Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home બિઝનેસ સેન્સેકસ 49,000ની અંદર સરકી ગયો

સેન્સેકસ 49,000ની અંદર સરકી ગયો

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 470 અંક ઘટીને 48564 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 152 અંક ઘટીને 14281 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ અને બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 4.59 ટકા ઘટીને 96.70 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 3.74 ટકા ઘટીને 581.40 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, ટાઈટન કંપની, HDFC બેન્ક, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.37 ટકા વધીને 1983.50 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.86 ટકા વધીને 1503.65 પર બંધ રહ્યો હતો.

અમેરિકામાં નવા રાહત પેકેજની અસર વિશ્વનાં બજારોમાં દેખાઈ રહી છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.85 ટકા ઘટીને કારોબાર કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.90 ટકા પર કારોબાર કરી રહ્યો છે. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.41 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં યુરોપિયન અને અમેરિકાનાં બજારો ઘટાડા સાથે બંધ થયાં હતાં.

15 જાન્યુઆરીએ સેન્સેક્સ 549 અંકના ઘટાડા સાથે 49,034.67 પર અને નિફ્ટી 161.90 અંક ઘટી 14,433.70 પર બંધ થયો હતો. ચારેબાજુ વેચવાલીના કારણે લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 195.49 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ દરમિયાન વિદેશી રોકાણકારોએ 7240.81 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ 4914.07 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

Most Popular