ્ધસિંહ બચુભા સોઢા નામના શખ્સના મકાનમાંથી રૂા.39,750 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 75 બોટલ મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

24 કલાક દરમિયાન 35 પોઝિટિવ : ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના આઠ નવા દર્દી ઉમેરાયા : 24 કલાક દરમિયાન એક પણ મૃત્યુ નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં ઘણા દિવસો પછી રાહતના સમાચાર મળ્યા છે, અને કોરોનાના દર્દીઓના મૃત્યુના મામલે આજે શનિવારનો દિવસ શુભ શનિવાર તરીકે સાબિત થયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જોકે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. શુક્રવારે જામનગર શહેરના 35 અને ગ્રામ્યના 8 સહિત જિલ્લાના કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત એક્ટિવ કેસમાં પણ વધારો થતો જાય છે. સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 130 દર્દીઓ સારવાર હેઠળ છે.

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયા પછી 3 દિવસ થી ફરી ઉછાળો આવ્યો છે. શુક્રવારે જામનગર શહેરના 35 કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો 6,993 નો થયો છે. જ્યારે ગ્રામ્યના 8 પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ્યનો કુલ આંક 1,919 નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 8,908 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર શહેરના 75 જ્યારે ગ્રામ્યના 65 મળી 130 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જામનગર શહેરના 17 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 14 મળી કુલ 31 દર્દીઓને રજા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલમાં આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હોવાથી ગઈકાલ સુધીનો જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 911 નો થયો છે.

જામનગર જિલ્લામાં કુલ 2,39,431 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરના 1,14,055 તેમજ ગ્રામ્યના 1,25,376 લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા છે.

વધુ વાંચો

જામનગર

સ્વચ્છતા મામલે 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા જામ્યુકોનો દાવો

હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે જામનગર શહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જામનગર શહેરનું રેટીંગ વધારવા જામ્યુકોએ કવાયત હાથ ધરી છે. હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવતા શહેરને 5(ફાઇવ) સ્ટાર રેટીંગ અપાવવા માટે તેમજ શહેરને વોટર પ્લસ જાહેર કરવા દાવેદારી કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના જુદા-જુદા શહેરોને રેટીંગ્સ આપવામાં આવે છે. જે મુજબ સ્વચ્છતાની બાબતમાં જામનગર શહેર હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે. હવે સરકારના રેટીંગ પ્રોટોકોલ અંતર્ગત 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા માટે જામ્યુકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. આ માટે શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરને વોટર પ્લસ ડીકલેર કરવા એટલે કે શહેરમાં આવેલા તમામ શૌચાલયોમાં પાણીની સુવિધા ઉપરાંત શૌચાલયમાંથી નીકળતા વેસ્ટનું ભૂગર્ભ ગટર સાથે જોડાણ તેમજ ભૂગર્ભ ગટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાણ કરવું આવશ્યક હોય છે. જામ્યુકોના અધિકારી અશોક જોશીના જણાવ્યા અનુસાર શહેરના તમામ શૌચાલયોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને લઇને વોટર પ્લસ માટેની દાવેદારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેટીંગ મામલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ગમે ત્યારે સર્વે કરવામાં આવશે. જેના આધારે શહેરનુ રેટીંગ્સ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ