Connect with us

ગુજરાત

કોરોનાથી કંટાળેલા ગુજરાતીઓ આબુ, ઉદયપુર, કુંભલગઢ ઉપડ્યા

વીક એન્ડની ત્રણ દિવસની રજામાં બુકીંગ વધ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર વધતા છેલ્લા સતત 11 દિવસથી દરરોજના 1 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. પરંતુ અનેક લોકોએ હવે એવી વાસ્તવિક્તા સ્વિકારી લીધી હોય તેમ જણાય કે કે જ્યાં સુધી વેક્સિન નહીં મળે ત્યાં સુધી કોરોના  વાયરસ જીવનનો હિસ્સો છે.

આવતીકાલે ઈદ ઉલ અઝહા ત્યારબાદ રવિવાર અને સોમવારે રક્ષાબંધન એમ 3 દિવસની જાહેર રજા હોવાથી માઉન્ટ આબુ, ઉદયપુર, રણથંભોર, કુંભલગઢ જેવા નજીકના સૃથળોએ ફરવા માટે જઇ રહ્યા છે.

ટૂરિઝમ સેક્ટરના જાણકારોના મતે અઢી મહિના કરતાં વધુ સમયના લોકડાઉનમાં ઘરે પુરાઇને રહ્યા બાદ અનેક લોકો હવે કંટાળ્યા છે અને આ જ કારણથી હવે બહાર જવાનું પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં અનેક જાહેર રજાઓ આવે છે અને જેના કારણે અનેક લોકો માઉન્ટ આબુ, ઉદયપુર જેવા નજીકના સૃથળ વધારે પસંદ કરે છે.

માઉન્ટ આબુમાં આવતા પ્રવેશતા અગાઉ પ્રવાસીઓને સૌપ્રથમ સેનિટાઇઝ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમનું થર્મલ સ્ક્રીનિંગ થાય છે. તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીની માહિતી નોંધ્યા બાદ જ તેમને માઉન્ટ આબુમાં પ્રવેશ આપવામાં આવે છે. આ પછી પ્રવાસી હોટેલમાં પહોંચે ત્યારે પણ તેને ફરી સેનિટાઇઝ કરવામાં આવે છે અને થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડે છે.

પ્રવાસીઓને રૂમ મળ્યા બાદ તેમના લગેજને સેનિટાઇઝ કરી તેને થોડા સમય માટે ખુલ્લાામાં રાખવામાં આવે છે. આ પછી જ લગેજ પ્રવાસીઓના રૂમમાં પહોંચાડાય છે. અનેક ફોર સ્ટાર-ફાઇવ સ્ટાર હોટેલ એક રૂમમાંથી ગેસ્ટના ચેક આઉટ થયાના 24 કલાક બાદ જ બીજા ગેસ્ટને તે રૂમ આપે છે.

હોટેલના સ્ટાફ માટે પણ ફેસ શિલ્ડ, ગ્લોવ્ઝ, માસ્ક પહેરવા ફરજીયાત છે. મોટાભાગની હોટેલોમાં ઠેકઠેકાણે સેનિટાઇઝેશન પોઇન્ટ રાખવામાં આવેલા છે. નખ્ખી લેકમાં બોટિંગ શરૂ કરી દેવાયું છે. પરંતુ બોટિંગ કરતા અગાઉ દરેકનું સેનિટાઇઝેશન કરવામાં આવે છે, માસ્ક વિના પ્રવેશ અપાતો નથી.

એક ટ્રાવેલ એજન્ટ જણાવ્યું કે, ‘કોરોના છતાં અમારી ધારણા કરતાં પણ વધારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્ય કારણ એ જ છે કે લોકો હવે ઘરમાં રહીને કંટાળ્યા છે. આ જ કારણ છે કે  ઉદયપુર, માઉન્ટ આબુ જેવા સૃથળ માટે વધુ ઇન્ક્વાયરી છે. અમે 50થી વધુ બૂકિંગ કરાવ્યા છે.

ઉદેપુરમાં ફાઇવ સ્ટાર રીસોર્ટ માટેના પેકેજ રૂપિયા 15 હજારની આસપાસ છે જેમાં બ્રેકફાસ્ટ-ડિનર પણ હોય છે. આ સિવાય માઉન્ટ આબુમાં સારા રીસોર્ટ-હોટેલમાં રૂપિયા 4800થી વધુના વિવિધ પેકેજ છે. આ સિવાય રણથંભોર, કુંભલગઢ માટે પણ ઇન્ક્વાયરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટેન્ટ સિટી શરૂ કરાયું છે અને તેના ઉપર પણ અનેક લોકો પસંદગી ઉતારી રહ્યા છે.

ગુજરાત

ગુજરાતમાં લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટુ નિવેદન

કોરોના વેક્સીનને લઇને પણ આપ્યા મહત્વના સમાચાર :  આ ચાર તબ્બકામાં અપાશે વેક્સીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું યથાવત છે. જયારે એવી અફવાઓ વહેતી થઇ છે કે ગુજરાતમાં ફરી લોકડાઉન આવી રહ્યું છે. તેને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન અંગે સરકારની કોઈ પણ જાતની વિચારણા નથી.

ગુજરાતમાં ફરી લોકડાઉનને લઇને મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં આવશે નથી. રાજ્યની પરિસ્થતિ સારી છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. વીકએન્ડમાં દિવસે કર્ફ્યું રાખવાને લઇને કોઈ વિચારણા કરવામાં આવી નથી. હાલ કોરોનાને લઇને પરિસ્થિતિ કાબુમાં છે. લોકોને અત્યારે સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.આ ઉપરાંત રાજ્યમાં દિવસે કર્ફ્યું આવે તેવી પણ કોઈ વિચારણા કરવામાં આવી નથી. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

કોરોના વેક્સીન અંગે રૂપાણીએ જણાવ્યું છે કે વેક્સીન  ચાર તબ્બકામાં આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં ફ્રન્ટલાઈન હોસ્પિટલ સ્ટાફ અને તબીબોને વેક્સીન આપવામાં આવશે. બીજા તબ્બકામાં  મ્યુનીસીપલ સ્ટાફ, પોલીસ અને મહેસુલ સ્ટાફને વેક્સીન આપવામાં આવશે.ત્રીજા તબ્બકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબ્બકામાં 50 વર્ષની નીચેના લોકોને વેક્સીન આપવામાં આવશે.

વધુ વાંચો

ગુજરાત

એફિડેવિટમાં ખુલાસો : જામનગરની જી.જી.હોસ્પિટલ-મેડિકલ કોલેજમાં 72 ટકા જગ્યાઓ ખાલી !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતની આરોગ્યલક્ષી આંતરમાળખાકિય સુવિધાનો મામલો વધુ એક વખત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે એક ધારાશાસ્ત્રી દ્વારા સોગંદનામાના રૂપમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં તબીબી આંતરમાળખાકિય સુવિધાનો મુદો ઉઠાવવામાં આવ્યો છે.

થોડા સમય પહેલાં પ્રચારપ્રસાર માધ્યમોમાં એવી વિગતો જાહેર થઇ હતી કે, ગુજરાતમાં આરોગ્યક્ષેત્રમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા આ અંગે સરકાર પાસેથી વિગતો પણ માંગવામાં આવી હતી. પરંતુ જાહેરહિતની અરજી કરનાર આ ધારાશાસ્ત્રીનો દાવો એવો છે કે, સરકારે હેલ્થ સેકટર અંગે વડી અદાલતમાં રજૂ કરેલી માહિતીઓ રાજયના આરોગ્ય ક્ષેત્રનું સાચું ચિત્ર દર્શાવતી નથી. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રાજયના તબીબી શિક્ષણ વિભાગમાં સરકારે ઘણી બધી નિમણુંકો માત્ર હંગામી ધોરણે કરી છે. ગુજરાત સરકારના પોર્ટલ ઉપરાંત આરટીઆઇ દ્વારા મેળવવામાં આવેલી માહિતીને આધાર બનાવીને અરજીમાં એમ જણાવવામાં આવ્યું છે કે, તબીબી ક્ષેત્રમાં ખાલી જગ્યાઓને લીધે રાજયના આરોગ્ય ક્ષેત્રને મોટી નુકસાની થઇ રહી છે. ગુજરાતની 68 ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં અને 32 ટકા વસ્તી શહેરોમાં રહે છે. તેની સામે સરકાર દ્વારા 80 ટકા તબીબોની નિયુકિત્ત શહેરી વિસ્તારોમાં અને માત્ર 20 ટકા નિયુકિત્ત ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે.

રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સીએચસીમાં 90 ટકા નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી છે, 88 ટકા સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યાઓ ખાલી છે, વર્ગ-1ના નિષ્ણાંતોની 80 ટકા જગ્યાઓ ખાલી છે, વર્ગ-રના 19 ટકા અને વર્ગ-3ના દાંતના ડૉકટરોની 24 ટકા જગ્યાઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલોમાં 3,382 જગ્યાઓ પૈકી 985 જગ્યાઓ ખાલી છે, આ ઉપરાંત તબીબી શિક્ષણ આપતી હોસ્પિટલોમાં 59 ટકા જગ્યાઓ ખાલી છે, જામનગરની જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં 72 ટકા જગ્યાઓ ખાલી છે, વડોદરાની સિવિલ હોસ્પિટલમાં 50 ટકા જગ્યાઓ ખાલી છે, રાજયમાં તબીબી શિક્ષણના વિભાગમાં મંજૂર થયેલી 2,544 જગ્યાઓ પૈકી 756 જગ્યાઓ ખાલી હોવાનું આ એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

ગુજરાત

વડોદરામાં સ્પામાલિકે રશિયન સુંદરીને ‘મા’ બનાવી : સ્પા માલિકની પત્ની આગબબૂલા…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમયના વહેવા સાથે, ગુજરાતમાં એવી વાસ્તવિકતાઓ બહાર આવી રહી છે જે કોઇ દિલચશ્પ કહાની જેવી બની રહે છે. આવો એક કિસ્સો વડોદરામાં બન્યો છે. મામલો અદાલતમાં છે. મસાજ થેરાપિસ્ટ તરીકે વડોદરામાં નોકરી કરતી એક રશિયન મહિલા ‘મા’ બનતાં, કહાનીમાં ટિવસ્ટ આવ્યો છે.

વડોદરામાં સ્પા ચલાવતાં એક ધંધાર્થીએ પોતાના સ્પામાં એક રશિયન મહિલાને મસાજ થેરાપિસ્ટ તરીકે નોકરીએ રાખી હતી. સ્પા માલિક તથા આ મહિલા વચ્ચે સંબંધ સ્થપાયા પછી આગળ વધ્યો હતો અને એક તબકકે આ રશિયન મહિલા ‘મા’ બની હતી. ત્યારબાદ આ મહિલાએ પોતાના સંતાનના પિતા તરીકે સ્પા માલિકનું નામ જન્મના પ્રમાણપત્રમાં દાખલ કરાવવા માટે અદાલતનો આશરો લીધો હતો. અદાલતે બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પિતાનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ આ ઇન્ડો-રશિયન કહાનીમાં વળાંક આવ્યો છે. સ્પા માલિકની પત્નીએ આ રશિયન મહિલા વિરૂધ્ધ વ્યભિચાર સહિતના આક્ષેપો સાથેની એફઆઇઆર નોંધાવી છે. આ ઉપરાંત ઘરેલું હિંસાના કાયદા હેઠળ સ્પા માલિકની પત્નીએ પોતાના પતિ વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. આ મામલો અદાલતમાં પહોંચ્યા પછી સ્થાનિક અદાલતે પ્રાથમિક સુનાવણી બાદ પોલીસને એવો આદેશ આપ્યો છે કે, આ ફરિયાદના અનુસંધાને હાલમાં રશિયન મહિલા અથવા સ્પા માલિક વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ન આવે અને 15મી ડિસેમ્બરે આ મામલાની સુનાવણી કરવામાં આવશે. દરમ્યાન સ્પા માલિકે પણ અદાલતમાં પોતાની ધરપકડ સામે રક્ષણ મેળવવા અરજી કરી છે. અદાલતે સરકારને સ્પા માલિકના આગોતરા જામીન અંગે નોટિસ મોકલાવી છે અને હાઇકોર્ટે આ મામલામાં હાલ સ્પા માલિકની ધરપકડ ન કરવામાં આવે એવો આદેશ આપ્યો છે.

સમગ્ર વડોદરા શહેરમાં આ કિસ્સાએ ચકચાર જગાવી છે અને આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેવા વળાંકો આવશે ? તે અંગે શહેરભરમાં ચર્ચા છે. અત્રે નોંધનિય છે કે, સમગ્ર ગુજરાતના મધ્યમ સ્તરના તેમજ મહાનગરોમાં સંખ્યાબંધ સ્પા આવેલા છે અને થાઇલેન્ડ તથા રશિયા સહિતના દેશોની સંખ્યાબંધ મહિલાઓ આ પ્રકારના સ્પામાં મસાજ થેરાપિસ્ટ તરીકે સર્વિસ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્પા કલ્ચર છેલ્લાં પ-10 વર્ષમાં મોટાપાયે વિકસ્યું છે. જેમાં નાના-મોટા અપરાધો બનતાં રહે છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ