Connect with us

ગુજરાત

નશામાં ધુત તલવાર લઈને નીકળેલા માથાભારે યુવકને સોસાયટીના લોકોએ જ આપી દીધી મોતની સજા 

સ્થાનિકોએ લાકડાના ધોકા અને પથ્થરના ઘા કર્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુરતના પાંડેસરા મિલન પોઇન્ટ નજીકથી ગઈકાલના રોજ એક યુવકની લાશ મળી આવી હતી.કોઈજાણ ભેદુએ જ આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે આગળની કામગીરી શરુ કરી છે. ત્યારે આજે કરપીણ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સુરત ના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. 310માં રહેતો યુવક દારુના નશામાં તલવાર લઇને સોસાયટીમાંથી નીકળતા સ્થાનિક લોકોએ તેને સમજાવતા યુવક ન માનતા તેને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

સુરત શહેરના ડિંડોલી-નવાગામ સ્થિત શ્રીનાથનગર સોસાયટીમાં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની ચાર દિવસ અગાઉ રાત્રીના આઠેક વાગ્યાના સમયે દારુના નશામાં જાહેરમાં તલવાર લઇને નીકળ્યો હતો. અને રોડ વચ્ચે તલવાર બાજી કરી રહ્યો હતો ત્યારે એક યુવકને ઈજાઓ પહોચી હતી. બાદમાં સ્થાનીકોએ તેને સમજાવતા યુવકે તેની વાતનો અસ્વીકાર કર્યો હતો. અને જાહેરમાં ગાળો બોલવાનું શરુ કરી દીધું હતું. અને તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સોસાયટીમાં રહેતા બબલુ રાજકુમાર ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો, રાજન બચ્ચુ ચૌધરીએ આકાશને લાકડાના ઘા ઝીંકી પત્થરના ઘા કર્યા હતા. પરિણામે આકાશ ગંભીર રીતે ઘાયલ થતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘરના એકના એક યુવકની આ રીતે કરપીણ હત્યા નીપજાવી નાખતા તેની માતા અને બહેન ઉપર શોકના વાદળો છવાઈ ગયા હતા. આ બનાવ અંગે ડીંડોલી પોલીસે ગુન્હો નોંધી પાંચેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત

CM રૂપાણી એ મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુક્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple)ના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ (uttarardh mahotsav 2021)નો પ્રારંભ થયો. કોરોના મહામારી વચ્ચે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) દ્વારા ગાંધીનગરથી ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, શિલ્પ કલાના ઉત્કૃષ્ટ સ્થાપત્યો ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. સૂર્ય મંદિરનો વરસાદનો વાયરલ વિડીયો 33 મિલિયન લોકોએ નિહાળ્યો હતો. સંગીત,નૃત્ય અને કલા સ્થાપત્યનો ત્રિવેણી સંગમ એટલે જ ઉત્તરાર્ધ મહોત્સવ. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખા સંગમનો નજારો આજે મોઢેરા સૂર્ય મંદીર ખાતે જોવા મળ્યો હતો.

મોઢેરા સુર્યમંદિરના પટાંગણમાં વિવિધ નૃત્ય પ્રદર્શન કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કલાકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી. મોઢેરા સૂર્ય મંદિર, સૂર્ય કુંડને આબેહૂબ રંગબેરંગી રોશની કરવામાં આવી હતી, જેનાથી મંદિર અને મંદિર પરિસર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. રોશનીથી ઝગમગાટ સૂર્ય મંદિર ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો, જેમાં કલાકારોએ જુદી જુદી પોતાની કલાના કામણ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર વર્ષે 2 દિવસ માટે આ મહોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફફ્ત 1 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ ફફ્ત આમંત્રિત મહેમાનોને પ્રવેશ અપાયો હતો અને લોકો ઘરે બેસી આ કાર્યકમ નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.

વધુ વાંચો

ગુજરાત

હંગામી બઢતી સાથે અધિકારીઓની નિયુકિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.

જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

વધુ વાંચો

ગુજરાત

રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી

દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ