Connect with us

બિઝનેસ

શેરબજારમાં આગળ વધતી તેજી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જોવા મળ્યો છે. તેથી શેરબજારે રેકોર્ડ સ્તર વધારો અનુભવ્યો છે. જેમાં સેન્સેક્સ +486.81 પોઇન્ટ એટલે 1.00% ટકાના વધારા સાથે 49,269.32 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી +137.50 પોઇન્ટ એટલે 0.96% ટકાના વધારા સાથે 14,484.75 પર બંધ રહી છે.

આજે શેરમાર્કેટમાં દિવસના અંતે ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ઇન્ફોસીસ, વિપ્રો, અશોક લેલેન્ડ, લ્યુપિન, એચડીએફસી, ગોદરેજ ક્ધઝ્યુમર, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, એમઆરએફ, બજાજ ઓટો, મહિન્દ્રા અને મહિન્દ્રા, ઓએનજીસી, કેડિલા આરોગ્ય, ટીવીએસ મોટર, ભારત ઇલેક્ટ્રિક, કોલગેટ, માઇન્ડટ્રી, સિપ્લા, ટીસીએસ, એસીસી, વોલ્ટાસ, ભારત ફોર્જ, ગેઇલ ડો. રેડ્ડીઝ લેબ્સ ઉછાળા સાથે બંધ થયા છે.

બીજી તરફ ઈન્ડસ ટાવર, ઝી એન્ટરટેનમેન્ટ, આરબીએલ બેંક, જીએમઆર ઇન્ફ્રા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, સેલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, નાલ્કો, મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ, બંધન બેંક, ટાટા સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, બેંક ઓફ બરોડા, એલએન્ડટી ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બેંક ઓફ બરોડા, રિલાયન્સ, લાર્સન, બજાજ ફાઇનાન્સ ઘટાડા સાથે બંધ રહ્યા છે.

બિઝનેસ

શેરબજારમાં ફંડોની બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાઈ…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૬૨૪.૭૬ સામે ૪૯૫૯૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૮૩૨.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૮૭૮.૫૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૯૮.૧૫ સામે ૧૪૫૯૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૩૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૩.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૭૫.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન એકંદર સારી નીવડી રહ્યા છતાં કોરોના મહામારીમાંથી વિશ્વને ઊગારવાના પ્રયાસોમાં અને કોરોના વેક્સિનેશનના પ્રોગ્રામમાં મળી રહેલી સફળતાં વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કોરોના મહામારી સાથે વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટમાં પ્રગતિ બાદ હવે કોરોનાના અંતના આરંભરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ જતાં અને વિશ્વનું અર્થતંત્ર ફરી પુન: પટરી પર આવી જવાના આશાવાદ વચ્ચે વિક્રમી તેજીને બ્રેક વાગીને ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક મોરચે અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જોય બિડેન દ્વારા અમેરિકામાં મહામારીથી થયેલા આર્થિક નુકશાનને લઈ અંદાજીત ૧.૯ લાખ કરોડ ડોલરનું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં મજબૂતી બાદ અને કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામો સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની તેમજ ફંડો દ્વારા અવિરત ખરીદી બાદ આજે ઓલ રાઉન્ડ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, આઇટી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૨ અને વધનારની સંખ્યા ૯૮૨ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, અઢળક પ્રતિકૂળતાઓભર્યા ૨૦૨૦ના વર્ષમાં ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦ ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૫% જેટલું રિટર્ન મળ્યા બાદ નવા કેલેન્ડરવર્ષ ૨૦૨૧ના વર્ષમાં પણ તેજી તરફી ડોટ રહેતાં બીએસઇ સેન્સેક્સે ૫૦,૦૦૦ની સપાટી કૂદાવી દીધી હતી. જો કે, શેરબજારની ભાવિ તેજીની ચાલ માટે આગામી બજેટ નિર્ણાયક પુરવાર થશે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક અવરોધ છે જે બજારની તેજીની ચાલને અવરોધી શકે છે. જો આગામી બજેટ નાણામંત્રીએ આપેલ વચન મુજબ હળવું પ્રોત્સાહક પુરવાર નહી થાય તો શેરબજારની તેજીની ચાલને બ્રેક વાગી શકે છે.

ભારતીય શેરબજારના હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. બજેટની પ્રતિકૂળતા ઉપરાંત કોરોનાના કેસમાં વધારો અથવા તો વૈશ્વિક સ્તરે લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની પણ સ્થાનિક બજાર પર અસર જોવા મળશે. બીજી મહત્ત્વની બાબત એ છે કે વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની શરૂઆત કરાઈ છે. તેથી વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેંકો દ્વારા સ્ટીમ્યુલ્સ પેકેજમાં કાપ મુકાશે તો નાણાંકીય તરલતા ઘટશે જેના પગલે ભારતીય શેરબજારમાં ઠલવાતો વિદેશી નાણાં પ્રવાહ પર પણ બ્રેક વાગી શકે છે. ઉપરાંત તાજેતરમાં શરૂ થયેલ કોર્પોરેટ અર્નિંગની સિઝનમાં જો આગેવાન કંપનીઓના પરિણામ નબળા અથવા તો અપેક્ષાની વિરુદ્ધ આવસે તો પણ બજારની તેજીની ચાલને બ્રેક વાગી શકે છે.

તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૩૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૪૧૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૪૦૪ પોઈન્ટ થી ૧૪૪૭૪ પોઈન્ટ ૧૪૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૨૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૩૭૩ પોઈન્ટ થી ૩૧૪૭૪ પોઈન્ટ, ૩૧૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • મુથુત ફાઈનાન્સ ( ૧૧૭૦ ) :- મુથુત ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૩૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ઓરબિન્દો ફાર્મા ( ૯૨૬ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૭ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૯૧ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ભારત પેટ્રોલિયમ ( ૩૯૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઈનરીઓ / પેટ્રો-પ્રોડકટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • એચડીએફસી લિમિટેડ ( ૨૫૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૨૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૭૭ થી રૂ.૨૫૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૪૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાઈટન લિમિટેડ ( ૧૪૯૨ ) :- રૂ.૧૫૧૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • લાર્સન & ટૂબ્રો ( ૧૩૬૬ ) : કન્સ્ટ્રક્શન ઇજનેરી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • અમરરાજા બેટરી ( ૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૬ થી રૂ.૯૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૩૨ ) :- રૂ.૫૭૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૮ થી રૂ.૫૦૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફયુચર તેજી સંદર્ભે 14474 પોઈન્ટ અતિ મહત્વનો સ્ટ્રોંગ સપોર્ટ …!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૯૨.૧૨ સામે ૫૦૦૯૬.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૩૯૮.૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૫.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૭.૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૬૨૪.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૫.૧૫ સામે ૧૪૭૧૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૫૦૮.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૭.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૩૯.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે અમેરિકામાં જો બિડેનની પ્રમુખપદની શપથ બાદ વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશા અને સ્થાનિક સ્તર પર કંપનીઓના પ્રોત્સાહક પરિણામો પાછળ પણ બજારમાં સતત ખરીદી જોવા મળી હતી. અમેરિકાના પ્રમુખ જો બિડેને ટ્રેઝરી સેક્રેટરી દ્વારા મંદી ટાળવા માટે વધુ સ્ટીમ્યુલસની જરૂરિયાત હોવાનું કહેતા ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય બાદ અમેરિકી શેરબજારમાં તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં બીએસઇ સેન્સેક્સ ૫૦,૦૦૦ હજારની સપાટી પાર કરી ૫૦૧૮૪ પોઈન્ટની ઐતિહાસિક સપાટી સર કરી હતી. જોકે સળંગ લાંબી તેજી બાદ હવે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે બજેટ પૂર્વે સાવચેતીએ ટ્રેડિંગ સેસનના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામોથી શરૂઆત સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. અંદાજીત સાડા છ વર્ષના સમયગાળામાં સેન્સેક્સે ૨૫ હજારથી ૫૦ હજાર સુધીનો સફર પૂરી કરી છે.

આજે ઈન્ડેક્સ હેવીવેઈટ્સ બજાજ ફાઈનાન્સ ૨.૭૨%, બજાજ ઓટો ૨.૭૧% અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ ૨.%થી વધુ ની તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૧૨ અને વધનારની સંખ્યા ૧૧૦૮ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. એફઆઈઆઈની સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેમની ખરીદી ચાલુ રહે છે કે કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદી નો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે. જેથી હવે બજેટની તૈયારી વચ્ચે શેરોમાં થઈ રહેલા તેજીના આ અતિરેકમાં સાવચેતી જરૂરી બની રહેશે.

કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે યુરોપના દેશો સહિતમાં નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં શરૂ થયેલા આ વેક્સિનેશન પ્રોગ્રામની સાથે સાથે હવે કેન્દ્ર સરકારનું ફોક્સ આર્થિક વિકાસને પટરી પર લાવવા પર થવા લાગી કેન્દ્રિય બજેટની તૈયારી પર છે. આ વખતે બજેટમાં મોટી અપેક્ષા વચ્ચે શકય છે કે અનેક પ્રોત્સાહનોની અનિશ્ચિતતા સાથે બજેટ રજૂ કરવામાં આવી શકે છે, પરંતુ તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.

તા.૨૨.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૮૬ પોઈન્ટ થી ૧૪૭૦૭ પોઈન્ટ ૧૪૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૩૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૧૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૩૭૩ પોઈન્ટ થી ૩૨૪૭૪ પોઈન્ટ, ૩૨૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૧૧૩ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૩ થી રૂ.૨૧૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ટેક મહિન્દ્ર ( ૧૦૧૦ ) :- રૂ.૯૯૬ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • વોલ્ટાસ લિમિટેડ ( ૯૬૨ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઓરબિન્દો ફાર્મા ( ૯૦૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૧૬ થી રૂ.૯૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૫૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • લુપિન લિમિટેડ ( ૧૦૭૩ ) :- રૂ.૧૦૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૬૦ થી રૂ.૧૦૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૧૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • એચસીએલ ટેક્નોલોજી ( ૯૯૨ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૧૨ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૭ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટિલિટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૩ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૫૩ ) :- રૂ.૫૭૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૪૦ થી રૂ.૫૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

એક પાંચડો, અને ચાર મીંડા !!

ભારતીય શેરબજારમાં સેન્સેકસે રચ્યો ઇતિહાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મોટાં વિદેશી રોકાણ અને અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ આવવાને કારણે ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. સેન્સેક્સે પહેલીવાર 50 હજારની સપાટી ક્રોસ કરી છે. સેન્સેક્સ 275 પોઈન્ટ વધીને 50,067ની સપાટીએ પહોંચી ગયો છે.

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં જ નવા રાહત પેકેજને મંજૂરી મળશે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યાર સુધી 20,236 કરોડનું રોકાણ થયું છે. કોરોના મહામારી સામે મજબૂત લડાઈ. દેશમાં વેક્સિનેશન વિશે સતત પોઝિટિવ અપડેટ્સ આવી રહ્યાં છે. મજબૂત સ્થાનિક સંકેતોની પણ અસર. વીજળીનો વપરાશ, મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, GDPમાં રિકવરી સહિત અન્ય પોઝિટિવ આંકડાઓની અસર છે.

21 જાન્યુઆરીએ એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, બંધન બેન્ક, બાયોકોન, સાયન્ટ, SBI કાર્ડ્સ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફોસિસનાં આજે ત્રિમાસિક ગાળાનાં પરિણામો આવવાનાં છે.

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણથી વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એશિયાઈ બજારો કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 0.92% અને હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ 0.18% તેજી સાથે વેપાર કરી રહ્યા છે. એ જ રીતે ચીનના શાંઘાઈ ઈન્ડેક્સમાં 1% અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.90%ની તેજી જોવા મળી છે. આ જ રીતે અમેરિકન બજારોમાં પણ નેસ્ડેક ઈન્ડેક્સ 1.97% અને જઙ 500 ઈન્ડેક્સ 1.39% ઉપરની સપાટીએ બંધ થયા હતા. આ સિવાય યુરોપિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ