Connect with us

આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર સુધીમાં વિશ્વ કોરોના મુકત થઇ જશે

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ રજુ કર્યુ સંશોધન : જુલાઇ અંત સુધીમાં ભારતનો થશે છૂટકારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દુનિયાની અડધી જનતા ઘરમાં કેદ છે. આ દરમિયાન અમુક દેશોમાં લોકડાઉનમાં છૂટ પણ આપવામાં આવી રહી છે. પરંતુ લોકોના મનમાં સતત એ સવાલ છે કે, અંતે આ દુનિયાને કોરોનાથી મુક્તિ ક્યારે મળશે? લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ક્યારે થશે? આપણે પહેલા જેવું જીવન ક્યારે જીવી શકીશું? આ સવાલોની વચ્ચે સિંગાપોરથી એક આશાવાદી સમાચાર જાણવા મળ્યા છે.

સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનના નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રિવન ડેટા એનાલિસિસ દ્વારા જણાવ્યું છે કે, દુનિયામાંથી કોરોના વાઈરસ ક્યારે ખતમ થશે. રિસર્ચ પ્રમાણે દુનિયાના દરેક દેશોમાંથી કોરોનાનો અંત 9 ડિસેમ્બર 2020 સુધીમાં થઈ જશે. ભારતમાંથી તે સંપૂર્ણ રીતે 26 જુલાઈ સુધીમાં ખતમ થશે. અમેરિકામાં 27 ઓગસ્ટ સુધીમાં ખતમ થવાની શક્યતા છે. આ જ રીતે સ્પેનમાં 7 ઓગસ્ટ અને ઈટાલીમાં 25 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે કોરોના સમાપ્ત થશે.

નિષ્ણાતોએ આ રિસર્ચ સમગ્ર દુનિયામાં રોજ આવતા કોરોનાના નવા કેસ, મૃત્યુઆંક અને સાજા થનાર દર્દીઓના તુલનાત્મક અભ્યાસના આધારે કર્યો છે. તેમના મત પ્રમાણે દુનિયામાંથી કોરોના 97 ટકા 30 મે સુધીમાં, 99 ટકા કેસ 17 જૂન અને 100 કેસ 9 ડિસેમ્બર 2020 સુધીમાં પૂરા થઈ જશે. ભારતમાંથી કોરોનાના 97 ટકા 22 મે સુધીમાં 99 ટકા કેસ 1 જૂન અને 100 કેસ 26 જુલાઈ 2020 સુધીમાં પૂરા થઈ જશે. જો અમેરિકાની વાત કરીએ તો અહીં કોરોનાના 97 ટકા કેસ 12 મે સુધીમાં, 99 ટકા કેસ 24 મે સુધીમાં અને 100 ટકા કેસ 27 ઓગસ્ટ 2020 સુધીમાં પૂરા થઈ જવાનો અંદાજ છે.

આંતરરાષ્ટ્રીય

રંગભેદની આગમાં સળગ્યુ અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પ અંડરગ્રાઉન્ડ

40 શહેરોમાં કર્ફયુ, નેશનલ ગાર્ડ તૈનાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સુરક્ષાદળોએ ટીયરગેસ છોડવો પડ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થોડીવાર માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા હતા.

ન્યૂઝ ચેનલ CNN મુજબ વોશિંગ્ટન સહિત 15 શહેરમાં લગભગ 5 હજાર નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે. જરૂર મુજબ બે હજાર ગાર્ડ્સને સ્ટેન્ડ ટૂ રહેવા કરહેવાયું છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે એક વ્યક્તિના હવાલાથી રિપોર્ટ છાપ્યો છે કે શુક્રવારે વ્હાઈટ હાઉસ સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પને એક કલાકથી ઓછા સમય માટે અંડર ગ્રાઉન્ડ બંકરમાં લઈ જવાયા હતા. પ્રદર્શનકારીઓને હટાવવા માટે સીક્રેટ સર્વિસ અને યુનાઈટેડ સ્ટેટ્સ પાર્ક પોલીસે ભારે જહેમત કરવી પડી હતી.

અખબાર મુજબ ટ્રમ્પની ટીમ વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થતા હેરાન હતા. જોકે એ સ્પષ્ટ થયું નથી કે મેલાનિયા અને બૈરન ટ્રમ્પને બંકરમાં લઈ જવાયા હતા કે નહીં.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ દ્વારા જૂનમાં યોજાનારી જી-7 સમિટને સપ્ટેમ્બર સુધી મોકૂફ

ટ્રમ્પ દ્વારા જૂનમાં યોજાનારી જી-7 સમિટને સપ્ટેમ્બર સુધી મોકૂફ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનમાં યોજાનારી જી-7 સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ તેમણે જી-7 સમિટમાં ભારત અને અન્ય દેશોને સામેલ કરવાની માગણી કરી હતી.

ટ્રમ્પે ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસી જતા સમયે એર ફોર્સ વન વિમાનમાં પત્રકારોને જણાવ્યું કે, તેઓ જી-7ને સપ્ટેમ્બર સુધી મોકૂફ રાખે છે અને તેમાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયાને સામેલ કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે, મને નથી લાગતું કે જી-7 વિશ્વની હાલની પરિસ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે. તે દેશોનું ખૂબ જ જૂનો સમૂહ છે.

જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલની ઓફિસે શનિવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના વાયરસ સંકટ છે ત્યાં સુધી તેઓ શિખર સમ્મેલનમાં ભાગ લેશે નહીં. જી-7માં ફ્રાન્સ, ઈટાલી, જાપાન, જર્મની અમેરિકા, બ્રિટન અને કેનાડા જેવા દેશ સામેલ છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

ટિવટરે અમેરિકાના રાષ્ટ્રપતિને પણ ચેતવણી આપી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ટિવટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરી રહ્યું છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંકટનો સામનો કરવા માટે તેમના પગલા લઈને ટિકાઓની વચ્ચે ઘેરાયેલા છે. આ વચ્ચે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે પહેલી વખત ટ્રમ્પને ચેતવણી આપી છે. ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેટલીક ટ્વીટ્સને ફ્લેગ કરીને ફેક્ટ-ચેકની વોર્નિંગ આપી છે. ત્યાંજ ચેતવણી બાદ આને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ ગણાવ્યું છે.

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પની બે ટ્વીટ્સ પર ટ્વિટરે ચેતવણી આપી છે. મેલ-ઈન બેલેટ્સને બોગસ અને મેલ બોક્સ લૂંટી લેવામાં આવશે કહેતા ટ્રમ્પના સત્તાવાર એકાઉન્ટ્સ પરથી કેટલાક ટ્વીટ્સ કરાયા હતા. હવે આ ટ્વિટ પર એક લિંક આવી રહી છે જેમાં લખ્યું છે કે, મેલ-ઈન બેલેટ્સ અંગે તથ્ય જોઈએ. આ લિંક ટ્વિટર યુઝર્સના મૂવમેન્ટ્સ પેજ પર ફેક્ટ ચેક માટે લઈ જાય છે. અહિંયા ટ્રમ્પના અપ્રમાણિત દાવા સંબંધિત સમાચાર આવે છે.

ત્યાંજ ડોનાલ્ડ ટ્રમ્પે સતત બે ટ્વીટ દ્વારા ટ્વિટરના પગલા પર નિશાન તાક્યું છે. ટ્રમ્પે પહેલા ટ્વિટમાં લખ્યું છે કે, ટ્વિટર હવે 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેલ-ઈન બેલેટ્સ અંગે મારું નિવેદન મોટા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીને જન્મ આપે છે. આ ખોટું છે. આ ફેક ન્યૂઝ સીએનએન એમેઝોન વોશિંગ્ટન પોસ્ટના ફેક્ટ ચેકિંગ પર આધારિત છે.

અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે, ટ્વિટર અભિવ્યક્તિની સ્વતંત્રા પર હુમલો કરી રહ્યું છે. એક રાષ્ટ્રપતિ તરીકે હું આવું થવા દઈશ નહીં. હાલમાંજ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર જો બિડને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાને કારણે 1 લાખ લોકોના મોત થયા છે અને ટ્રમ્પ ગોલ્ફ રમીને દિવસ પસાર કરી રહ્યા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ