Connect with us

બિઝનેસ

સેન્સેક્સ 539 અંક ઘટ્યો, નિફ્ટી 11400ની નીચે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નબળા ગ્લોબલ સંકેતોના પગલે ભારતીય શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 539 અંક ઘટીને 38541 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 160 અંક ઘટીને 11366 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 2.55 ઘટીને 1361.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એસબીઆઈ 2.49 ટકા ઘટીને 207.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે મારૂતિ સુઝુકી, ભારતી ઈન્ફ્રાટેલ, બ્રિટાનિયા, સિપ્લા અને મારૂતિ સુઝુકી સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારૂતિ સુઝુકી 0.07 ટકા વધીને 7706.30 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 4.16 ટકા વધીને 227.60 પર કારોબાર કરી રહ્યો છે.

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૬૮.૪૨ સામે શરૂઆતી તબક્કામાં કડાકા સાથે ૩૭૨૮૨.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૬૪૯૫.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૮.૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧૪.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૫૫૩.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૪૭.૬૫ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૧૧૦૧૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૦૮૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૧.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૮૦૬.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે વૈશ્વિક મોરચે પણ કોરોના કેસો વધતાં ફરી લોકડાઉન લાગુ કરવા અનેક દેશોમાં વિચારણા થવા લાગતાં અને આર્થિક મોરચે વિશ્વની હાલત કફોડી બનતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ઘર્ષણ વધતા વૈશ્વિક બજારોમાં કડાકો નોંધાતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો હતો, જેથી માર્કેટમાં નિરાશા છવાઇ ગઈ હતી. સ્થાનિક સ્તરે ભારતમાં પ્રથમ કૃષિ ક્ષેત્રે મોટાપાયે સુધારા લાવતા બિલોને વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવાયા બાદ હવે શ્રમિક કાયદામાં ધરમૂળથી પરિવર્તન લાવતાં બિલને પણ મંજૂર કરાયા છતાં આ આર્થિક સુધારાની બજારમાં પોઝિટીવ અસરને બદલે નેગેટીવ અસર જોવાતા અને બજારમાં હાલ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સપ્ટેમ્બર માસની એક્સપાયરી હોવાના કારણે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના વધતા જતા કિસ્સાઓ અને જીવનપધ્ધતિ વચ્ચે કોઈ ઉકેલ આવતો નથી. તેથી રોકાણકારોની ચિંતામાં વધારો થતાં અને ઓગસ્ટ માસમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શેરધારકોને સચેત કરતા જણાવ્યું હતું કે શેરબજારની હાલત અસલ અર્થવ્યવસ્થા પ્રમાણે દેખાતી નથી, તે માટે તેમાં આગળ ઘટાડો થઇ શકે છે. તેથી વૈશ્વિક રોકાણકારોમાં સતર્કતા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઇટી, ટેક, ઓટો, મેટલ અને બેન્કેક્સ શેરોમાં વ્યાપક વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૫૮૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, સપ્ટેમ્બર સિરીઝ ડેરિવેટિવ્સ ટ્રેડર્સ માટે નેગેટિવ રહી હતી. સપ્ટેમ્બર માસમાં ફાર્મા, આઈટી શેરોએ મજબૂતી દર્શાવી હતી પરંતુ ફાઈનાન્શિયલ સેક્ટરના ઊંચા વેઈટેજને કારણે બેંકિંગ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ ખૂબ ખરાબ જોવા મળ્યું હતું. ગત સપ્તાહથી શરૂ થયેલી નરમાઈ છતાં માર્કેટમાં આઈટી શેર્સ આઉટપર્ફેર્મર રહ્યાં હતા અને તેમણે બજારને સપોર્ટ કર્યો છે અને ફાર્મા ક્ષેત્રનો દેખાવ પણ પોઝિટિવ રહ્યો છે. નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્માએ ચાલુ મહિને તેમની સર્વોચ્ચ ટોચ પણ દર્શાવી હતી. અગ્રણી આઈટી કાઉન્ટર્સ જેવા કે ટીસીએસ, ઈન્ફેસિસ, એચસીએલ ટેક., વિપ્રોએ પણ તેમની ટોચ દર્શાવી હતી. ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ, ડિવિઝ લેબ. વગેરેએ તેમની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. વૈશ્વિક બજારો તરફથી જોકે ચિંતા મોટી છે. કેમકે યુએસ ખાતે ચૂંટણી નજીક આવી રહી છે અને યુરોપ ખાતે કોરોનાના નવેસરથી જોવા મળી રહેલા રાઉન્ડને કારણે ત્યાં લોકડાઉનની ઊંચી શક્યતા જોવાઈ રહી છે. બજારમાં કરેક્શન ન આવે તેવી એકમાત્ર આશા લિક્વિડિટીનો ફ્લો છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફ્ંડ્સ દ્વારા મજબૂત લિક્વિડિટીને જોતાં બજારમાં કરેક્શન બાદ પુનઃ સુધારા તરફી બને એવી શકયતા છે.

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૦૯૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૮૦૮ પોઈન્ટ થી ૧૦૭૮૭ પોઈન્ટ, ૧૦૭૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૦૫૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૦૩૭૩ પોઈન્ટ થી ૨૦૨૦૨ પોઈન્ટ, ૨૦૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ટોરેન્ટ ફાર્મા ( ૨૬૬૮ ) :- ટોરેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૮૮ થી રૂ.૨૬૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • એપોલો હોસ્પિટલ્સ ( ૧૯૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ACC લિ. ( ૧૩૦૬ ) :- રૂ.૧૨૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • બાટા ઈન્ડિયા ( ૧૩૦૩ ) :- ફૂટવેર સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૮ થી રૂ.૧૩૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૬૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૨૩૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૧૩ થી રૂ.૨૩૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • રિલાયન્સ ઇન્ડ. ( ૨૨૦૦ ) :- રૂ.૨૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • કોટક બેન્ક ( ૧૨૪૨ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • લુપિન લિ. ( ૯૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૯ થી રૂ.૯૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • પેટ્રોનેટ LNG ( ૨૧૨ ) :- રૂ.૨૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૦૮ થી રૂ.૧૯૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

વૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ

સેન્સેકસમાં ખુલતા જ 600 પોઇન્ટનો કડાકો : નિફટી 11000 નીચે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ફરીથી મંદીનો માહોલ છવાયો છે. શેર, સોનું, ચાંદી, ક્રુડ, બેઝ મેટલ તમામમાં ભારે કડાકો બોલી ગયો છે. મંદીના આ ભરડા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં પણ 600 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂા.7 હજાર અને સોનાના ભાવમાં રૂા.2 હજારનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ બ્રેન્ટક્રુડનો ભાવ પણ ગગડીને ચાલીસ ડોલરે પહોંચી ગયો છે.
યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં જોવા મળી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે યુરોપના દેશોમાં ફરીથી લોકડાઉન લાગવાની સંભાવનાઓ બળવતર બની છે.જેેને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ફરીથી ચિંતાની લહેર વ્યાપી ગઇ છે. એક તરફ કોરોના સંક્રમણ અને બીજી તરફ વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા ટેન્શનને કારણે છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારોની ખો નિકળી ગઇ છે. જેને પગલે ફરી એકવાર મંદીના અજગરે ભરડો લીધો છે. બુધવારે અમેરિકા યુરોપ અને એશિયાના બજારોમાં મોટા કડાકા બાદ આજે ભારતીય બજારની શરૂઆત પણ કડાકા સાથે થઇ હતી. પ્રારંભમાં જ સેન્સેકસમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી જતાં સેન્સેકસે 37 હજારની સપાટી તોડી હતી. તો બીજી તરફ નિફટીમાં પણ 200 પોઇન્ટના કડાકા સાથે 11 હજારનું લેવલ તુટી ગયુ હતું. તમામ સેકટરર્સમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચમાં લગાવામાં આવેલા લોકડાઉન બાદ ભારતીય શેરબજારમાં પ્રથમ વખત આટલો મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૭૩૪.૦૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૨૪.૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૩૧૩.૦૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૬.૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૫.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૬૬૮.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૬૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૩૭.૯૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૦૨૮.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૪૮.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મંગળવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરી વધવા લગતા યુરોપના દેશોમાં કોરોનાનો બીજો વેવ શરૂ થતાં યુ.કે., ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારી વચ્ચે સોમવારે યુરોપ, અમેરિકા, એશિયાના દેશોમાં કડાકો બોલાઈ જતાં ભારતીય શેરબજારમાં સોમવારના કડાકા બાદ મંગળવારે પણ શેરોમાં વધુ ઓફલોડિંગ થયું હતું. અલબત સપ્તાહના સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ બે-તરફી અસાધારણ અફડાતફડી બોલાવીને શેરોમાં વેચવાલી કરી હતી. કોરોના વેક્સિન મામલે વૈશ્વિક પ્રગતિ છતાં આ વેક્સિનની સચોટતા વિશે હજુ અનિશ્ચિતતા કાયમ રહી હોવા સાથે દવાઓના સંશોધનમાં પણ પ્રગતિ હોવા છતાં વિશ્વભરમાં વધી રહેલા કેસો અને ફરી લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થવા સામે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રીટેલ સાહસ રિલાયન્સ રીટેલ વેન્ચર્સમાં અમેરિકાની કંપની KKR દ્વારા અંદાજીત રૂ.૫૫૫૦ કરોડનું રોકાણ કરીને ૧.૨૮% હોલ્ડિંગ ખરીદવાનું જાહેર કરાયા બાદ હવે વધુ નવા વૈશ્વિક ઈન્વેસ્ટરો દ્વારા રોકાણ જાહેર થવાના અહેવાલની પોઝિટીવ અસરે ફંડોની લેવાલી નીકળતાં રિલાયન્સ કંપનીના શેરમાં ઉછાળો નોંધાતા અને ભારતમાં ઉદ્યોગોને નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની શકયતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી, પરંતુ વિશ્વભરમાં કોરોનાના સંક્રમણના થવા લાગેલા ચિંતાજનક વધારાના કારણે અને આવતીકાલે ભારતીય શેરબજારમાં ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સપ્ટેમ્બર માસની એક્સપાયરી હોવાના કારણે ફંડો અને રોકાણકારો દ્વારા સાવચેતીમાં આજે શેરોમાં ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી અને ઓટો શેરમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૫ અને વધનારની સંખ્યા ૧૨૧૮ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતના મૂડી બજારમાં તાજેતરમાં હેપ્પીએસ્ટ માઈન્ડ અને રૂટ મોબાઈલ સહિતના શેરોના આઈપીઓને મળેલા જંગી પ્રતિસાદ અને ચાલુ સપ્તાહે પણ ત્રણ કંપનીઓના આઈપીઓને લઈ રોકાણકારો આઈપીઓમાં જંગી ઊંચા વળતરને જોઈને પ્રાઈમરી માર્કેટ તરફ આકર્ષાય એવી પૂરી શકયતા છે. આ આઈપીઓની સફળતા સાથે દેશમાં ચોમાસું અત્યંત સફળ રહેતાં આગામી દિવસોમાં ગ્રામીણ અર્થતંત્ર કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ થકી ઝડપી વિકસવાના પણ અંદાજ છે. અલબત કોરોના વેક્સિનની શોધમાં થઈ રહેલી સારી પ્રગતિ અને હજુ વધુ વેક્સિનના ટ્રાયલમાં આગામી દિવસોમાં સફળતા મળવાના સંકેતોને ધ્યાનમાં લઈ કોઈપણ મોટું પોઝિટીવ ડેવલપમેન્ટ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનું આકર્ષણ ઘટાડે વધારી શકે છે. પરંતુ હવે અમેરિકામાં પ્રમુખ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, અને અમેરિકા-ચાઈના અને ભારત-ચાઈનાના વણસતા સંબંધોને લઈ આર્થિક કરારો-સંબંધો વધુ વણસવાના સંજોગોમાં શેરોમાં પેનીક સેલીંગની શકયતા નકારી ન શકાય. આ સાથે રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૧૮૮ પોઈન્ટ થી ૧૧૨૦૨ પોઈન્ટ, ૧૧૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૩૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૩૭૩ પોઈન્ટ થી ૨૧૪૪૪ પોઈન્ટ, ૨૧૫૩૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૫૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • TCS લિ. ( ૨૪૬૪ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૮૮ થી રૂ.૨૫૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઇન્ડ. ( ૨૨૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૦૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • HCL ટેકનોલોજી ( ૮૧૭ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૨૮ થી રૂ.૮૩૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ICICI બેન્ક ( ૩૫૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • વિપ્રો લિ. ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૨ થી રૂ.૩૨૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • માઈન્ડટ્રી લિ. ( ૧૨૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ઇન્ફોસિસ લિ. ( ૧૦૨૨ ) :- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૭ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • વોલ્ટાસ લિ. ( ૬૬૪ ) : કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૮૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૫૦ થી રૂ.૬૩૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૪ થી રૂ.૫૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • JSW સ્ટીલ ( ૨૬૭ ) :- રૂ.૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૫૫ થી રૂ.૨૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ