Connect with us

રાજ્ય

ખંભાળિયાનો પાણી પ્રશ્ન કુદરતી આફત વચ્ચે પણ સહકારની બદલે વિરોધથી પ્રબુધ્ધોમાં ચર્ચાઓ

નગરપાલિકામાં પાણી વિતરણ મુદ્દે વિરોધને અયોગ્ય ગણાવાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા શહેરમાં વરસી ગયેલા અતિભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલી વોટરવર્કસ યોજનાની પાઈપ લાઈનોના કારણે ખોરંભાયેલી પાણી વિતરણ વ્યવસ્થા વચ્ચે કેટલાક નાગરિકો દ્વારા નગરપાલિકા કચેરીએ જઈને કહેવાતા વિરોધના કાર્યક્રમોએ પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે ચર્ચા જગાવી છે.

ખંભાળિયા તાલુકામાં આ વર્ષે નોંધપાત્ર એવા એકસો ઈંચ જેટલા ભારે વરસાદના કારણે હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગત સપ્તાહમાં મુશળધાર વરસાદના કારણે સાત ફૂટ સુધી ઓવરફ્લો થયેલા ઘી ડેમના પાણીના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી નગરપાલિકાની વોટર વકર્સ યોજનાની પાણીની પાઈપલાઈન સંપૂર્ણપણે ધોવાઇને તણાઈ ગઈ હતી. આના કારણે શહેરના મોટભાગના વિસ્તારોમાં છેલ્લા છ દિવસથી શહેરમાં પાણી વિતરણ થઈ શકતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી આશરે એક માસ પૂર્વે પણ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલી આ લાઈનો નગરપાલિકાએ આશરે રૂપિયા ત્રણેક લાખના ખર્ચે દુરસ્ત કરી અને પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત્ કરી હતી. જ્યારે મેઘ પ્રકોપના કારણે આ પરિસ્થિતિનું પુન: નિર્માણ થયું છે.

શહેરના આશરે સાઈઠ ટકા વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકતું નથી. જ્યારે ફૂલવાડી વોટર વર્ક્સ યોજના મારફતે આશરે 40 ટકા વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાના કેટલાક વિસ્તારોના બહેનો તથા કહેવાતા આગેવાનોએ ગઈકાલે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં વિરોધ કરનારાઓ દ્વારા જણાવાયા મુજબ નગરપાલિકા તંત્ર પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં ઊણું ઉતાર્યું છે. જ્યારે મુદ્દાની વાત તો એ છે કે આ કુદરતી આફત કે જે કોઈના હાથમાં નથી અને આ વિતરણ વ્યવસ્થા અટકી જવામાં નગરપાલિકા તંત્ર કંઇ જ કરી શકતું નથી, તેનો કોઈ દેખીતા કારણ વગર વિરોધ કરવો એ માત્ર એક સ્ટંટ તથા તેને વિરોધ પક્ષ પ્રેરીત જ ગણવામાં આવ્યો છે.

આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ઘી ડેમ પાસેની વોટર વકર્સની લાઈનો ધોવાઈ જતા નગરમાં સર્જાયેલા પાણી પ્રશ્ર્ને નગરપાલિકાના ફાયર ફાઈટર સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આટલું જ નહીં નગરપાલિકા દ્વારા ત્રણ ટેન્કરો ભાડે રાખી અને રજૂઆત મુજબ જે તે સ્થળોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના ક્ધટેન્મેન્ટ ઝોનમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ટેન્કર તથા ફાયર ફાઈટરની મદદથી પાણી આપવામાં આવી રહ્યું છે.

ખંભાળિયા નગરપાલિકાના વોટર વકર્સ ઈજનેર મુકેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે હાલ પાલિકા સ્ટાફ દ્વારા ડેમ વિસ્તારમાં અવિરત રીતે કામગીરી હાથ ધરી, આગામી બે દિવસમાં પાણી વિતરણ વ્યવસ્થા સંભવિત રીતે પૂર્વવત થઇ જાય તે માટેના સંપૂર્ણ પ્રયાસો હાથ ધરાયા છે. અને શહેરમાં પાણી વિતરણ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ હાથ ધરાઇ છે.

ખંભાળિયા નગરપાલિકાના વોટર સમિતિના ચેરમેન જગુભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે આ પાણી પ્રશ્ને નગરપાલિકાના સદસ્યો દ્વારા તંત્ર તથા આગેવાનોને સાથે રાખીને આગામી સમયમાં નક્કર આયોજન કરી અને પાણીની લાઇનો ન ધોવાય તે માટે પુલ સહિતની રજૂઆતો કરવામાં આવી છે. આમ, કુદરતી આપત્તિને જાણે પબ્લીસિટી સ્ટંટ માટેનો અવસર ગણી, સહકાર આપવાના બદલે વીરોધ કરતા લોકોની નીતિરીતિ ટીકાસ્પદ બની છે.

રાજ્ય

જામજોધપુર તાલુકાના વરવાળામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં પ્રૌઢનું મોત : પોલીસ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના વરવાળા ગામના પાટીયા પાસે યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના નવી જેલ પાછળના વિસ્તારમાં રહેતા પ્રૌઢનું તેના ઘરે મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતા દાના જીવા ચંદ્રવાડિયા (ઉ.વ.45) નામના યુવાને મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી ગેસના ટીકડા તથા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સવદાસભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 મા નવી જેલ પાછળ ગણેશફળીમાં રહેતા વીરાભાઈ દાનાભાઈ વરૂ (ઉ.વ.55) નામના પ્રૌઢનું તેના ઘરે બે દિવસ દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ લાખાભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.આઇ. મુળિયાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

રાજ્ય

સાયબર ક્રાઇમથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધતા જતા સાઇબર ક્રાઇમને લઈ લોકોએ જાગ્રત થવાની જરૂર છે તેમજ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત વાત કે ડિટેલ શેર ન કરવા માટે સાઇબર એક્સપર્ટ અને અધિકારીઓ સલાહ આપી રહ્યા છે.

સાઇબર ક્રાઈમમાં મોટે ભાગે ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ગેરકાયદે કોલસેન્ટર, સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ, બીભત્સ કોમેન્ટ કે પોસ્ટ જેવા ગુના નોંધાયા છે સાઇબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે અનેક ગુનાઓ ડિટેકટ પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગુનેગારો દેશની બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફલેશ થતા નથી, માટે એ ગુના ડિટેકટ થઈ શકતા નથી. સાઇબર ક્રાઈમમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધુ ગુના PAYTM KYCના નામે થયેલી છેતરપિંડીના નોંધાયા છે.

  • ચાલુ વર્ષે PAYTM KYCના નામે સૌથી વધારે લોકો ભોગ બન્યા.
  • OTP કે બેન્ક-વિગત કોઈને ફોન પર ના આપો.
  • કોઈ ફ્રોડ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવો ફરિયાદ.
  • પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શકય હોય તો પ્રાઇવસી રાખો.
  • સમયાંતરે ઇ-મેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ બદલ
  • સિક્યોરિટી ફીચર પણ ખાસ એપ્લિકેશનમાં ધ્યાન રાખો.
  • કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વધુ વાત ન કરો.

વધુ વાંચો

રાજ્ય

હવે દર 6 મહિને ફાયર સેફટી NOC રિન્યુઅલ કરાવવુ પડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફીસર તરીકે પ્રેકટીસ કરવા મંજૂરી આપશે.

રાજ્યના નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. શહેરોમાં ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે

શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રીન્યુએલ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ