Connect with us

જામનગર

આજે પાંચમું નોરતું ર્માં દુર્ગાનું પાંચમું સ્વરૂપ : સ્કન્દમાતા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા !
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની !!

મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્ત્તિકેય’નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ કુમાર અને શકિતધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયૂર છે. તેથી તેમને મયૂરવાહન નામે પણ અભિહિત કરાયા છે.

આ જ ભગવાન સ્કન્દનાં માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામે ઓળખવામાં આવે છે. તેની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમાં દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં અવસ્થિત હોય છે. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કન્દજી બાળરૂપે ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કન્દને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની જે નીચેની ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે. તેમાં કમળપુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે તેમજ નીચેવાળી જે ભુજા ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળપુષ્પ ધારણ કરેલું છે. તેમનો વર્ણ પૂર્ણત : શુભ્ર છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે. આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે.

નવરાત્રિપૂજનના પાંચમાં દિવસનું પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ‘વિશુદ્ધ’ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આગળ વધતો હોય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુકત થઇને પદ્માસના મા સ્કન્દમાતાના સ્વરૂપમાં પૂર્ણત: તલ્લીન થઇ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઇએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન-વૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાપથ પર આગળ વધતા રહેવું જોઇએ.

મા સ્કન્દમાતાની ઉપાસનાથ ભકતની સમસ્ત ઇચ્છાઓ પરીપૂર્ણ થઇ જાય છે. આ મૃત્યુલોકોમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થઇ જાય છે. સ્કન્દમાતાની ઉપાસનાથી બાળરૂપ સ્કન્દભગવાનની ઉપાસના પણ આપોઆપ થઇ જાય છે. આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે, તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઇએ. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે એમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સમ્પન્ન થઇ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદૃશ્યભાવે સદૈવ તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે. આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે.

માટે આપણે એકાગ્રભાવે મનને પવિત્ર રાખી માનું શરણું લેવા પ્રયત્ન કરવો જોઇએ. આ ઘોર ભવસાગરમાં દુ:ખોમાંથી મુકિત પામીને મોક્ષોનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઇ નથી.

જામનગર

જી.જી.હોસ્પિટલ ખાતે લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજરોજ ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં ગુજરી બજાર અને બકાલા માર્કેટના ફેરીયાઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે. તે સબંધમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આવશ્યક કામગીરી અર્થે જ્યારે પણ ઘરની બહાર નીકળવામાં આવે ત્યારે માસ્ક પણ પહેરવું ખૂબ જ જરૂરી છે.

શહેરનાં વિવિધ વિસ્તારોમાં સોમવારથી રવિવારનાં દિવસોમાં ભરાતી ગુજરી બજાર અને જુદા જુદા વિસ્તારમાં ઓપન પ્લોટમાં ભરાતી શાક માર્કેટમાં પ્રવેશતા ફેરિયાઓ/વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકોના કોરોનાનો કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. કોરોના ટેસ્ટ વગર તેમજ ગુજરી બજાર/શાકમાર્કેટના રેકડી/ફેરિયાઓ અને અરજદારોએ ‘સોશ્યલ ડિસ્ટન્સ’ જાળવવા અનુરોધ કરવામાં આવે છે.

યુવાનો બજારમાં કોઇપણ કામ ધંધા વગર આંટાફેરા કરતા હોય છે. તે પણ સંક્રમણનું કારણ બને છે અને ઘરના વડિલોને સંક્રમિત કરે છે. તેથી યુવાનોએ બીનજરૂરી બહાર ન નીકળવું અને ટોળામાં બેસવું નહીં અને સાવચેતી રાખવી જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉમરના અને 10 વર્ષથી નાના બાળકોએ બજારમાં જવાનું બીલકુલ ટાળવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં પાનના ગલ્લાઓ અને ચાની કિટલીના દુકાનદારોએ પણ ફરજિયાત ટેસ્ટીંગ કરાવવાનું રહેશે તથા દુકાન કિટલી ઉપર ‘સોશ્યલ ડિસ્ટન્સીંગ‘નો અભાવ જણાશે તો ચાની લારી/કિટલી/દુકાન સીલ કરવાની કાર્યવાહી થશે.

વધુ વાંચો

જામનગર

જામનગરના દરેડમાં નજીવી બાબતે દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

પાણીની બોટલ આપવાની ના પાડી પાઈપ વડે માર માર્યો : અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીની બોટલ આપવાની ના પાડી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ દંપતી ઉપર પાઈપ વડે હુમલો કરી માર મારવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભાંભી તેના વિસ્તારમાં પાણીની બોટલો આપવા જતા હતાં તે દરમિયાન રામ, વિશાલ, હિતેશ નામના ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને પાણીની બોટલો આપવાની ના પાડી બોલાચાલી કરી હતી તેમજ યુવાનની પત્ની ઝડઘો નહીં કરવા માટે સમજાવવા જતા યુવાન દંપતી ઉપર આ ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે યુવાન પોલીસમાં ફોન કરવા જતા હુમલાખોરોએ અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી ધમકી આપી હતી.

આ બનાવ બાદ હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ