Connect with us

રાજ્ય

વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ તરીકે સેનીટાઇઝર સ્ટેન્ડ બનાવ્યું

વિધાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ તરીકે સેનીટાઇઝર સ્ટેન્ડ બનાવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પોરબંદર સરકારી પોલીટેકનીક મિકેનીકલ વિભાગનાં ૮ વિધાર્થીઓએ વેસ્ટ માથી બેસ્ટ બનાવી ઝીરો બજેટથી સ્પર્સ કર્યા વગર પગના પ્રેસથી ઉપયોગ કરી શકાય તેવુ સેનીટાઇઝર સ્ટેન્ડ બનાવી લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.
કોરોના મહામારીનું સંક્રમણ કોઇપણ વસ્તુ કે વ્યક્તિને સ્પર્સ કરવાથી ફેલાઇ છે. Covid-19થી બચવા લોકો હેન્ડવોશ કરે, મોઢા પર માસ્ક પહેરે, બે ગજની દૂરી રાખે છે. તથા હાથ સેનેટાઇઝ કરીને પોતાની તથા પોતાના પરિવારની તકેદારી રાખે છે. એક જ સેનેટાઇઝરને જુદા જુદા લોકો સ્પર્સતા હોવાથી ક્યારે કોરોનાનો ચેપ લાગવાનો ભય રહે છે. ત્યારે પોરબંદર સરકારી પોલીટેકનીકનાં ૮ વિધાર્થીઓએ મિકેનીકલ વિભાગના અધ્યાપક રાકેશ ગુંદારીયાએ આપેલી ચેલેન્જ સ્વિકારી પોત પોતાના ઘરે બેસીને લોકડાઉનનો સદઉપયોગ કરી વેસ્ટમાથી બેસ્ટ બનાવી ઝીરો બજેટથી સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવ્યુ છે.
મિકેનીકલ વિભાગના વિધાર્થી વ્યોમ દેવમુરારી તથા પલવ મારૂ એ કહ્યુ કે, વોટસએપ અને ઇન્સ્ટાગ્રામમાં પીકચર અપલોડ ચેલેન્જના સ્ટેટસ માથી અમારા અધ્યાપક રાકેશ ગુંદારીયાને વિચાર આવ્યો અને પ્રેરણા મળી. વિદ્યાર્થીઓને ચેલેન્જ આપી કે “Foot Opearted Hand sanitizer stand” વેસ્ટ માથી બેસ્ટ બનાવો. આ ચેલેન્જ અમે ઝડપી લીધી. જેથી અમે વિદ્યાર્થીઓએ અમારા અધ્યાપકની ચેલેન્જ સ્વિકારી ઘરે જ રહેલા પાઇપ, લાકડાના પાટીયા, દોરી, રબડ સહિતની સામગ્રીથી સેનેટાઇઝર સ્ટેન્ડ ઝીરો બજેટમાં બનાવીને તેનો ઉપયોગ પણ શરૂ કર્યો. લોકડાઉનનો સદઉપયોગ કરી, કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકે તથા અન્યને પ્રોત્સાહન મળે તે ખુબ જરુરી છે.
આ સંદર્ભે વિધાર્થીઓને પ્રેરણા પુરી પાડનાર સરકારી પોલીટેકનીકનાં અધ્યાપક રાકેશ ગુંદારીયાએ કહ્યુ કે, અત્યારે લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને સમયનો સદઉપયોગ કરે તથા વેસ્ટ માથી બેસ્ટ બનાવી, “આત્મનિર્ભર ભારત” સુત્રને ધ્યાને લઇને સેનેટાઇઝર સ્ટેન્ડ બનાવવા ચેલેન્જ આપી હતી. વિદ્યાર્થીઓ વ્યોમ દેવમુરારી, તીલક સોંડાગર મીત ડાભી, મીત રાણીંગા, પલવ મારૂ, કમલ સીડા, સાગર નિમાવત, વિવેક ઠકરાર, વિવેક મદલાણીએ આ ચેલેન્જ સ્વીકારી પગના પ્રેસથી ઉપયોગમાં લઇ શકાય તેવુ સેનીટાઇઝર સ્ટેન્ડ બનાવ્યા છે.
આમ કોલેજના વિધાર્થીઓએ લોકડાઉનનો સદઉપયોગ કરીને ઝીરો બજેટમાં વેસ્ટ માથી બેસ્ટ બનાવી સમયનો સદઉપયોગ કર્યો છે.

રાજ્ય

રાજ્યના ઓટોરીક્ષા ધારકો માટે પેકેજ જાહેર કરવા માગણી

રાજ્યના ઓટોરીક્ષા ધારકો માટે પેકેજ જાહેર કરવા માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના તમામ શહેરોમાં જામનગર સહિત લોકડાઉનના કારણે ઓટોરીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને જામનગરના જાગૃત સામાજિક કાર્યકર ચેતન ભાંભી રીક્ષા ચાલકો માટે ખાસ પેકેજ જાહેર કરવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે.

જામનગર શહેરમાં શહેરીજનો માટે પરિવહન કરવા સાતથી આઠ હજાર જેટલી રીક્ષા દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો. જેના કારણે ઓટોરીક્ષા ચાલકો આર્થિક મૂશ્કેલીમાં મુકાઇ ગયેલા છે. એકતરફ જે ઓટોરીક્ષા ચાલકો રિક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિવારણ ચલાવતા હતાં. તેઓની રોજગારી જે બંધ થઇ ગયું હોય. જેના કારણે તેઓ આર્થિક સંક્રમણમાં મૂકાયા હોવાની ફરીયાદ ઓટોરીક્ષા ચાલકો કરી રહ્યાં છે.

જામનગર શહેરમાં ઓટોરીક્ષા ચાલકો અને માલિકી દ્વારા જામનગરના જાગૃત સામાજિક કાર્યકર ચેતન ભાંભી દ્વારા ઓટોરીક્ષાના ચાલકો અને એના માલિકો હાલમાં આ લોકડાઉનને આર્થિક રીતે ખૂબ જ નુકસાન વેઠી રહ્યાં છે. એક તરફ જે ઓટોરીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તાથી રીક્ષા લીધી હતી. તેના હપ્તા ક્યાંથી ભરવા તેની મુંઝવણમાં મૂકાયા છે. સાથે સાથે ઓટોરીક્ષા બંધ હોવાથી તેમની રોજગારી પણ બંધ થઇ ગઇ છે. સાથે સાથે આ રીક્ષા ચાલકો અભણ અને અજ્ઞાન હોવાથી કોઇ તેમનું હાથ પકડતું નથી. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા જામનગર ઓટોરીક્ષા ચાલકો માટે આર્થિક પગભર થવા કોઇ ખાસ પેકેજ આપવું જોઇએ.

વધુ વાંચો

રાજ્ય

લાંબા ગામની ખાનગી કંપનીની જમીનમાંથી ખનિજ ચોરી

ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો : તમામ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામકલ્યાણપુર તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જામકલ્યાણપુર તાલુકો આમ પણ ખનીજ ચોરી માટે જગ વિખ્યાત બની ચુક્યો છે સરકારી ખરાબાની જમીનોમાં બેફામ ખનીજ ચોરી કરી જનારા ખનીજ માફિયાઓ હવે ખાનગી માલિકીની જમીનમાંથી કોઈના ડર વિના ચોરીને અંજામ આપતા હવે જાણે આવા લોકોને કોઈ કાયદાનો ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે. જામકલ્યાણપુર તાલુકાના લાંબા ગામની ખાનગી કંપનીની જમીનના સર્વે નં. 391 અને 389ની ઔદ્યોગિક એકમની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ માફિયાએ ખનીજ ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. ખાનગી માલિકીની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા મોરમની ચોરી થતા કંપની સુપર વાઇઝર દ્વારા 15 દિવસ પહેલા દ્વારા લેખિત ફરિયાદ છતાં હજુ ફરિયાદ ના નોંધાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ખાનગી માલિકીની જમીનમાંથી કોઈ ડર વિના આ રીતે ખનીજ ચોરી થતા તંત્રને પણ જાણે ખનીજ માફિયાઓ પડકાર ફેકતા હોઈ તેવું લાગી રહ્યું છે. હાલ તો 15 વીતવા છતાં આ મામલે ફરિયાદ નોંધાઇ નથી કે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે તમામ વિભાગને લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

રાજ્ય

ધમણ-વન શક્તિશાળી નથી, ઉપયોગ ટાળવાનો સરકારનો નિર્ણય

ગુજરાતના પ્રધાન મંડળનો નિર્ણય : આગામી બુધવારથી વીડિયો કોન્ફરન્સના બદલે રિઅલ કેબિનેટ બેઠક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત હાઇકોર્ટની આકરી ટિપ્પણી બાદ કોરોના વાઇરસના સંક્રમણ મામલે ગુજરાત સરકારે વધુ સઘન એકશન પ્લાન ઘડયો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં વિવાદાસ્પ ધમણ-1 વેન્ટિલરનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આરોગ્ય વિભાગે ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ પર ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ નહીં કરવાનું નકકી કર્યુ છે. આ અંગે સૂત્રો જણાવે છે કે, જયાં સુધી હાઇએન્ડ વેન્ટિલેટરની કક્ષાનુું યંત્ર બને ત્યાં સુધી ધમણ-1નો ઉપયોગ નહીં કરાય.જો કે, દર્દીઓની થોડા ઓકિસજન સપોર્ટની જરૂર છે તેમને ધમણ-1 દ્વારા કૃત્રિમ શ્ર્વાસોશ્ર્છવાસ અપાશે. આ સાથે સરકારે નવો વેન્ટિલેટર્સ વસાવવા માટે જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરી છે. કેબિનેટની બેઠકમાં સરકારે આગામી સમયમાં રાજયમાં વધુ હોસ્પિટલ અને પથારીઓ, વેન્ટિલેટર્સ, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ તથા તબીબી અને સહાયક સ્ટાફની વ્યવસ્થા કરવાનો પ્લાન ઘડયો છે. આ સાથે હવે સરકાર પોતાની ટેસ્ટિંગ માટેની માર્ગદર્શિકામાં થોડો ફેરફાર કરી મહતમ ટેસ્ટિંગ થાય અને ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ શરૂ થાય તે માટે વિચારણા કરી રહી છે. તદુપરાંત ટેસ્ટિંગ માટેની સરકારી ફેસિલિટી વધે તથા પરિણામો વહેલા આવે તે માટેનું આયોજન પણ વિચારાઇ રહયું છે.

ધમણ-1 વેન્ટિલેટરને લઇને સર્જાયેલા વિવાદને પગલે અંતે સરકારે આ વેન્ટિલેટર્સનો ઉપયોગ ગંભીર દર્દીઓ માટે નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે સરકારે નવા વેન્ટિલટર્સની ખરીદી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ હોસ્પિટલ્સમાં જરૂરી વસ્તુઓ, તબીબી, સહાયક સ્ટાફની વ્યવસ્થા માટે યોજના બનાવી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ