Connect with us

આંતરરાષ્ટ્રીય

આ દેશ ની યુનિવર્સિટી 2024 સુધી પ્રવેશ પરીક્ષા નહીં લે

આ દેશ ની યુનિવર્સિટી 2024 સુધી પ્રવેશ પરીક્ષા નહીં લે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ પ્રવેશ માટે યોજાતી એસીટી કે એસએટી પ્રવેશ પરીક્ષાઓને 2024 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે પ્રવેશ માટે નવા માપદંડ નક્કી કરાશે. યુનિવર્સિટી બોર્ડે ગુરુવારે આ નિર્ણય લીધો.
યુનિવર્સિટીના અધ્યક્ષ જેનેટ નેપોલિતાનાએ કહ્યું કે, બોર્ડનો આ નિર્ણય યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત છે. તેમણે ગયા સપ્તાહે જ પ્રવેશ પરીક્ષાઓ સ્થગિત કરવાની ભલામણ કરી હતી. નેપોલિતાનોએ જણાવ્યું કે, અમે કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓ માટે એસીટી/એસએટી (પ્રવેશ પરીક્ષા) બંધ કરી રહ્યા છીએ અને એક નવો માપદંડ તૈયાર કરી રહ્યા છીએ. નેશનલ સેન્ટર ફોર ફેર એન્ડ ઓપન ટેસ્ટિંગ કે ફેર ટેસ્ટની એક યાદી અનુસાર, તાજેતરના મહિનાઓમાં કુલ મળીને 51 યુનિવર્સિટી અને કોલેજોએ ઓછામાં ઓછું 2021 સુધી એસીટી કે એસએટી સ્થગિત કરી છે.

આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને બ્રાઝીલ માં થયો કોરોના વિસ્ફોટ

24 કલાક માં અમેરિકા માં 52000 ,બ્રાઝીલ માં 45000 ,નવા કેસ નોંધાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકામાં એક હેલ્થ એકસપર્ટે વ્યકત કરેલી ચિંતા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. મંગળવારે અમેરિકામાં હેલ્થ એકસપર્ટે ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન કરવામાં ના આવ્યું તો અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાની વાત કરી હતી. અમેરિકામાં પાછલા ૨૪ કલાકમાં ૫૨,૦૦૦ કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં વેપાર-ધંધા ફરી શરુ થવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના મુખ્ય એકસપર્ટ ડો. એન્થની ફાઉચે ચેતવણી આપીને કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય નિયમોનું પાલન ના થયું તો અમેરિકામાં એક દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કરતા વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, જયારે ૫.૧૮ લાખ કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. જયારે ૫,૯૩૯,૯૯૪ દર્દીઓ સાજા થઈ ગયા છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણનું મોટું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધી કોરોનાના દર મહિને ૪૦,૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે, અત્યાર તેની ગતિમાં વધારો થયો છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૭૭૯,૯૫૩નાપાર થઈ ગઈ છે, જયારે અત્યાર સુધીમાં ૧૩૦,૭૯૮ લોકોના મોત થઈ ગયા છે

આ પહેલા ફાઉચીએ આશંકા વ્યકત કરી હતી કે અમેરિકામાં એક દિવસમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ૧ લાખ થઈ શકે છે. તેમણે આ વાત સીનેટમાં સ્કૂલ અને કાર્યસ્થલોને ફરી ખોલવા અંગે સુનાવણી દરમિયાન કરી હતી. કેટલાક રાજયોમાં કોરોનાના કેસ ફરી વધવા અંગે પૂછવા પર તેમણે કહ્યું, ‘જો ચોક્કસ પૂર્વાનુમાન નહીં લગાવાય તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે અને તેના કારણે ચિંતિત છું.

બ્રાઝિલમાં પાછલા ૨૪ કલાકમાં ૪૫,૦૦૦ કેસ સામે આવ્યા છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૪.૫૩ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૧,૦૫૭ લોકોના મોત થઈ ગયા છે સાથે જ અહીં કુલ મૃત્યુઆંક ૫૬૦,૭૧૩ થઈ ગયો છે. બ્રાઝીલ દુનિયાભરમાં કોરોના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બીજા નંબરે છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

જર્મનીના બર્લિન શહેરમાં આ છત્રીઓ શા માટે ગોઠવવામાં આવી? અને, ભારતમાં વાઇન ફેસ્ટીવલ વિષે જાણો

જર્મનીના બર્લિન શહેરમાં આ છત્રીઓ શા માટે ગોઠવવામાં આવી? અને, ભારતમાં વાઇન ફેસ્ટીવલ વિષે જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જર્મનીમાં વર્ષ દરમ્યાન જુદા-જુદાં 10 વાઇન ફેસ્ટીવલ યોજાય છે. જે પૈકી એક ફેસ્ટીવલ આ મહિને યોજાવાનો છે. જેમાં પૂર્વ તૈયારી રૂપે 30મી જૂને જર્મનીના બર્લિન શહેરમાં દોરડાંઓની મદદથી આ રીતે રંગબેરંગી છત્રીઓ લટકાવવામાં આવેલી.

ભારતમાં પણ વિવિધ શહેરોમાં વાઇન ફેસ્ટીવલ યોજાય છે, જે પૈકી 6 ફેસ્ટીવલ પ્રખ્યાત છે. આ 6 ફેસ્ટીવલ પૈકી સુલા ફેસ્ટ ફેબ્રુઆરીમાં, ઘ ગ્રેટ ગ્રોવર વાઇન ફેસ્ટ પણ ફેબ્રુઆરીમાં યોજાય છે. બાંદ્રા ફેસ્ટીવલ નવેમ્બરમાં બે દિવસ માટે યોજાય છે. તાજ વાઇન ફેસ્ટીવલ સમાન્ય રીતે  દિલ્હીમાં યોજવામાં આવે છે. ધ ચેરી બ્લોસમ ફેસ્ટીવલ નવેમ્બરમાં યોજાય છે. અને, ઘ ગ્રેપ એસ્કેપેડ સામાન્ય રીતે ગોવામના પણજીમાં ફેબ્રુઆરીમાં યોજાય છે.

 

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

કરાચી સ્થિત પાકિસ્તાની સ્ટોક એકસચેન્જ પર આતંકી હુમલો

ચાર આતંકી સહિત કુલ 9નાં મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. Ary ન્યૂઝ રિપોર્ટના મતે સોમવારના રોજ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. ચારેય આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે.

પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે. રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

કરાચીના આઇજીનું કહેવું છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારીઓના કપડા પહેર્યા હતા જે તેઓ ઓફ ડ્યૂટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઇ જઇ રહ્યા હતા જેમાં સંભવત: વિસ્ફોટક હોઇ શકે છે.

આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મેન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ કરતાં બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ ફાયરિંગ દરમ્યાન એક પોલીસ ઓફિસર અને એક સિક્યોરિટી ગાર્ડના ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાસ્થળ પર પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેની સાથે જ સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી નીકાળી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ