Connect with us

રાજ્ય

જામનગર શહેર અને જિલ્લામાંથી ક્રિકેટના ત્રણ ડબ્બા ઝડપાયા

દિ.પ્લોટમાંથી પોલીસે 20530 ના મુદ્દામાલ સાથે પ્રૌઢને ઝડપી લીધો : દડિયામાંથી રનફેરનો જૂગાર રમાડતો શખ્સ ઝબ્બે : કાલાવડમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા ત્રણ શખ્સ ઝડપાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના 59 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના લાઈવ પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા એક શખ્સને પેરોલફર્લો સ્કવોર્ડે રૂા.20530 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં મુખ્યબજારમાં જાહેરમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતા ત્રણ શખ્સોને રૂા.2350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના દડિયા ગામમાં જાહેરમાં ક્રિકેટના રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સને પોલીસને રૂા.6050 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ ક્રિકેટના ડબ્બા ઉપર દરોડા પાડયા હતાં. જેમાં પ્રથમ દરોડો, જામનગર શહેરમાં 59 દિગ્વીજય પ્લોટમા આવેલા સૌર્ય એપાર્ટમેન્ટમાં દુબઇમાં રમાતી આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડિયન અને કોલકાતા નાઈટ રાઈડર ટીમ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોન દ્વારા રનફેરનો જૂગાર રમાડી કપાત કરાવતા નરેન્દ્ર પરશોતમ કાનાણી નામના પ્રૌઢ શખ્સને જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઈ હંસરાજભાઇ પટેલ, ચંદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હે.કો. ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી તથા રણજીતસિંહ પરમાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10530 ની રોકડ રકમ અને 10 હજારની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.20530 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા તેની શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો,જામનગર તાલુકાના દડિયા ગામમાં જાહેરમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતા રાજેશ ઉર્ફે અલી વલ્લભ લખીયર નામના શખ્સને મોબાઇલ ઉપર રનફેરનો જૂગાર રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.1050 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.6050 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ દરમિયાન ભજીભાઉ મો.99240 78696 ની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ત્રીજો દરોડો, કાલાવડમાં મુખ્ય બજારમાં જાહેરમાં મુંબઇ ઈન્ડિયન અને કોલાકાતા નાઈટ રાઈડર વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા એઝાજ ઉર્ફે બ્રેટલી ઓસમાણ સમા, ઈમરાન ઉર્ફે મોટો સુલેમાન બાનાણી, હારૂન જુસબ કચ્છી નામના ત્રણ શખ્સોને રૂા.1350 ની રોકડ અને એક હજારનો એક નંગ મોબાઇલ મળી કુલ રૂા.2350 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્ય

જામનગરમાં અવિરત મેઘસવારી કાલાવડના નવાગામમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં પોણા બે ઈંચ, અને નિકાવામાં અડધો ઈંચ તથા જામજોધપુર પંથકના વાંસજાળિયામાં પોણો ઈંચ, જામવાડી, ધુનડા અને પરડવામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં નોરતા દરમિયાન મેઘમહેર અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે નિકાવામાં અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડી અને ધુનડા માં 12 મિમી, પરડવામાં 10 મી.મી., શેઠવડાળામાં 8 અને ધ્રાફામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો

રાજ્ય

ઓલટાઇમ ફેવરિટ બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતીઓના ઓલટાઇમ ફેવરિટ બટાકાનો ભાવ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ બટાકા પણ મોંઘાદાટ બનતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.

કોરોનાની મહામારી વચ્ચે ૨૦૨૦નું વર્ષ બટાકા માટે સુવર્ણ વર્ષ તરીકે જોવા મળી રહ્યુ છે. આ વર્ષે બટાકાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાણ થતાં ૧ મણ બટાકાનો ભાવ રૂ.૩૦૦ની આસપાસ રહેતો હતો જે હાલમાં રૂ.૮૦૦એ પહોંચ્યો છે.

ખાવામાં મોટાભાગે વપરાતા લોકર જાતની બટાકાનો ભાવ હાલમાં સૌથી ઊચો છે. આ સિવાય ડીસા સહિતના વિસ્તારમાં વવાતા પુખરાજ જાતના બટાકાનો ભાવ પણ પ્રતિ કિલો રૂ.૨૫થી ૩૦ એટલે કે, એક મણનો ભાવ રૂ.૬૦૦એ પહોચ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી સતત મંદીનો માહોલ લઈને બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો હતો. ભાવ ઉચકાવા પાછળનુ કારણ આપતા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ગત માર્ચમાં ઉત્તર પ્રદેશ અને બંગાળમાં બટાકાનું અંદાજે ૧૫ ટકાથી વધારે વાવેતર ફેલ ગયુ હતુ. જેની સીધી અસર આખા દેશમાં પડી છે. જેના કારણે ગુજરાતમાં પણ બટાકાના ભાવ ઊચકાયા છે.

વધુ વાંચો

રાજ્ય

મગફળી ખરીદીનો વિલંબ ખેડૂતોના હિતમાં કૃષિમંત્રી R.C. ફળદુનું નિવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજથી રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી પરંતુ હવે તે 26 ઓક્ટોબરથી કરવામાં આવશે. વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ખરીદી મુલત્વી રાખવામાં આવી છે તેવી જાહેરાત કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયા દ્વારા મોડી સાંજે કરવામાં આવી હતી.

ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય ખેડૂતોને ધારાધોરણ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોને’ હેરાનગતિ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે.
1થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 4,64,972 (બપોરે 2 વાગ્યા સુધીમાં) ખેડૂતોએ મગફળી વેંચવા નોંધણી કરાવી’ દીધી છે. અંતિમ આંકડો 4.70 લાખ ખેડૂતો સુધી પહોંચી જવાની શક્યતા છે.ખેડૂતોએ મોટી સંખ્યામાં નોંધણી કરાવતા સરકારને સારોએવો પુરવઠો મળે તેવી ધારણા છે. નિગમ મણદીઠ રૂ. 1055ના ખરીદી શરૂ કરનાર છે, જે 18 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.’ સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી 35 કિલોને બદલે 25 કિલોના બારદાનમાં મગફળી ભરવામાં આવશે. પરિણામે સરકારને વધુ 50 લાખ બારદાનો ખરીદ કરવાની નોબત આવી છે. અગાઉ પુરવઠા નિગમ દ્વારા 3 કરોડ જેટલો બારદાનનો ઓર્ડર નાફેડને આપવામાં આવ્યો હતો. વધારાના બારદાનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે હવે ખરીદી શરૂ થવાની છે ત્યારે દરેક ખરીદ કેન્દ્રો ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક એજન્સીઓની નિમણૂંક થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટ લેબરના કોન્ટ્રેક્ટ અપાઇ ગયા છે. પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે. જરુર પડયે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે.’ ખેડૂતોને ક્રમશ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં રાજ્યમાં 55 લાખ મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. 25 ટકા લેખે સરકાર 13 લાખ ટન ખરીદી કરી શકે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ