Connect with us

રાજ્ય

100 યુનિટ માફ કરવા વીજકંપનીએ મહાન ગણિતજ્ઞોને આંટે તેવું ગણિત માંડયું!!

100 યુનિટ માફ કરવા વીજકંપનીએ મહાન ગણિતજ્ઞોને આંટે તેવું ગણિત માંડયું!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ઘરેલું વીજ વપરાશકારોને 100 યુનિટ વીજળીની માફી આપવા માટે વીજ કંપનીએ આર્યભટ્ટ અને વી રામાનુજ જેવા મહાન ગણિતજ્ઞોને આંટે તેવું ગણિત માંડયું છે. વીજકંપનીએ સામાન્ય ગ્રાહકોને ન સમજાય તેવું કેલ્કયુુલેશન કરીને આગામી બિલથી 100 યુનિટની રાહત આપવાનું શરૂ કર્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત રાજ્યમાં ઘરેલું વીજવપરાશકારોને વીજબિલમાં 100 યુનિટની માફી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના અનુસંધાને લાંબો સમય સુધી ગડમથલ કર્યા બાદ રાજ્યની વીજકંપનીઓએ કોઇ પણ સામાન્ય ગ્રાહકને ન સમજાય તેવું અટપટુ ગણિત શોધી કાઢયું છે. વીજકંપનીઓએ 100 યુનિટની માફી માટે શોધી કાઢેલા ગણિત મુજબ, લોકડાઉન પહેલાનું એકચ્યુલ રીડીંગ તથા લોકડાઉન બાદના એકચ્યુઅલ રીડીંગની વચ્ચેના દિવસોના યુનિટના ગુણાકાર-ભાગાકાર-સરવાળા-બાદબાકી કરીને યુનિટના જે આંકડા આવે તેના પર 100 યુનિટની માફી આપવાનું નકકી કર્યુ છે. આ કોઇને ન સમજાય તેવી અટપટી ગણતરી કર્યા બાદ જે રાહત આપવાની થશે તે હવે પછીના વાસ્તવિક બિલમાં દર્શાવવામાં આવશે. ગ્રાહકોને હવે પછી અપાનારા બિલમાં રાહતની રકમનો ઉલ્લેખ કરવામાં આવશે.
વીજકંપનીઓનું વીજળી વપરાશનું બિલિંગ સમજવું પહેલેથી જ ગ્રાહકો માટે ખૂબ જ મુશ્કેલ અને માથાના દુુ:ખાવા સમાન રહ્યું છે. ત્યારે હવે 100 યુનિટની માફી આપવા માટે આ અટપટા બીલને પણ આંટે તેવી ગણતરી વીજ કંપનીના બાહોશ ગણિતજ્ઞોએ શોધી કાઢી છે.

રાજ્ય

ભાણવડ પોરબંદર રોડ પર અકસ્માત માં આધેડ નું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ના પાટિયા નજીક રોડ વચ્ચે ખાડો હોવાથી મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભેનકવડ ગામના પાટિયા પાસે ભારે વરસાદ ના કારણે ઘણા સમયથી રોડ વચ્ચે ખાડો થયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યું ન હોય, આજે ત્યાંથી પસાર થતાં મોટરસાયકલનું આ ખાડામાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


વધુ વાંચો

રાજ્ય

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ તથા 50,000નો દંડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શામપર ગામની સગીરા ભોગ બનનાર ધો. 10માં અભ્યાસ કરતી ત્યારે તેના જ ગામના પુંજા હીરા બાંભવા નામનો શખ્સ તેની પાછળ પાછળ જતો હતો અને હેરાન કરતો અને તેમને ખેતીનું કામ હોય, ખેતીના ઓજાર લેવાના બહાને આવતા અને ભોગ બનનારના માતા-પિતા ઘરે ન હોય ત્યારે શારીરિક અડપલા કરતા અને એક દિવસ આરોપી ભોગ બનનાર ઘરે એકલી હોય, ખપારી લેવાના બહાને ઘરે આવેલા ભોગ બનનાર તેના વાડામાં ખપારી લેવા જતાં આરોપી તેની પાછળ ગયેલ અને ભોગ બનનારને પકડી લઇ જબરજસ્તી કરી સંબંધ બાંધેલ અને કોઇને કીધુ છે તો તને જાનથી મારી નાખીશ તારા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ અવાર-નવાર 3 વર્ષ સુધી આરોપી ભોગ બનનારના ઘરે આવતો અને જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધતો છેલ્લે ભોગ બનનાર તેનાથી કંટાળીને દવા લઇને આરોપીના ઘરે જઇને મરી જવા ગયેલ અને તે વખતે તેના ઘરના સભ્યોએ ભોગ બનનારના ઘરના સભ્યોને બોલાવતા ભોગ બનનારે તેની મમ્મીને આ બધી વાત કરેલ અને ત્યારબાદ અન્ય લોકોએ હિંમત આપતા પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના અનુસંધાને જામનગર સ્પે. પોકસો કોર્ટમાં આ સંબંધે કેસ ચાલતા સ્પે. કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો કેસ સાબિત માનીને આરોપી પુંજા હિરા બાંભવાને આઇપીસી કલમ 376ના ગુનામાં આજીવન કેદ તથા રૂા. 50 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા આઇપીસી કલમ 506(2)ના ગુનામાં 2 વર્ષની તથા 5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તથા પોકસો એકટ કલમ 6ના ગુના સબબ 10 વર્ષની શખ્ત કેદ તથા 25,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે ડીજીપી જમનભાઇ ભંડેરી તથા મળ ફરિયાદી વતી વકીલ પરેશ વી. અનડકટ રોકાયા હતાં.

વધુ વાંચો

રાજ્ય

BSFએ ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવે ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

આ પહેલા પણ દિવસ દરમિયાન પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ