Connect with us

બિઝનેસ

સેન્સેકસમાં 500 પોઇન્ટના કડાકા સાથે સપ્તાહનો થયો પ્રારંભ

સેન્સેકસમાં 500 પોઇન્ટના કડાકા સાથે સપ્તાહનો થયો પ્રારંભ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય શેરબજારમાં સપ્તાહનો પ્રારંભ મંદી સાથે થયો છે. વૈશ્વિક સંકેતોના પગલે બજારના પ્રારંભે જ સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે એન.એસ.ઇ નો નિફટી પણ 150 અંક ગગડ્યો હતો. શેરબજારમાં ખાસ કરીને બેન્કિંગ શેરોમાં ભારે નબળાઇ જોવા મળી રહી છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.61 ટકા ઘટીને 409.70 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.75 ટકા ઘટીને 2824.55 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈટીસી, સન ફાર્મા, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આઈટીસી 1.61 ટકા વધી 198.25 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.17 ટકા વધી 485.55 પર કારોબાર કરી રહ્યો છે.

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 05-07-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 

NSENIFTY

 અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુ છું. BUY SELL કરતી વખતે તમારા FINANCIL ADVISOR નો  સંપર્ક કરવો.

અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. ઉપરના NSENIFTY ના ચાર્ટમાં આપડે જીઈ શકયે છીએ કે અપ ટ્રેન્ડમાં છે. અને શુક્રવાર અપ ટ્રેન્ડ લાઇન નજીક સાકડી વધઘટ સાથે બંધ આવેલ છે. જેને DOJI કેન્ડલ કહેવાય. એ જોતા નવા સપ્તાહમાં 10675-10700 ના લેવલ પર કેવી મુવમેન્ટ રહે છે એ જોવું રહ્યું. 200D EMA 10514 ઉપર બંધ આવામાં સફળ રહ્યું છે, તે જોતા આવતું સપ્તાહ અગત્યનું બની રહશે. નીચે સપોર્ટ 1051010325-10277 એ અગત્યના રહશે. 10277 એ નીચેની ટ્રેન્ડ લાઇન છે. જે નીચે 2 દિવસ બંધ આવતા માર્કેટની દિશા નીચે તરફની થઈ શકે છે. એ જોતાં એએ સપ્તાહમાં આપડે બન્ને તરફના સ્ટોક સિલેક્ટ કર્યા છે.

 

BHARTIARTL

ઉપર ના BHARTIARTL ના ચાર્ટ પર નજર કરીયે તો જોય શકાય છે કે ડાઉન ચેનલમાં ટ્રેડ થતાં હતા. પણ શુક્રવાર ના દિવસે BULLISH કેન્ડલ સાથે ઉપરની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું છે. એ જોતાં છેલા સપ્તાહમાં 556-557 ના લેવલ પર સારો સપોર્ટ લીધો છે. તો તેનો સ્ટોપ રાખી એ સ્ટોકમાં ઉપરની તરફની મૂવમેન્ટ માટે કામ કરી શકાય, ઉપર તરફ 588-594-612-623 સુધીના લેવલ જોઈ શકાય છે.

 

HDFCBANK

 

ઉપરના 1ST ચાર્ટમાં આપડે જોઈએ તો 3 કેન્ડલની EVENING STAR કેન્ડલસ્ટિક પટેર્ન બનાવી છે. અને 2ND ચાર્ટમાં આપડે જોઈ શકયે છીયે તે મુજબ અપ ચેનલમાં છે, ઉપરની ચેનલ નો BREAKOUT આપ્યા પછી તેની ઉપર ટ્રેડ કરવામાં ફેઇલ થય અને ફરી ચેનલની અંદર આવી જતાં તેમાં મંદી તરફનો મુવ આવી શકે છે. તે જોતાં 200D EMA 1068 અને લાસ્ટ ટોપ 1066 હતી તે જોતાં 1065 નીચે તેમાં વધુ ઘટાડાની શક્યતા બને છે. નીચે તરફ 1028-1019-1007 સુધીનાં લેવલ જોઈ શકાય. ઉપર તરફ 1089-1112 ના લેવલ હોઈ શકે છે.

 

SIEMENS

* SIEMENS ના 1ST ચાર્ટમાં આપડે જોઈ શકયે છીએ કે ટ્રાએંગલ ચેનલમાંથી ઉપરની ટ્રેન્ડ લાઇન બ્રેક કરવામાં સફળ રહ્યું છે. તે જોતાં આવનાર દિવસોમાં એમાં ઉપર તરફની ચાલ જોઈ શકાય છે. 2ND ચાર્ટ મુજબ છેલ્લા સપ્તાહના લો 1082 અથવા 1035 ટ્રેન્ડ લાઇનના સ્ટોપ લેવલથી ઉપર તરફ 1175-1200-1253 ના લેવલ જોઈ શકાય છે.

 

WIPRO

1ST ચાર્ટ મુજબ જોઈ શકાય છે કે તે એક અપ ચેનલમાં ટ્રેડ કરે છે. તે જોતાં લોઅર ટ્રેન્ડલાઇન 221 નજીક છે. 200D EMA 222.5 નજીક છે. એ જોતાં 220 નીચે વેચવાલી જોઈ શકાય છે. 2ND ચાર્ટ મુજબ આપડે જોઈ શકયે છીએ કે 3 ટોપ બનાવીને BEARISH SPINNING TOP કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે જે 3RD ચાર્ટ જોતાં 301 થી 159 ના સ્વિંગના 50% લેવલ પર ટોપ બનાવી છે. તે જોતાં 230-232 નું લેવલ ઘણું અગત્યનું લાગે છે. નવી તેજી તેની ઉપર સારું બંધ આવે તોજ શક્ય બને છે.

આભાર.

વિપુલ એમ દામાણી, સુરત.

15+Yrs થી માર્કેટ માં કામ કરુછું. અને 2010 થી ચાર્ટ મુજબ

મારા ક્લાઈંટ ને સેવા આપુ છું. મો ન- 9377714455 email-

[email protected]

 

વધુ વાંચો

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 29-06-2020

સ્ટોક માર્કેટ વિશેષ 29-06-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

NSE Nifty - Khabar Gujarat

આ કોલમમાં દર આઠવાડીએ આપડે બજાર વિષે મારો વ્યૂ અને એ મુજબ ચાર્ટ સાથે 2-4 સ્ટોકનો પણ વાત કરીશું.

આજના આપડા લેખમાં આપડે NIFTY, HDFCBANK, ITC અને ULYTACEMCO ચાર્ટ વિષે વાત કરીશું.

બજાર વિષે મારો વ્યૂ અહી રજું કરું છુ

ગયા અઠવાડિયે આપડે જોયુ કે NIFTY ના નીચેના ચાર્ટ મુજબ ઉપરની ટ્રેન્ડ લાઇનને  કે જેનું લેવલ 10560 જેને ટચ કરીને અને 12430 થી 7511 ના 61.8% ના FIBONACCI લેવલ 10551 ના ડબલ રેસિસ્ટન લેવલથી એક સારી વેચવાલી જોઈ. એ જોતાં લાગે  છે કે હાલ પૂરતી બજારની ટોપ બનીગઇ હોય એવું લાગે છે. એટ્લે આજના આપડા રેસર્ચમાં આપડે શોર્ટ સાઇડ ના સ્ટોક લીધા છે.

NSENIFTY

NSE Nifty - Khabar Gujarat

 

HDFCBANK

 

1st ચાર્ટ મુજબ આપડે જોઈ શકયે છીએ કે HDFCBANK એ અપ  ટ્રેન્ડમાં છે. અને  ઉપરની ટ્રેન્ડ લાઇનની નજીક ટ્રેડ કરે છે જેનું લેવલ 1081 છે. 2nd ચાર્ટ મુજબ આપડે જોઈ શકીએ છીએ કે 1567 એ ડબલ ટોપનું લેવલ છે જે જોતાં તેની નજીક આવતા આ સ્ટોક માં શોર્ટ પોજિશન બનાવી શકાય છે જેનો સ્ટોપલોસ્સ 1081 ઉપર રાખી શકાય અને નીચેના લેવલ 1019-988-960 સુધી જોઈ શકાય છે.

ITC

1st ચાર્ટ મુજબ આપડે જોઈ શકયે છીએ કે ITC એ અપ ટ્રેન્ડમાં છે. અને ઉપરની ટ્રેન્ડ લાઇનની નજીકથી તેમાં વેચવાલી દેખાય છે જેનું લેવલ 211 છે. 2nd ચાર્ટ મુજબ આપડે જોઈ શકીએ છીએ કે 206 નજીક એ ડબલ ટોપનું લેવલ છે જે જોતાં તેની નજીક આવતા આ સ્ટોક માં શોર્ટ પોજિશન બની હોય એવું શકાય છે જે જોતાં આ સ્ટોકમાં 210 ઉપર ના સ્ટોપલોસ્સ  રાખી શોર્ટ પોજિશન બનાવી શકાય અને નીચેના લેવલ 188-181-176.5 સુધી જોઈ શકાય છે

ULTRACEMCO

1st ચાર્ટ મુજબ આપડે જોઈ શકયે છીએ કે ULTRACEMCO એ ઉપર ટ્રેન્ડમાં છે. પણ ઉપરની ટ્રેન્ડ લાઇનની નજીકથી તેમાં વેચવાલી દેખાય છે અને એની સપોર્ટ લાઇન 3720 નજીકછે એની નીચે ટ્રેડ થતાં તેમાંવધુ તાકાતથી વેચવાલી જોઈશકાય એ જોતાં 3720 નીચે આ સ્ટોક માં શોર્ટ પોજિશન બનાવી શકાય . 2nd ચાર્ટ મુજબ આપડે જોઈ શકીએ છીએ કે 3955 થી 4015  નજીક એ ડબલ ટોપનું લેવલ છે જે જોતાં તેની નજીક આવતા આ સ્ટોક માં શોર્ટ પોજિશન બનાવી શકાય છે જે જોતાં આ સ્ટોકમાં 4020  ઉપર ના સ્ટોપલોસ્સ  રાખી શોર્ટ પોજિશન બનાવી શકાય અને નીચેના લેવલ 3720-3675-3635-3600 સુધી જોઈ શકાય છે॰

 

આભાર.

 

વિપુલ એમ દામાણી, સુરત.

વિપુલ એમ દામાણી, સુરત.

15+Yrs થી માર્કેટ માં કામ કરુછું. અને 2010 થી ચાર્ટ મુજબ મારા ક્લાઈંટ ને સેવા આપુ છું. મો ન- 9377714455 email- [email protected]

વધુ વાંચો

બિઝનેસ

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ઉદય કોટકના ‘મનની વાત’….

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ઉદય કોટકના ‘મનની વાત’….

ખબર ગુજરાત

પ્રકાશિત

on

CII નામનું સંગઠન બિનસરકારી અને નોન-પ્રોફિટેબલ સંગઠન છે જે ભારતના ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા નિભાવતું રહ્યું છે – 1895 થી. વર્તમાન CII નો પ્રારંભ 1992 થી થયો, જે ભારતના આર્થિક ઉદારીકરણ યુગના પ્રારંભનું વર્ષ હતું.

2008ની સાલ પછી, KV કામથ બાદ, પ્રથમ વખત CIIને બેંકર વડા ઉદય કોટક પ્રાપ્ત થયા છે- શું છે તેઓના મનની વાતો ?

ઉદય કોટક બેંકર હોવાને કારણે મોટાં ધિરાણકર્તા (લેન્ડર) છે પરંતુ તો પણ ઔદ્યોગિક લોબીના સંગઠનના વડા તરીકે તેઓ કોઇ જ મૂંઝવણ-સંઘર્ષ અનુભવતા નથી કારણ કે તેઓ માને છે કે, કાઇપણ જાહેરપદ સંભાળતી વખતે માત્ર એટલું જ વિચારવાનું હોય કે – દેશ માટે ‘યોગ્ય’ શું છે ?

આગામી નાણાંકીય વર્ષ અંગે આપ શું વિચારો છો ? એવા પ્રશ્નના જવાબમાં કોટક કહે છે : હું વર્ષની એવરેજ જોવાને બદલે પ્રત્યેક માસનો ડેટા અને તેના પેરામીટર્સ જોવાનું પસંદ કરૂં છું. ગત એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન હતો. હવે ધીમે ધીમે કર્વ આગળ વધી રહ્યો છે. અને આશા છે માર્ચ-2021 સુધીમાં આપણે લોકડાઉન પહેલાનું ફેબ્રુઆરી-2020નું લેવલ પ્રાપ્ત કરી શકીશું.

ધંધા-ઉદ્યોગ પરની વિવિધ શરતોને કારણે ફરીથી ઇન્સ્પેકટર રાજ સ્થપાશે ? તમે શું માનો છો ? ઉદય કોટક કહે છે : આપણે લોકડાઉનના સંદર્ભમાં ખરેખર તો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી રહ્યા છીએ. કોઇપણ સમાજમાં જટિલતા હોય ત્યારે સ્થપિત હિતો હોય જ અને સતાનો દુરૂપયોગ પણ ચોક્કસ સ્તરે થતો હોય-એ વાત ખરી છે.

તમે આ ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર આવશો ? એ પ્રશ્ર્નના જવાબમાં કોટક કહે છે : લોકો જાણે છે કે હવેની જિંદગી સામાન્ય નથી. લોકો શિસ્તમાં રહેવાની આદત કેળવી રહ્યાં છે. મોટાં શહેરોમાં નાના ફલેટમાં રહેતાં લોકો ટફ જિંદગી જીવી રહ્યા છે. દેશમાં પ્રથમ વખત એવું બન્યું છે કે શહેરોમાંથી લાખ્ખો લોકો ગામડાંઓમાં ઠલવાયા છે. જે લોકો સ્લમમાં રહેતાં હતાં, રોજગારની અસલામતી અનુભવતા હતાં તેઓ વાયરસના ડરથી પરત ગામોમાં પહોંચ્યા છે.

3 વર્ષ પહેલાંની સરખામણીએ હાલ લોકો વચ્ચેની કનેકિટવિટી મોટી સમસ્યા છે. આપણે રૂરલ અર્બન વિસ્તારો વચ્ચે બેલેન્સ કેવી રીતે કરી શકીશું ? તે સમસ્યા છે. ઇ-મેડિસીનની વાત હોય કે આરોગ્ય સંભાળની, ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય કે ડિજિટલ ઇન્ડિયાની આપણે બધાં જ નાગરિકો માટે એકસાથે ટ્રાન્સફોર્મેશન લાવવું પડશે, આપણે આમ કરી શકીએ છીએ.

એરલાઇન્સ સહિતના કેટલાંક ક્ષેત્રો સરકાર તરફથી રાહતો ઇચ્છે છે, તમારો વ્યૂ ? ઉદય કોટકનો જવાબ : અર્થતંત્રનું દર્દ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. લાભાર્થીઓ (નાગરિકો) – સરકાર તથા નાણાંકીય ક્ષેત્ર. સરકાર પોતે આરોગ્ય-શિક્ષણના ક્ષેત્રમાં મુશ્કેલીમાં છે. સરકારના ભાગે 10 લાખ કરોડ જેટલો ખર્ચ આવ્યો છે, જો કે આ ખર્ચ મધ્યમ ગાળા પૂરતો જ છે. આપણે GDPની માત્ર 1.3 ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચીએ છીએ, જે રક્ષાક્ષેત્ર જેટલી કરવી જોઇએ. શિક્ષણ ખૂબ જ માઠી અસરોથી પ્રભાવિત છે. તીડ-વાવાઝોડાં જેવી કુદરતી આપતિઓ આપણી મુશ્કેલીઓ વધારી રહી છે.

અમેરિકા પાસે છે એવું અનામત ભંડોળ આપણી પાસે નથી. સરકાર પાસે સંશાધનો પણ મર્યાદિત છે. આપણે પસંદગી એ કરવાની છે કે આગામી બે-ત્રણ વર્ષ સુધી આપણે આરોગ્ય-સ્વચ્છતા પાછળ ધ્યાન આપવું છે કે, પાંચમી એરલાઇન શરૂ કરવા પ્રત્યે ?! એરલાઇન્સ વિષે આજકાલ બહુ ઘોંઘાટ થાય છે. પ્રથમ તો એ નક્કી થવું જોઇએ કે અરજન્ટ અને મહત્વનું શું છે ? પછી એ નક્કી કરો મહત્વનું શું છે ? પછી નક્કી કરો અર્જન્ટ શું છે ?

તમારાં પુરોગામી ગત વર્ષે બોલ્યા હતાં : સરકાર તથા ઉદ્યોગો વચ્ચે વિશ્ર્વાસ ખૂટે છે. હજૂ આપણે ત્યાં જ છીએ? આ પ્રશ્ર્નના જવાબમાં કોટકે કહ્યું : સૌથી મહત્વની વાત એ છે કે, પ્રધાનમંત્રીએ CIIના વાર્ષિક કાર્યક્રમમાં સંબોધન કર્યું. તેઓએ કહ્યું અમે ઉદ્યોગોની પડખે ઉભાં છીએ અને આત્મનિર્ભર ભારત માટે સરકાર ઉદ્યોગો સાથે કામ કરશે. CII ના મતે, આત્મનિર્ભર ભારત સ્પર્ધાત્મક અભિગમ છે. અને વિશ્વ સાથે જોડાયેલી બાબત છે. હું મારા પુરોગામી વિક્રમ કીર્લોસકાર ક્રેડીટ આપીશ, તેઓએ આ દિશામાં ધણું કામ કર્યુ છે. સંજોગો બદલાઇ ગયા છે. કોરોના મોટી બાબત છે, આપણેસૌએ સાથે રહેવું જોઇએ. IBAએ બેડ બેન્કની પ્રપોઝલ મૂકી છે. તમે શું કહેશો ? ઉદય કોટકનો જવાબ : હું  બેડ બેંકને NO નથી કહેતો પરંતુ તેમાં સુશાસન તથા પ્રોસેસ મિકેનિઝમની આવશ્યકતા રહે છે. કારણ કે અંતિમ હેતુ નાણાં પરત મેળવવાનો હોય છે. રાષ્ટ્રીય સંપતિની રિકવરી મોટો મુદ્દો છે. જો કે હજુ આ દિશામાં ખાસ નોંધપાત્ર વિચારવામાં આવ્યું નથી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ