Connect with us

સ્પોર્ટ્સ

કોરોના કાળના પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઇન્ડિઝે ઇગ્લેન્ડને હરાવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વેસ્ટ ઇન્ડીઝે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 3 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથી ઇનિંગ્સમાં 200 રનનો પીછો કરતા વિન્ડિઝની શરૂઆત નબળી રહી હતી અને તેણે 27 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા જર્મેન બ્લેકવુડે 95 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મેચ જીતાડી હતી. તેણે 154 બોલની ઇનિંગ્સ દરમિયાન કરિયરની 11મી ફિફટી ફટકારતાં 12 ફોર મારી હતી. તેના સિવાય રોસ્ટન ચેઝે 37 અને વિકેટકીપર શેન ડાઉરિચે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચરે ત્રણ, બેન સ્ટોક્સે બે અને માર્ક વુડ એક વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટ 16 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં છે. ઇંગ્લેન્ડ બીજા દાવમાં 313 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રથમ ઇનિંગ્સમાં 114 રનની લીડ મળી હોવાથી વેસ્ટ ઇન્ડીઝને મેચ જીતવા 200 રનનો લક્ષ્યાંક મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ માટે શેનોન ગેબ્રિયલે 5, જ્યારે રોસ્ટન ચેઝ અને અલઝારી જોસેફ 2-2, કેપ્ટન જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી છે. શેનોને છઠ્ઠી વાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટ લીધી હતી.

એકસમયે ઇંગ્લેન્ડ 249/3 મજબૂત સ્થિતિમાં હતું. જોકે તે પછી તેમણે 30 રનમાં 5 વિકેટ ગુમાવતા વિન્ડિઝે મેચમાં વાપસી કરી હતી. આ દરમિયાન બેન સ્ટોક્સ, ઝેક ક્રોલે, જોસ બટલર, ડોમિનિક બેસ અને ઓલી પોપ આઉટ થયા હતા.

દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરે સારો દેખાવ કર્યો હતો. રોરી બર્ન્સ અને ડોમ સિબલેએ ઓપનિંગ વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ રોસ્ટન ચેઝના શોર્ટ એન્ડ વાઇડ બોલમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર જોન કેમ્પબેલના હાથે કેચ આઉટ થયો હતો. બર્ન્સે 102 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોરની મદદથી 42 રન કર્યા હતા.

તેના આઉટ થયા પછી સિબલે અને ડેન્લીએ બીજી વિકેટ માટે 41 રન ઉમેર્યા હતા. સિબલેએ ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 164 બોલમાં 4 ફોરની મદદથી 50 રન કર્યા હતા. ફિફટી માર્યા પછીના બોલે તે ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, પરંતુ તે નો-બોલ હોવાથી તેને જીવનદાન મળ્યું. જોકે તેના 2 બોલ પછી જ તે ગેબ્રિયલનો શિકાર થયો હતો.ડાઉન ધ લેગ કીપર ડાઉરિચે તેનો સરળ કેચ કર્યો હતો. ટૂંક સમયમાં જો ડેન્લી 29 રને ચેઝની બોલિંગમાં હોલ્ડર દ્વારા કેચ આઉટ થયો હતો.

ઝેક ક્રોલે અલઝારી જોસેફની બોલિંગમાં કોટ એન્ડ બોલ થયા પહેલા કરિયરની બીજી ફિફટી ફટકારતાં 127 બોલમાં 8 ફોરની મદદથી 76 રન કર્યા હતા. તે પછી જોસ બટલરે બેટ વડે નિરાશ કર્યા હતા. તે 9 રને જોસેફની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ બીજી ઇનિંગ્સમાં પણ જેસન હોલ્ડરની બોલિંગમાં આઉટ થયેલ હતો. તે ગલીમાં શાઇ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 79 બોલમાં 6 ફોરની મદદથી 46 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં ક્ધવર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે સગાઇ કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે શનિવારે એટલે કે 8 ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટ્વિટર પર લખ્યું, અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું.

આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે. ફેન્સએ આ જોડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે. ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ભારતીય હોકી ટીમના કેપ્ટન સહીત પાંચ ખેલાડીઓને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોઇ એવુ ક્ષેત્ર બચ્યુ નથી જે કોરોનાની ઝપેટમાં ન આવ્યુ હોય હાલ તમામ મેચ અને ખેલાડીઓ પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ છે. ક્રિકેટ હોય કે પછી હોકી મોટા ભાગના મેચ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓએ બેંગલુરૂમાં SAIના નેશનલ સ્પોર્ટસ સેન્ટરમાં યોજાયેલી શિબિરમાં તમામ ખેલાડીઓનો મેચ પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિત પાંચ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મનપ્રીત સિવાય ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ અને ડ્રેગ ફ્લિકર વરૂણ કુમાર કોરોના પોઝિટીવ છે. પાછળથી ખબર પડી કે ગોલકીપર કૃષ્ણા બી. પાઠકને પણ કોરોના થયો છે. ગોલકીપરનો રિપોર્ટ રાજ્ય સરકારને પાછળથી મળ્યો હતો.

જો કે રાષ્ટ્રીય શિબિર તેના નિર્ધારિત કાર્યક્રમમાં જ શરૂ થશે. આ ખેલાડીઓઘરે બ્રેક લીધા બાદ ટીમ સાથે શિબિરમાં પહોંચ્યા હતા. એક મહિનાથી ખેલાડીઓ બ્રેક પર હતા. આ પહેલા લોકડાઉનના કારણે બે મહિનાથી વધારે સમય બેંગલુરૂમાં SAI કેન્દ્રમાં ફસાયા હતા. શિબિરમાં જે ખેલાડીઓ તંદુરસ્ત હળે તેઓ 20 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવશે. શિબિરમાં ભાગ લે એ પહેલા તમામ ખેલાડીઓએ તેનો રિપોર્ટ કરાવવાનો રહેશે અને ત્યારબાદ જ ખેલાડીઓ ભાગ લઇ શકશે.

પોઝિટીવ આવેલા આ ખેલાડીઓ સાથે તમામ ખેલાડીઓએ મુસાફરી કરી હોવાથી શક્યતા છે કે ઘરથી બેંગલુરૂ આવતા આ વાયરસનો શિકાર થયા હોય. આ તમામ ખેલાડીઓનો રૈપિટ ટેસ્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યા હતા, મનપ્રીત અને સુરેન્દ્રને પાછળથી લક્ષણો દેખાતા તેમજ સાથે મુસાફરી કરતા 10 બીજા ખેલાડીઓના ગુરૂવારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા જેમાં 4 ખેલાડીઓ પોઝિટીવ આવ્યા છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે

BCCI દ્વારા તૈયાર કરવામાં આવી ગાઇડલાઇન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઈંડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો લેવા વાળા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનો યૂએઈમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા કોવિડ-19ની તપાસમાં 5 વાર નેગેટિવ આવવું પડશે. એટલું જ નહીં ટૂર્નામેન્ટ શરૂ થયા પછી ખેલાડીઓએ દર 5માં દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય ખેલાડિઓ અને સહયોગી સ્ટાફને ભારતમાં પોતાની બીજી ટીમો સાથે જોડાવાના એક સપ્તાહ પહેલા 24 કલાકના સમયગાળામાં બે વાર કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના પછી ભારતમાં 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.

તપાસમાં કોઈપણ વ્યક્તિને જો કોરોના પોઝિટિવ આવે તો તેને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે.19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ માટે યૂએઈ જવા માટે તેના કોરોન્ટાઈનનો સમય પૂરો થયા પછી 24 કલાકના સમયગાળામાં 2 વખત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. કોવિડની તપાસ બાદ રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

ખેલાડીઓ પ્રથમ અઠવાડિયામાં કોઈ સાથી મિત્રને મળી શકશે નહીં. યુએઈમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન ટીમોના ખેલાડીઓ અને અધિકારીઓને હોટેલમાં એકબીજાને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તપાસ ત્રણ વાર નકારાત્મક આવે તે પછી જ તેમને ટુર્નામેન્ટમાં સુરક્ષિત વાતાવરણમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે.

એઈમાં ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓની આઈસોલેશન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 53 દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. બીસીસીઆઈ તપાસ પ્રોટોકોલ સિવાય ટીમો પોતાની રીતે યૂએઈ સરકાર દ્વારા લાગુ નિયમો પ્રમાણે વધારાનો ટેસ્ટ કરાવી શકે છે. ટીમોને કહેવામાં આવ્યું છે કે તે 20 ઓગસ્ટ પહેલા ન નિકળો. જેથી તેને જરૂરી સમયે આવશ્યક પરિક્ષણ અને પ્રોટોકોલ અને આઈસોલેશન માટે કોઈ તકલીફ ન પડે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ