Connect with us

શહેર

નાઘેડી પાસે ખંઢેર બની ગયેલા સ્મશાનનું પુન: નિર્માણ કરાશે

મૃતદેહને અગ્નિદાહ માટે લાકડા સહિતની સુવિધા વિનામૂલ્યે અપાશે : સપ્ટેમ્બરના અંત સુધીમાં કાર્યરત થઇ જશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં સેવાનો પર્યાય બની ગયેલાં સમર્પણ જનરલ હોસ્પિટલનાં મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ વધુ એક સેવાયજ્ઞ હાથ ધર્યો છે. હાલના સંજોગોમાં મૃતદેહની અંતિમવિધિ માટે ઉભી થયેલી ગંભીર સમસ્યાને ધ્યાને લઇ વસ્તાભાઇએ નાઘેડી લહેર તળાવ પાસે એક જુના ખંઢેર બની ગયેલા સ્મશાનનું પુન: નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ માટેની કામગીરી પણ જોરશોરથી આરંભી દેવામાં આવી છે. ત્યારે સપ્ટેમ્બરનાં અંત સુધીમાં આ સ્મશાનને કાર્યરત કરી દેવામાં આવશે.

એક અનોખા સેવાયજ્ઞ અંગે વસ્તાભાઇએ જણાવ્યું હતું કે, આજના કોરોનાના ભયંકર સમય દરમિયાન લગભગ દરરોજ જી.જી. હોસ્પિટલ અને પ્રાઇવેટ કોવિડ સેન્ટરોમાં મળીને વીસથી પચ્ચીસ લોકોનાં મૃતયુ થાય છે. બાકીનાં કુદરતી મૃત્યુ તો આખા શહેરના અલગ જ હોય છે અને આસપાસના બાયપાસ વિસ્તાર સુધીની ઝુપડપટ્ટી અને વિશાળ ઉદ્યોગનગરમાં કામ કરતાં પરપ્રાંતિય મજુરોનાં મૃતદેહ પણ અગ્નિ સંસ્કાર માટે સોનાપુરી અને ગાંધીનગરના સ્મશાને જ આવે છે. એના લીધે સ્મશાનમાં લાઇનો લાગે છે અને મૃતદેહો તથા તેમના કુટુંબીજનોને છ થી સાત કલાક સુધી રજળવું પડે છે અને દુ:ખની ઘડીમાં વધુ દુ:ખનું વાતાવરણ સ્મશકાનમાં ઉભું થાય છે.

આ બધી પરિસ્થિતિ ધ્યાનમાં આવતાં એક સ્મશાન બનાવવું જોઇએ આજના નિયમ મુજબ આપણે સ્મશાન યાત્રામાં તો જઇને બે-સહારા માનવ મૃતદેહની સેવા કે કાંધ આપી શકતા નથી પણ સ્મશાનમાં તો સેવા કરી શકીએ ને? આવો વિચાર મનમાં આવ્યો અને તેને અમલમાં બીજા જ દિવસે મૂકેલ છે અને તા. 1-9-20થી એક જુનુ અને ખંઢેર થઇ ગયેલ જેમાં ખાટલો પણ નથી અને ડાઘુને બેસવાની સગવડ કે ન્હાવા માટે પાણીની સગવડ પણ નથી. એવું નાઘેડી ગામનું સ્મશાન જે 2000ની સાલમાં ‘કબિર લ્હેર તળાવ’ ખંભાળિયા રોડ ઉપર બાંધેલ તે સમયે જ તે સમયના મહંત જગદીશદાસજી મહારાજની આજ્ઞાથી અમે બનાવેલ હતું. તેને 20 વર્ષ થયા છે તે જ સ્મશાનને ફરીથી નવુ બનાવવાનું કામ શરુ કરેલ છે અને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં જનતાની સેવા માટે અર્પણ કરવામાં આવશે.

આ સ્મશાનનું નામ પણ મહંત જગદીશપ્રસાદજી મહારાજે ‘સત્યલોક પ્રસ્થાનધામ’ રાખેલ છે. આ સ્મશાનમાં અગ્નિદાહ માટે મૃતકના પરિવાર પાસેથી કોઇપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. અગ્નિદાહ માટે જરુરી લાકડાં પણ સ્મશાન તરફથી ફ્રી આપવામાં આવશે તેની કોઇપણ કિંમત લેવામાં આવશે નહીં અને જો કોઇ અતિ દિન દુ:ખી કુટુંબ હશે તો તેને ક્રિયાક્રમ માટે મારાથી બનતી શક્તિ પ્રમાણે આર્થિક મદદ પણ હું કરીશ. અત્યારે ત્રણ ખાટલા ફીટ કરેલ છે અને ભવિષ્યમાં જરુરત પડશે તો વધુ ખાટલા ફીટ કરવામાં આવશે અને કોઇ દિવસ લાકડા વગર કોઇપણ મૃતદેહને રાહ જોવી પડે કે રજડવું પડે એવો સમય આવવા નહીં દઉં સુકાં લાકડાંના પુરતા સ્ટોકનું ધ્યાન હું પોતે જાતે રાખીશ અને વ્યવસ્થા કરીશ. ડાઘુને ન્હાવા માટે બોરવેલ અને પંપસેટ તથા પાણીના ટાંકાની વ્યવસ્થા પણ ભવિષ્યમાં ટૂંકસમયમાં કરવામાં આવશે. ત્યાં ઇલેકટ્રીક કનેકશન નથી તેથી પાવર હાઉસના અધિકારીઓને વિનંતી કરીને સ્મશાન માટે ઇલેકટ્રીક કનેકશન પણ લેવામાં આવશે અને સ્વચ્છતા જાળવવા માટે મેઇન ગેઇટથી આખા પરિસર 4000 ચો.ફૂટમાં સિમેન્ટના બ્લોક નાખવામાં આવશે અને એક સફાઇ કર્મચારી કાયમી રાખવામાં આવશે.

શહેર

રાહત : જામનગર શહેરમાં આવતીકાલથી પેચવર્કનો પ્રારંભ

શહેરીજનોને મળશે ગાબડાવાળા માર્ગોથી છુટકારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓને માર્ગ પરના મોટા મોટા ખાડાઓ અને બિસ્માર માર્ગોથી ટુંકસમયમાં રાહત મળી શકે છે. જામ્યુકો દ્વારા આવતીકાલથી શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્કના કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરનલ માર્ગો પર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવશે. તેમ જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષભાઇ જોશીએ જણાવ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં માર્ગોનું ભારે ધોવાણ થતાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે લોકોના રોષને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નવરાત્રિ પહેલા તમામ માર્ગોની મરામત થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ આવતીકાલથી પેચવર્કનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મગનભાઇ દકુભાઈ ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં કુંભનાથપરામાં આવેલ મિલન નારણભાઇ અકબરીનું ઘર કુલ ઘર ૧.
  4. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડીમાં આવેલ મુકેશભાઇ વસરાણીનું ઘર કુલ ઘર ૧.
  5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં રણુજા રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે દિનેશ હંસરાજભાઇ ચાવડાનું ઘર કુલ ઘર ૧.
  6. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા ગામમાં આવેલ આસ્થા ડીસ કેબલની બાજુમાં દેવલ દીલુભાઈ વાલિયાનું ઘર કુલ ઘર ૧.
  7. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ શ્રીજી સોસાયટીમાં દિનેશ નરશીહ વાડોલીયાનાં ઘરથી વિકાંત પાંડુરંગ તોરકરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  8. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પ્રભાતસિંહ નવલસિંહ કન્ચવાનું ઘર ૧.
  9. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ગોશાલા પાછળનો વિસ્તારમાં મનોજ કાંતિ ગોડલિયા નું કુલ ઘર ૧
  10. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નવાનાગના ગામમાં આવેલ રામ મંદિર વાળી શેરીમાં હંસરાજ ભાણજી નકુમનું ઘર કુલ ઘર ૧.
  11. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાનાં વિસ્તારમાં ગીતા મિલ પાસે આવેલ ભીખા ગલાણીનું ઘર કુલ ઘર ૧.
  12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલ ત્રણ બતી ચોક વિસ્તારમાં સુપીંગ ભવાન બોડાનું કુલ ઘર ૧
  13. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ રમેશ કેશવજી ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
  14. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ હોટલ દેશીભાણાથી આગળ હાઈવે પર મહિપતસિંહ લાખાજી જાડેજાની વાડી કુલ ઘર ૧.
  15. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાછળ કાનજી ભીમા ધુલિયાનાં ઘરથી ધની માવજી ધુલિયાનું ઘર કુલ ઘર ૨.
  16. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં હરીપર ગામમાં નવી ગ્રામ પંચાયતની પાછળ આવેલ સંગીતા નાથા વસતાનું ઘર કુલ ઘર ૧.
  17. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલ ગણપત અરજણ મહેતાનાં ઘરથી માલદે પરબત ગાગલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  18. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામમાં સમાજ વાળી પાસે આવેલ ચંદુભા મધુભાજાડેજાનું ઘર કુલ ઘર ૧.
  19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં કાનજી લાખાનું ઘર કુલ ઘર ૧.
  20. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખારવા ગામમાં આવેલ મોહન ચના મારકણાનાં ઘરથી કરશન છગન મારકણા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

વધુ વાંચો

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ