Connect with us

રાષ્ટ્રીય

ભારતમાં ફરીથી શરૂ થઇ શકે છે ટિકટોક!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જાપાનની દિગ્ગજ કંપની સોફ્ટબેંક ગ્રૃપ કોર્પ ભારતમાં ટિકટોકના એસેટ્સને ખરીદવાની કોશિશમાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કંપની આ માટે તમામ સક્રિયતાની સાથે ભારતીય પાર્ટનરની શોધ કરી રહી છે. સુત્રોના કહેવા પ્રમાણે એક મહિના દરમિયાન સોફ્ટબેંકે રિલાયન્સની જિઓ ઈન્ફોકોમ લિમિટેડ અને ભારતી એરટેલના પ્રમુખો સાથે આ મુદ્દે વાત કરી છે.

સોફ્ટબેંક આ ઉપરાંત અન્ય વિકલ્પો પણ તપાસી રહી છે. ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સ લિમિટેડમાં સોફ્ટબેંકની ભાગીદારી છે. આ અંગે સોફ્ટબેંક, બાઈટડાન્સ, રિલાયન્સ અને ભારતી એરટેલે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને કારણે ભારત સહિત અનેક દેશોએ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કંપની યુઝર્સના ડેટા ચીનની સરકારને આપી રહી છે.

ભારતે જુલાઈમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ચીની એપના ભારતમાં 20 કરોડથી પણ વધારે યુઝર્સ હતા. પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. જે બાદ દેશમાં ચીનની સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવી દેવાની ધમકી આપી છે. અને અમેરિકાનો કારોબાર અમેરિકન કંપનીને વેચી દેવા માટે આદેશ કર્યો છે.

રાષ્ટ્રીય

કોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

સિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.

વધુ વાંચો

રાષ્ટ્રીય

IRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇઆરસીટીસી ની વેબસાઇટ પર ઓનલાઇન ટિકીટ બુકિંગ સર્વિસ આજે મંગળવારે રાત્રે 11-4પ થી બુધવારની સવારના 4-30 વાગ્યા સુધી બંધ રહેશે. પૂર્વિય રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજયોમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા આજે રાત્રે પ્રભાવિત થશે. આમ બનવા પાછળનું કારણ એ છે કે, કોલકાત્તા પેસેન્જર રિઝર્વેેશન સીસ્ટમના ડેટામાં ટેકનિકલ તકલીફ ઉભી થઇ છે. આ તકલીફના કારણે પાંચ કલાક સુધી ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા પ્રભાવિત થવાની શકયતા છે. અત્રે નોંધનિય છે કે, દેશમાં સ્પેશ્યિલ ટ્રેનો લોન્ચ થયા પછી લાઇન ટિકિટ બુકિંગ અને ટિકીટો રદ કરવાના કિસ્સાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ