Connect with us

રાષ્ટ્રીય

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે ટ્રેન દોડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં યાત્રિકોના ટ્રાફિકને પહોંચી એક પછી એક લાંબા અંતરની ટ્રેન શરૂ કરી રહ્યું છે. આગામી તારીખ 6 નવેમ્બરથી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સિનિયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, ટ્રેન નં. 09578 જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન 6 નવેમ્બરથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે જામનગરથી રાત્રે 9.00 કલાકે રવાના થશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન એ જ દિવસે રાત્રે 10.31 કલાકે પહોંચશે અને તિરુનેલવેલી ત્રીજે દિવસે રાત્રે 10.10 કલાકે પહોંચશે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 09577 તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન 9 નવેમ્બરથી પ્રત્યેક સોમવારે અને મંગળવારે તિરુનેલવેલીથી સવારે 7.35 કલાકે રવાના થશે અને રાજકોટ સ્ટેશન પર ત્રીજે દિવસે વહેલી સવારે 3.36 કલાકે અને જામનગર સ્ટેશન પર સવારે 5.15 કલાકે પહોંચશે. આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, તિરુવનંતપુરમ સહિતના સ્ટેશનો પર રોકાશે. બુકિંગ 25 ઓક્ટોબરથી શરૂ થશે.

રાષ્ટ્રીય

આજે નેશનલ મિલ્ક ડે:  ડૉ. કુરિયનના સન્માનમાં ઉજવવામાં આવે છે આ દિવસ

ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમુલની રચના કરનાર મિલ્કમેનનો આજે જન્મદિવસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં શ્વેત ક્રાંતિનો ઇતિહાસ અને તેમાં ડો કુરિયન અને તેના સાથીઓની ભૂમિકા કોઈ પરાક્રમી કથાથી ઓછી નથી. આ ક્રાંતિના બીજ ગુજરાતના ખેડા જિલ્લાના નાના શહેર આણંદમાં 1946 માં વાવ્યા હતા. અહીંનું ગ્રામીણ આજીવિકા અને અર્થવ્યવસ્થા લગભગ સંપૂર્ણપણે દૂધ આધારિત અને મોટે ભાગે પશુધન વગરના ભૂમિહીન અથવા સીમાંત ખેડૂત હતા. મોટી સંખ્યામાં પશુપાલકો દલિત સમાજના હતા અને મહિલાઓ પશુપાલન ચલાવવામાં સામેલ થઈ હતી.તેથી સામાજીક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

વચેટિયાઓએ દૂધના વેપાર પર મજબૂત પકડ રાખી હતી. પરિણામે ખેડૂતોએ દૂધ વહેચવાની જગ્યાએ રસ્તા પર ઢોળી નાખવાનું ચાલુ કર્યું. છતાં પણ કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નહિ. માટે ખેડૂતો સરદાર વલ્લભભાઈના શરણે ગયા અને સરદારે સલાહ આપી કે વચેટિયાઓથી છૂટકારો મેળવવા માટે, સહકારી એસેમ્બલીની રચના કરીને દૂધ સંગ્રહથી લઈને માર્કેટિંગ સુધીના તમામ સંચાલન કરો. સહકારના કટ્ટર સમર્થક અને અખંડિતતાના પ્રતીક ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો આ પ્રકારનો જન્મ હતો.

બાદમાં ડૉ. વર્ગીસ કુરિયનના આગમનને લઇને. ત્રિભુવનદાસ પટેલના આગ્રહ પર ડૉ.કુરિયને આ કાર્યને પોતાના નિયંત્રણમાં લીધું અને તુરંત જ મુલ્યાંકન કરીને તારણ કાઢ્યું કે સંગઠિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્રારા સંચાલન કરવામાં આવે તો ખેડૂતોને દુધના ભાવ સારા મળશે અને ઉત્પાદનના વધારાને પણ પ્રોત્સાહન મળશે. ડૉ.કુરિયનનો આ સિધ્ધાંત સાધારણ અને વ્યવહારિક હતો. ડૉક્ટર વર્ગિસ કુરિયન અને ત્રિભોવનદાસ પટેલે સાથે મળીને કેરા ડિસ્ટ્રિક્ટ કૉપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિયન લિમિટેડ અંતર્ગત દૂધ સહકારી ચળવળ શરૂ કરી હતી. આજે તે અમૂલના નામે ઓળખાય છે

દુનિયા આજે વર્ગીસ કુરિયનને ‘મિલ્કમેન’ તરીકે ઓળખે છે. આ મોડેલને દેશના અન્ય ભાગોમાં વિસ્તૃત કરવા માટે રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી હતી અને તેના દ્વારા તે દેશભરમાં વિસ્તૃત કરવામાં આવી હતી. આમ ડૉક્ટર વર્ગિસ કુરિયન કે જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કહેવામાં આવે છે, તેમનો આજે જન્મ થયો હતો. માટે દર વર્ષે ૨૬ નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

‘અમને યાદ છે’, 26/11 અંગે રતન ટાટાએ મુકી ભાવુક પોસ્ટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશ આજે 26/11 આતંકી હુમલાનો શિકાર બનેલા લોકોને યાદ કરી રહ્યું છે. બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે આત્મઘાતી હુમલામાં આતંકીઓએ તાજ હોટલ (Taj Hotel)ને પણ નિશાન બનાવી હતી. કેટલાંય કલાકો સુધી અહીં આતંકવાદીઓએ હોટલમાં શોધી-શોધીને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મુંબઇ હુમલાની વરસી પર તાજ હોટેલના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે. ટાટાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે જે લોકો એ દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને હંમેશા યાદ રાખીશું. તેમણે મુંબઇ સ્પિરિટને પણ વખાણ્યું અને કહ્યું કે આપણી એકતાને આપણે સંભાળીને રાખવાની જરૂર છે.

ટાટા એ હોટલ તાજની એક તસવીર શેર કરતાં તેના પર લખ્યું છે ‘અમને યાદ છે’. તેની સાથે જ પોતાના સંદેશમાં તેઓએ લખ્યું છે, આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો, તેને કયારેય ભૂલી શકાશે નહીં. પરંતુ જે વધુ યાદગાર છે તે એ છે કે એ દિવસે આતંકવાદ અને વિનાશને ખત્મ કરવા માટે જે રીતે મુંબઇના લોકો તમામ મતભેદોને ભૂલીને એક સાથે આવ્યા. આપણે જેમને ગુમાવ્યા જેમણે દુશ્મન પર જીત મેળવવા માટે કુર્બાની આપી, આજે અમે ચોક્કસ તેનો શોક મનાવી શકીએ છીએ. પરંતુ આપણે એ એકતા, દયાળુતાના એ કૃત્યો અને સંવેદનશીલતાને પણ વખાણવી પડશે જે આપણે યથાવત રાખવી જોઇએ અને આશા છે કે આવનારા દિવસોમાં આ વધુ વધશે જ.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ગોવાના બીચ પર મુકાશે મેરાડોનાની વિશાળ પ્રતિમા

રાજ્યમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવાનો હેતુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આર્જેન્ટીનાના વિખ્યાત ફૂટબોલર ડિએગો મેરાડોનાના નિધનથી સમગ્ર ફૂટબોલ જગત શોકમાં ડૂબ્યુ છે. ત્યારે ગોવા સરકાર આ મહાન ફૂટબોલરની એક વિશાળ પ્રતિમા ગોવાના સમુદ્ર કિનારે મુકવાની તૈયારી કરી રહી છે.

ગોવા સરકારના મંત્રી માઇકલ લોબોનાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના એક કલાકાર દ્વારા મેરેડોનાની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રતિમાનું વજન 350 કિલો જેટલું હશે. રાજ્યમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ પ્રતિમા ગોવાના પૂર્વના તટીય વિસ્તાર કાલાગુંટેમાં લગાવવામાં આવશે.

આર્જેન્ટીનાને 1986નાં ફૂટબોલ વર્લ્ડકપમાં જીત અપાવનાર મેરાડોનાનું બુધવારે બ્યુનસ આયર્સમાં હ્રદયરોગનાં હુમલાથી નિધન થયું હતું. ગોવા સરકાર દ્વારા મુકાનારી પ્રતિમા તેમને શ્રધ્ધાંજલિ સમાન હશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ