Connect with us

બિઝનેસ

1400 પોઇન્ટનાં ઉછાળા સાથે ખુલેલો સેન્સેકસ કલાકમાં અડધો થયો

આર્થિક પેકેજના સધિયારે ભારતીય બજારમાં તેજીનો માહોલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે 20 લાખ કરોડ રૂપિયાના બૂસ્ટર ડોઝની જાહેરાતથી  બુધવારે પ્રારંભિક કામકાજમાં ભારતીય શેરબજારમાં અપેક્ષા મુજબનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,400 પોઈન્ટ ઉછળીને 32,845.48ને સ્પર્શ્યો હતો. જ્યારે નિફ્ટી આંક પણ ગઈકાલના બંધ સામે 300 પોઈન્ટથી વધુ ઉછળીન 9,584ને સ્પર્શ્યો હતો.

ઉછાળે આંશિક નફારૂપી વેચવાલી જોવા મળયા સેન્સેક્સ બાદમાં એક કલાકમાં 750 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં 212 પોઈન્ટનો ઉછાળો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકડાઉનના પ્રથમ ચરણથી જાહેર કરેલી રાહતો તેમજ આરબીઆઈએ વ્યાજ દરમાં કરેલા ઘટાડા તેમજ આગામી આર્થિક પેકેજ મળીને જીડીપીના કુલ 10 ટકા જેટલું રાહત પેકેજ થાય છે. આ જાહેરાતને શેરબજારે વધાવતા બુધવારના પ્રારંભિક કામકાજમાં નોંધપાત્ર ઉછાળો રહ્યો હતો

આઈસીઆઈસીઆઈ બેન્ક સેન્સેક્સમાં સૌથી વધુ સાત ટકા વધ્યો હતો. એલએન્ડટી, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને મારૂતિના શેરમાં પણ નોંધપાત્ર ઉછાળો હતો. માર્કેટ લીડર રિલાયન્સમાં વેચવાલીનું દબાણ રહેતા પ્રારંભિક ઉછાળો વધુ સમય ટકી શક્યો નહતો.

બજારમાં રાહત પેકેજનો ગણગણાટ સપ્તાહના પ્રારંભથી થઈ રહ્યો હતો. જો કે ગઈકાલે બજારમાં 750 પોઈન્ટનો ઘટાડો હતો જે દિવસના અંતે 190 પોઈન્ટ સુધી સિમિત રહેતા સેન્સેક્સ 31,371ની સપાટીએ બંધ રહ્યો હતો.

વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે 1,662.03 કરોડની વેચવાલી કરી હતી. બીજીતરફ આર્થિક પેકેજના બૂસ્ટર ડોઝ પાછળ સ્થાનિક રોકાણકારોની લેવાલી રહેતા ઉછાળો જોવા મળ્યો છે. જો કે બજારમાં ઉછાળો કેટલા સમય સુધી ટકી રહે છે તે મહત્વનું છે તેમ નિષ્ણાતો જણાવે છે.

બિઝનેસ

વિદેશી ફંડો લેવાલ બનતા શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી

વિદેશી ફંડો લેવાલ બનતા શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસને નાથવા લાગુ કરાયેલા લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે તબક્કાવાર અર્થતંત્રને ખોલવા માટે જાહેર કરેલા અનલોક-1 તેમજ પીએમ મોદી દ્વારા અર્થતંત્રમાં વિકાસ ચોક્કસ પરત ફરશે તેવા આશાવાદી નિવેદન પાછળ સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી છે. પાંચ દિવસની રેલી છઠ્ઠા દિવસે પણ આગળ ધપતા પોઝિટિવ ગ્લોબલ અને ડોમેસ્ટિક પરિબળોના જોરે તેમજ વૈશ્વિક ફંડોની આકર્ષક લેવાલીના ટેકે સેન્સેક્સે ફરી એક વખત 34,000ની સપાટી તેમજ નિફ્ટીએ મહત્વની 10,000ની સપાટી કૂદાવી હતી. બુધવારના ઓપનિંગ સેશનમાં જ એચડીએફસીના બન્ને કાઉન્ટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો નોંધાયો હતો.

બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં 34,422.71ની સપાટીને સ્પર્શ્યો હતો. એક તબક્કે 513.91 પોઈન્ટ અર્થાત 1.52 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી આંક પણ ખુલતામાં 164.40 પોઈન્ટ વધીને 10,143.50ની સપાટીએ ટ્રેડ થયો છે. વૈશ્વિક મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પર આવવાના આશાવાદ તેમજ વૈશ્વિક ફંડોના વેલ્યૂ બાઈંગના જોરે સ્થાનિક શેરબજારમાં સતત છઠ્ઠા સેશનમાં તેજી છવાયેલી રહી હતી. બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ છ ટકાનો ઉછાળો હતો. એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેન્કના કાઉન્ટરમાં લાવલાવ જોવા મળ્યું હતુ.

બીજીતરફ આઈટી શેરો તેમજ ટેલિકોમ શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા એક કલાકના ટ્રેડિંગ બાદ પ્રારંભિક ઉછાળો મર્યાદિત રહ્યો હતો. વૈશ્વિક ફંડોએ મંગળવારે 7,498.29 કરોડની નેટ લેવાલી કરી હતી. શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી ઊંચો બેઝ બનાવવા મથી રહ્યું છે. જેને પગલે આગામી સમયમાં પોઝિટિવ સંકેતોને પગલે શેરોમાં વધુ લેવાલી થકી તેજી આગળ વધવાનો આશાવાદ જણાય છે તેમ એનાલિસ્ટ્સનું માનવું છે.

વૈશ્વિક સ્તરે પણ અર્થતંત્ર ધીરે ધીરે સ્થિર થઈ રહ્યું હોવાના સંકેતોથી ગ્લોબલ માર્કેટમાં રેલીને પગલે ઘરઆંગણે શેરબજારોમાં પ્રોત્સાહક ઉછાળો જોવા મળ્યો છે. વિદેશના બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સીઓલમાં બે ટકાનો ઉછાળો હતો. અમેરિકામાં અશ્વેતના કસ્ટડીમાં મોતને પગલે હિંસક તોફાનો બાદ ઈમર્જન્સીની સ્થિતિ વચ્ચે શેરબજારમાં ઉછાળો રહ્યો હતો અને ડાઉ જોન્સ 267 પોઈન્ટ વધીને જ્યારે નાસ્ડેક 56 પોઈન્ટના ઉછાળે બંધ રહ્યા હતા.

વધુ વાંચો

બિઝનેસ

શેરબજારને અનલોક-1 ફળ્યુ, 1000 અંકનો જમ્પ

શેરબજારને અનલોક-1 ફળ્યુ, 1000 અંકનો જમ્પ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અનલોક 1માં સરકાર દ્વારા આપવામાં આવેલ અમુક વધુ છૂટના પગલે માર્કેટને સપોર્ટ મળ્યો છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 32,424 સામે આજે 32,906 પર ખુલી હાલ 1005 અંક ઉછળીને 33,370 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

જ્યારે બીજી તરફ નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 9,580 સામે આજે 9,726 પર ખુલી હાલ 212 અંક વધીને 9,794 નજીક કારોબાર કરી રહ્યો છે. ઉપરાંત, આજે બેંકિંગ સેક્ટર્સમાં પણ જબરદસ્ત પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ જોવા મળી રહ્યા છે. જેના કારણે બેંક નિફ્ટી ઇન્ડેક્સ 751 અંક કૂદીને 20 હજારને પાર 20,007 નજીક ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.78 ટકા અને 2.02 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે.

વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે રિયાલિટી, પાવર, મેટલ, ઓટો એમ લગભગ તમામ સેક્ટર વધીને કારોબાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 757 સ્ક્રિપમાં તેજી અને 97 શેર્સ ગગડીને ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે 42 શેર્સમાં કોઈ ફેરફાર હાલ જોવા મળ્યો નથી. અનલોક 1માં સરકાર દ્વારા આપવામાં આવેલ વધુ છૂટછાટ, ગ્લોબલ પોઝિટિવ સંકેત અને એશિયન માર્કેટ્સના સકારાત્મક વલણના કારણે આજે માર્કેટને સપોર્ટ મળ્યો છે.

વધુ વાંચો

બિઝનેસ

શેરબજાર/ જૂન સીરીઝનાં નબળા પ્રારંભ બાદ જોવાયો સુધારો

શેરબજાર/ જૂન સીરીઝનાં નબળા પ્રારંભ બાદ જોવાયો સુધારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શેરબજારમાં આજે જૂન સીરીઝના નબળા પ્રારંભ બાદ સુધારો જોવાયો હતો. પ્રારંભમાં સેન્સેકસમાં 350 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. પર:તુ બાદમાં બજાર સુધરીને ગ્રીનઝોનમાં આવી ગયું હતું. આ લખાય છે ત્યારે 11 વાગ્યે બજારમાં ફલેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ