Connect with us

આંતરરાષ્ટ્રીય

કોરોના વેક્સિનની શોધમાં UK સૌથી આગળ

કોરોના વેક્સિનની શોધમાં UK સૌથી આગળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દુનિયામાં અત્યારે 100થી વધારે દેશનાં વૈજ્ઞાનિકો કોરોના મહામારીની વિરુદ્ધ દવા અને વેક્સિન વિકસિત કરવામાં લાગ્યા છે, પરંતુ આ રેસમાં બ્રિટન સૌથી આગળ નજર આવી રહ્યું છે. રેન્ડમાઇઝ્ડ ડ્રગ ટ્રાયલ કાર્યક્રમોનાં કારણે હવે બ્રિટનનાં વૈજ્ઞાનિકોનાં સંઘર્ષ અને પ્રયત્નની પ્રશંસા થઈ રહી છે. બ્લૂમબર્ગનાં ઓપિનિયન કૉલમમાં પ્રમુખ અમેરિકી અર્થશાસ્ત્રી ટાયલર કોવેને લખ્યું છે કે, ‘કોરોના વાયરસની રોકથામ માટે બ્રિટિશ શોધકર્તાઓનાં પ્રયત્નની પ્રશંસા કરવામાં આવવી જોઇએ.’

બ્રિટનમાં કોરોનાની વિરુદ્ધ દવા અને વેક્સિન વિકસિત કરવા માટે એક મોટો દવા પરીક્ષણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ વ્યાપક અભિયાનમાં 3,000થી વધારે ડૉક્ટરો અને નર્સોની મદદથી 12,000થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓની 176 દેશોમાં સારવાર ચાલી રહી છે. આ પરીક્ષણ આઈસીયૂમાં ગંભીર રૂપથી બીમાર લોકો પર કરવામાં આવી રહ્યું હતુ. કોરોના સંક્રમણનાં કારણે ત્યાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારે થયો છે.

જ્યારે લોકો માટે આ મહામારીની સારવાર કરાવવી મોંઘી સાબિત થઈ રહી હતી ત્યારે બ્રિટને ગંભીર રીતે સંક્રમિત લોકો માટે રેન્ડમાઇઝ્ડ ડ્રગ ટ્રાયલ ટેકનોલોજી દ્વારા સસ્તો ઇલાજ શોધ્યો. પહેલા દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવી રહી હતી તે વધારે કારગર પણ નહોતી અને મોંઘી હતી. કોઈપણ બીજો દેશ અત્યારે આ મામલે બ્રિટન સાથે મુકાબલો ના કરી શકે. લોકો માટે આ બીમારીની સસ્તી સારવાર વિકસિત કરનારા ઑક્સફર્ડ યૂનિવર્સિટીનાં માર્ટિન લેન્ડરે કહ્યું કે, “આ ચાર મહિના અસાધારણ રહ્યા અને હા, આ કંઇક એવું છે જેના પર બ્રિટનને ગર્વ થઈ શકે છે.”

આંતરરાષ્ટ્રીય

વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટકા લોકોનાં ફેફસાં ખરાબ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીનના જે વુહાન શહેરમાંથી કોરોના વાઈરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ત્યાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને જેઓ સારવાર બાદ સાજા થઇ ચૂક્યા હતા તેમાંથી 90% લોકોનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે તથા સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે. ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં 68,138 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે 4,512 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા, જેમાંથી 22 શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિ.ની એક ટીમ કામ કરી રહી છે. તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દી પર સરવે કર્યો. આ ટીમ સાજા થઇ ચૂકેલા 100 દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી. સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સરવેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો. સરવેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે. કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે. 5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે. એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

રક્ષા મંત્રાલયના દસ્તાવેજમાં ખુલાસો : ચાઇનીઝ સૈન્ય ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતના રક્ષા મંત્રાલય દ્વારા દસ્તાવેજમાં સ્વીકાર કરવામાં આવ્યો છે કે, મે મહિનામાં પૂર્વિય લડાખમાં ચાઇનીઝ સૈન્યએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. આ દસ્તાવેજની વિગતો એવા સમયે જાહેર થઇ છે. જયારે પેંગોગઝીલ અને ગોગરા સરહદી વિસ્તારોમાંથી ભારત અને ચીનના સૈનિકોને પોતપોતાના વિસ્તારોમાં પાછળ હટાવવા માટે પાંચ વખત કમાન્ડર સ્તરની વાતચીત થઇ ચૂકી છે જેમાં કોઇ પરિણામ હજુ સુધી આવ્યું નથી.

રક્ષા મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા નવા દસ્તાવેજો એમ કહે છે કે, ચાઇનીઝ સૈન્યએ કુગરાંગ નાલા એટલે કે, પેટ્રોલિંગ પોઇન્ટ 15 નજીક તેમજ ગોગરા વિસ્તાર એટલે કે, પેટ્રોલિંગ 17-એ નજીક તથા પેંગોગઝીલના ઉતરના કિનારા તરફ 17મી અને 18મી મે ના દિવસે ઘૂસણખોરી કરી હતી. જો કે, ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી માટે ભારત દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા અતિક્રમણ શબ્દનો કોઇપણ સતાવાર નિવેદન કે, દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

પાંચમી અને છ્ઠી મે ના દિવસે પ્રથમ વખત પેંગોગઝીલના ઉતર કિનારા વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પ્રથમ વખત ઘર્ષણ થયું હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારનું ઘર્ષણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે અને હાલની સ્થિતિમાં કાર્યવાહીની આવશ્કયતા પડી શકે છે. આ અગાઉ રક્ષામંત્રી રાજનાથસિંહે એક ચેનલને ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, ચીનના સૈનિકોની એક મોટી ટુકડી અગાઉની સરખામણીએ ભારત તરફ થોડી આગળ વધી છે. જો કે, સતાવાર રીતે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ચીનના સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તેવો આ નિવેદનનો અર્થ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, 15મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહિદ થયા હતા.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

આ દેશ ઓકટોબરથી લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સામેની વેક્સિન બનાવવાની હોડમાં રશિયા બીજા દેશો કરતા આગળ નીકળી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. રશિયાએ જાહેરાત કરી છે કે, ઓક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન શરુ કરવામાં આવશે.રશિયાના આરોગ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના મતે આરોગ્ય મંત્રાલય આ પ્રોગ્રામની તૈયારી કરવામાં વ્યસ્ત છે.રસીના સૌથી પહેલા ડોઝ ડોક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે.

રશિયાની સરકાર આ મહિનામાં દેશની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી આપી દેશે.જોકે કેટલાક નિષ્ણાતોને જે ઝડપથી આ રસી બનાવવામાં આવી છે તેને લઈને ચિંતા પણ છે. આ પહેલા અમેરિકાના વાયરોલોજી એક્સપર્ટ ડો.એન્થની ફાઉચીએ કહ્યુ હતુ કે, હું નથી માનતો કે બીજા દેશો અમેરિકા પહેલા વેકિસન બનાવવામાં સફળતા મેળવશે અને અમેરિકાએ તેમના પર નિર્ભર રહેવુ પડશે. હાલમાં દુનિયામાં 20 થી વધારે પ્રોજેક્ટ રસી બનાવવા માટે ચાલી રહ્યા છે.જોકે રશિયાના કહેવા પ્રમાણે મોસ્કોની ગમલેયા ઈન્સ્ટિટ્યુટે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પુરી કરી લીધી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ