Connect with us

રાષ્ટ્રીય

ભાજપાનાં સંગઠનમાં થશે વ્યાપક ફેરફારો

ભાજપા નાં સંગઠનમાં થશે વ્યાપક ફેરફારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જે.પી. નડ્ડાએ ભાજપાના રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યા પછી ચાર મહિના પછી હવે તેઓ પોતાની ટીમની રચના કરવા માટેની તૈયારી કરી ચૂકયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના પ્રારંભમાં તેઓ નવી ટીમની ઘોષણા કરશે. હાલમાં તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વિવિધ નામો પર વિચારણા કરી રહયા છે. કેટલાક નવા નામો અને કેટલાક પૂર્વ કેન્દ્રિય મંત્રીઓને સંગઠનમાં સમાવવામાં આવશે એમ માનવામાં આવે છે. બિહાર અને બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હોય ભૂપેન્દ્ર યાદવ તથા કૈલાશ વિજયવર્ગીયને તેઓના પદ પર ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારામનને પક્ષની શકિતશાળી બોડી સંસદિય બોર્ડમાં સમાવવામાં આવશે.

રાષ્ટ્રીય

શ્રમિકો પાસેથી બસ-ટ્રેનનું ભાડું નહી વસુલવા સુપ્રિમકોર્ટનો આદેશ

ભોજન અને પીવાનું પાણી પણ આપો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પરપ્રાંતિય શ્રમિકોના મામલે મહત્વનો વચગાળાનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ ન્યાયાલયે વચગાળાના ચુકાદામાં નિર્દેશ આપ્યો છે કે, શ્રમિકોને વતન મોકલવા માટે તેમની પાસેથી બસ અથવા ટ્રેનનું ભાડું વસૂલવું જોઈએ નહીં. દેશમાં ફસાયેલા શ્રમિકોને ભોજન અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.

દેશમાં પરપ્રાંતિય શ્રમિકોની દયનિય સ્થિતિની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે સુઓ મોટો પર વચગાળાના નિર્દેશા આપતા જણાવ્યું હતું કે, શ્રમિકો જ્યાં હોય ત્યાં જ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમને જમવાનું તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. બસ અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહેલા મજૂરોને આ સુવિધા આપવા આદેશ કરાયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, જ્યાંથી બસ અથવા ટ્રેન ઉપડવાની હોય તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે શ્રમિકોને ભોજન-પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે જ્યારે મુસાફરી દરમિયાન આ જવાબદારી રેલવેની રહેશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચના અન્ય જજ જસ્ટિસ એક કે કૌલ અને જસ્ટિસ એમ આર શાહે રાજ્યોને નિર્દેશ કર્યો છે તેઓ શ્રમિકોની નોંધણી વ્યવસ્થા કરે અને વહેલી તકે તેમને બસ અથવા ટ્રેન મળે તેવા પ્રયાસ કરે. કોર્ટે આ અંગે ગંભીર નોંધ લેતા ટકોર કરી હતી કે શ્રમિકોની નોંધણી, પરિવહન અને તેમને ભોજપ-પાણી ઉપલબ્ધ કરાવવામાં કેટલાક છીંડા જોવા મળ્યા હતા. કેન્દ્રે તેમના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ તેમના તરફથી અભૂતપૂર્વ પ્રયાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 91 લાખ પર પ્રાંતિયોને વતન મોકલવામાં આવ્યા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ શું છે? HDFC તથા મારૂતિ સુઝુકીનો આઇડીયા

ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ શું છે? HDFC તથા મારૂતિ સુઝુકીનો આઇડીયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ આજે ગુરૂવારે એક નવી સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમનું નામ ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ છે. કંપનીની સાથે પાર્ટનર તરીકે આ સ્કીમમાં HDFC બેન્ક જોડાઇ છે. આ સ્કીમ નવી કાર ખરીદનારાઓ માટે છે.

આ સ્કીમમાં ફલેકિસ ઇકવેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ (EMI) ઓપ્શન પણ છે. જેમાં ગ્રાહકને વર્ષ દરમિયાન ત્રણ ઓછી રકમના EMI નો લાભ મળે છે, જે ઓન રોડ ફંડીગના 100 ટકા સુધી મળશે.

આ ઉપરાંત પ્રતિલાખ મહિને રૂા.899 નો હપ્તો આવશે, આ સ્કીમ પ્રથમ છ માસ માટે લાગુ પડશે એમ મારૂતિ સુઝુકીએ જણાવ્યું છે.

એકઝીકયુરિવ ડીરેકટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવ કહે છે : જે સંકટથી ધેરાયેલા છે. તેવા ગ્રાહકો માટે આ મોટો ફાયદો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આતંકીઓનું પુલવામાં જેવા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

કાશ્મીરમાં 20 કિલો વિસ્ફોટક ભરેલી કારને સેનાએ ઉડાવી દીધી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.

સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી.

 

સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કારની વોચ રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ