જામનગર તાલુકાના સીક્કા નજીક આવેલા રિલાયન્સ કંપનીના યાર્ડમાં પેટા કોન્ટ્રાકટરની ઓફિસના તાળા તોડી અંદાજે રૂા.2.75 લાખના સામાનની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રહેતા અને કિર્લોસ્કર અને કોલોકોટ પ્રા.લિ.માં ફરજ બજાવતા ચિંતન લાઠીગરા નામના યુવાને નોંધાવેલી ફરિયાદની વિગત મુજબ, સીક્કા નજીક આવેલી એલસી 4 ના કોટીંગ યાર્ડમાં આવેલી કિર્લોસ્કર કંપનીની ક્ધટેનરમાં આવેલી ઓફિસના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદાજે રૂા.2,75,500 ની કિંમતની ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી.